મારો દોહિત્ર- ક્રીદય દવે.
બાળક બનવું.(ગીત.)
આપણે તો ભૈ હસવું, એટલે બાળક બનવું.
પહેલાં ફોરું, પછી ફોરમ, અં...તે છાલક બનવું.
અંતરા-૧.
સોગિયા સામે, આ જગતમાં, કોણ જુવે છે યાર,
થૈ કૂકરી, કદી સોગઠી ? શી...દ ઘાતક બનવું.
આપણે તો ભૈ હસવું, એટલે બાળક બનવું.
(કૂકરી= રમવાની કાંકરી.)
અંતરા-૨.
મોભા એવા શું રાખવા ? હસવું આવે તો હસ,
શરૂ-શરૂમાં લગીર પછી,તળી..યા ઝાટક બનવું.
આપણે તો ભૈ હસવું, એટલે બાળક બનવું.
અંતરા-૩.
શરમ ને તું, પહેલેથી જ, તડકે મૂકી દે યાર,
શરૂ-શરૂમાં લગીર પછી, થોક..બંધ લાયક બનવું.
આપણે તો ભૈ હસવું, એટલે બાળક બનવું.
અંતરા-૪.
કહે તો મને, કેટલા દિ`ની, જિંદગી ગણે છે તું,
થૈને છલોછલ, છલ પછી, શી...દ ચાતક બનવું.
આપણે તો ભૈ હસવું, એટલે બાળક બનવું.
પહેલાં ફોરું, પછી ફોરમ, અં..તે છાલક બનવું.
આપણે તો ભૈ હસવું, એટલે બાળક બનવું.
માર્કંડ દવે.તા.૨૭-૧૨-૨૦૧૧.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
MARKETPLACE
.
__,_._,___

No comments:
Post a Comment