હળવે-હળવે ચાલો જરા. (ગીત.)
હળવે હળવે ચાલો જરા, સંગાથ કરી લઈએ.
સાથ છે આ જીવનભરનો, જિંદગી માણી લઈએ.
અંતરા-૧.
મરક - મરક મલકો જરા, આંખો ઠારી લઈએ.
ગાલ કેરા ખંજનમાં, અમે તલ બની જઈએ.
હળવે હળવે ચાલો જરા, સંગાથ કરી લઈએ.
અંતરા-૨.
ટપક-ટપક વરસો જરા, અમે વહાલ કરી લઈએ.
લાલ ચટ્ટક હોઠો પરનું, ગીત બની જઈએ.
હળવે હળવે ચાલો જરા, સંગાથ કરી લઈએ.
અંતરા-૩.
દિલ કેરી વાતો છે આ, કાનમાં કહી દઈએ.
ધીરે ઓરા આવો જરા, હવે એક બની જઈએ.
હળવે હળવે ચાલો જરા,સંગાથ કરી લઈએ.
અંતરા-૪.
સોગન તમને દઈને જરા, પ્રેમ કરી લઈએ.
તમે અમને તરછોડો તો, આ જીવ આપી દઈએ.
હળવે હળવે ચાલો જરા, સંગાથ કરી લઈએ.
માર્કંડ દવે. તા.૦૮-૧૨-૨૦૧૧.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment