[Gujarati Club] એક તોલો બેવફાઈ.(ગીત)

 





એક તોલો બેવફાઈ.(ગીત)



ફકત   એક  તોલો, બહેકી`તી બેવફાઈ..!!
તેં  કેટલી ગુમાવી, આ રૂપની ગરવાઈ..!!


અંતરા-૧.


તારા  સંમુખ  ઊભો`તો, દર્પણ  થઈ તેથી,

જોને કેટલી ઝંખવાઈ,શર્મીલી પરછાઇ..!!

ફકત  એક  તોલો,  બહેકી`તી બેવફાઈ..!!


અંતરા-૨.


વાત    વિશ્વાસની,   ઘાત  નથી નિશ્વાસની,

છતાં કેટલી અકળાઈ, ઈશ્કની અંગડાઈ..!!

ફકત  એક  તોલો,   બહેકી`તી  બેવફાઈ..!!


અંતરા-૩.


શિર આશ  કકળતી, સંગ આ રાત રઝળતી,

કહે    કેટલી   તરડાઈ,  કરમની  કઠણાઈ..!!

ફકત   એક   તોલો,    બહેકી`તી  બેવફાઈ..!!


અંતરા-૪.


રસમી, કસમીને ભેદી છે,આલમ તિલસ્મી,

જો  કેટલી  ખુદાઈ, આ  ઈશ્કની જુદાઈ..!!

ફકત  એક  તોલો,   બહેકી`તી  બેવફાઈ..!!


તેં  કેટલી ગુમાવી, આ રૂપની ગરવાઈ..!!  
ફકત   એક  તોલો, બહેકી`તી બેવફાઈ..!!


માર્કંડ દવે.તા.૨૯-૧૨-૨૦૧૧.

-- 
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com   (Hindi Articles)

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...