[Gujarati Club] આપનો પ્રશ્ન પૂછો - ગુજમોમના વિશેષજ્ઞનો લાભ લો.

 

મિત્રો 

ગુજમોમ વેબસાઈટ પર તમારા પ્રશ્નો પૂછો અંતર્ગત કુલ ચાર વિવિધ વિષયો પર વાચક મિત્રો પ્રશ્ન પૂછી શકે છે. અત્યાર સુધીના વાચક મિત્રોના પૂછાયેલા પ્રશ્નોના નિષ્ણાતોએ આપેલ જવાબો આપ સેકશન મુજબ વાંચી શકો છો.

1. સગર્ભાવસ્થા પહેલા
2. સગર્ભાવસ્થા દરમિયાન
3. નવજાત શિશુ અને પ્રથમ વર્ષ
4. નિઃસંતાન દંપતિ

આપના પ્રશ્નો અને જવાબો ઉપર દર્શાવેલા વિભાગોમાં ક્લિક કરી વાંચી શકો છો.

આપના પ્રશ્નો પૂછવા 'પ્રશ્ન પૂછો ' વિભાગ માં પ્રશ્નો દાખલ કરશો.

એક ઉદાહરણ રુપ પ્રશ્ન અને તેનો જવાબ 

મારા 4 માસના પુત્રને ઝાડાની તકલીફ છે – 8-10 વખત/દિન ઝાડા થાય છે . આ માટે મને ડોક્ટરે રેસીકાડોટ્રેલ નામક દવા આપેલ છે શું આ યોગ્ય છે ? - અમી મહેતા (જામનગર)

અમારો જવાબ

અમારો જવાબ

આપના 4 માસના પુત્રને 8-10 વાર ઝાડો થાય છે. આમાટે નીચે મુજબ વિચાર કરવો પડશે.

સામાન્ય રીતે નાનું બાળક જો 3 થી વધુ વખત પાતળુ સંડાસ કરે અને તેમાં જો પાણીનો ભાગ વધુ હોય તો તેને ખરા અર્થમાં ઝાડા કહી શકાય. ઘણી વાર નવજાત શિશુમાં 7-10 વખત સંડાસ જવાનું બને પણ જો આમાં મળનું પ્રમાણ ઓછુ હોય અને પાણી નો ભાગ બહુ ન હોય તો તે ખરા અર્થમાં ઝાડા નહી પણ સામાન્ય ચરક-પરક છે જે કુદરતી છે. આમ મહત્વનું છે પાતળુ મળ કે જેમાં શિશુઓ વધુ પાણી ગુમાવતા હોય. આખરે વધુ જોખમ તો આ પાતળા ઝાડા વાટે પાણી અને ક્ષાર ગુમાવવાથી જ છે.

જો ખરા અર્થમાં પાતળા ઝાડા હોય તો ...

6માસથી નાના બાળકને

  • 1. માતાનું ધાવણ આપવુ.
  • 2. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રમાણિત ઓ.આર.એસ.નું દ્રાવણ જ આપવુ. ઝિંક (10 મિ.ગ્રા.) પ્રતિ દિન 14 દિવસ સુધી એક વાર

6 માસ્થી મોટા બાળકને

  • 1. માતાનું ધાવણ આપવુ.  ઘરગથ્થુ પ્રવાહી (પાતળી છાસ- ઓસામણ – નાળિયેર પાણી – ખાંડ નાખ્યા વગર ફળોનો રસ- લીંબુ શરબત વિ. આપવુ. )
  • 2. કોફી કે શરબત કે ઠંડા પીણા- ગ્લુકોઝ પાણી વિ. ક્યારેય આપવુ નહિ.
  • 3. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રમાણિત ઓ.આર.એસ.નું દ્રાવણ જ આપવુ. ઝિંક (20 મિ.ગ્રા.) પ્રતિ દિન 14 દિવસ સુધી એક વાર

અન્ય દવાઓ

એંટી બાયોટીક – ખૂબ જૂજ પ્રકાર ના ઝાડા ખાસ કરીને જો ઝાડામાં લોહી પડતુ હોય તો જ જરુરી છે. નાના બાળકોમાં જોવામળતા ઝાડા મોટા ભાગે વાઈરસ થી થાય છે આથી એન્ટીબાયોટીક દવાના ની સામાન્યતઃ જરુર નથી .

રેસીકાડોટ્રીલ – ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ(ભારત ભરના બાળરોગ નિષણાંતોનુ સંગઠન) આ દવાની  ઝાડામાં ઉપયોગ કરવાની ભલામણ કરતુ નથી. આ દવાના ઉપયોગથી કોઈ ખાસ ફાયદો નથી.

ઝાડો બંધ કરવાની દવાઓ (લોપરામાઈડ) - ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ(ભારત ભરના બાળરોગ નિષણાંતોનુ સંગઠન) આ દવાની ઝાડામાં ઉપયોગ કરવાની ભલામણ કરતુ નથી. આ દવાના ઉપયોગથી શિશુના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.

આ સિવાય વધુ માહિતી માટે આ વેબ સાઈટ પર પ્રદર્શિત ઓ.આર.એસ. પરનો લેખ વાંચવો.

 


Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...