પ્રિય મિત્રો,
અક્ષરનાદ પર પ્રસ્તુત છે ....
મુંબઈના અગ્રગણ્ય વિસ્તાર એવા મૂળજી જેઠા માર્કેટમાં ચંપાગલી નામના વિસ્તારમાં આશરે ઇ.સ. ૧૯૩૫માં શ્રી શિવશંકર પુરુષોત્તમ જોશીએ 'દિવ્યપ્રભા હિન્દુ લોજ' શરૂ કરી. એ લોજમાં ભાવનગર સ્ટેટના એક નાનકડા ગામડામાંથી મુંબઈ આવીને શ્રી મૂળશંકર પ્રેમજી જોશી નોકરીએ રહ્યા. મુંબઈ વસતા અમારા વડીલો યાદ કરે છે તેમ તેમના માતા-પિતા ઘણી વખત દિવ્યપ્રભા લોજમાં સાંજના સમયે મૂળશંકરભાઈના ભજનો સાંભળવા જતા. નાનપણથી માતાપિતા ગુમાવ્યા હોવા છતાં, સંસ્કારોને આધીન શ્રી મૂળશંકરભાઈએ અનેક ખ્યાતનામ ભજનોની રચના કરી છે જે આજે ભારતભરમાં - વિશ્વમાં ખૂબ ભક્તિભાવપૂર્વક ગવાય છે પણ તેના રચયિતાનું નામ ભાગ્યે જ કોઈને ખબર છે. 'શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી...', 'હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી...', 'છે મંત્ર મહામંગળકારી ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય...', 'શું શું ગાવું શું ના ગાવું એમાં મન મારું મૂંઝાણું...', 'નારદ કહે છે નારાયણને વધ્યો ભૂમિ પર ભાર...', 'હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી...' જેવા કુલ ૬૩ ભજનો તેમના દ્વારા રચાયેલા છે. આજે પ્રસ્તુત છે તેમાંથી જ એક અનોખું ભજન... 'સદાશિવ આશરો એક તમારો.. |
આભાર,
The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.
Please consider the environment before printing this e-mail! |
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment