ખીજાશે આ અક્ષર, (ગીત)
ખીજાશે આ અક્ષર, મન નથી માનતું,
(.....પણ,)
ચાહું છું તને હું, કવન નથી જાણતું,
અંતરા-૧.
વીણીને હું જુગનૂ, સજાવું આ જુલફો,
(.....પણ,)
મૃદુ જીવ છળવાને,મન નથી માનતું.
ચાહું છું તને હું, કવન નથી જાણતું.
અંતરા-૨.
ચૂંટાવી કુસુમ હું, ગજરો ગૂંથાવું,
(.....પણ,)
ફૂલને દુભવવાને, મન નથી માનતું.
ચાહું છું તને હું, કવન નથી જાણતું.
અંતરા-૩.
વિનવું વાદળ-ને, પ્રેમે તને ભીંજવે,
(.....પણ,)
નભ-ને ઝુકાવવાને,મન નથી માનતું.
ચાહું છું તને હું, કવન નથી જાણતું.
અંતરા-૪.
હમસફર જોડશે, તોડશે આ ઈશ્વર,
(.....પણ,)
એને કરગરવાને, મન નથી માનતું.
ચાહું છું તને હું, કવન નથી જાણતું,
ખીજાશે આ અક્ષર, મન નથી માનતું,
(.....પણ,)
ચાહું છું તને હું, કવન નથી જાણતું,
માર્કંડ દવે. તા.૩૧-૧૦-૨૦૧૧.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment