હું ખર છું, કારણ ? (ગીત.)
એ ખરું છે કે, હું ખર છું, મેં પ્રેમ કર્યો,
હું જે છું તે,ખરેખર છું, મેં પ્રેમ કર્યો.
અંતરા-૧.
બાપ કહે,`ગધેડા, પ્રેમમાં ન પડતો..!!
તોય હું તો, માતબર ચર્યો, મેં પ્રેમ કર્યો.
એ ખરું છે કે, હું ખર છું, મેં પ્રેમ કર્યો,
અંતરા-૨.
સાચું કહેવામાંતો વળી શરમ કેવી..!!
મેં પણ કરી`તી લાતંલાત, મેં પ્રેમ કર્યો.
એ ખરું છે કે, હું ખર છું, મેં પ્રેમ કર્યો.
અંતરા-૩.
બોલ, ડફણાં ખાધા વગર કોઈને ફળે?
ખરેખર, મને બહુ કળ્યો, મેં પ્રેમ કર્યો.
એ ખરું છે કે, હું ખર છું, મેં પ્રેમ કર્યો.
અંતરા-૪.
થવા કાળ હોય તે, થૈ ને જ રહે કે નહીં ?
તોય ઠપકો ભરપૂર મળ્યો, મેં પ્રેમ કર્યો.
એ ખરું છે કે, હું ખર છું, મેં પ્રેમ કર્યો.
માર્કંડ દવે.તા.૦૨-૦૧-૨૦૧૨.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)
http://mkringtones.blogspot.com (Indian Music)
http://markandraydave.blogspot.com (Gujarati Articles)
http://mkringtones.blogspot.com (Indian Music)
http://markandraydave.blogspot.com (Gujarati Articles)
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment