[Gujarati Club] કાજળભર્યા નયન.(ગીત)

 



કાજળભર્યા નયન.(ગીત) 


ગાયક-શ્રીધવલ ઠાકર (વડોદરા.)
ગીતકાર-સ્વરકાર-સંગીત-શ્રીમાર્કંડ દવે.





કે તારા કાજળભર્યા નયનોનાં કામણ..,(૨) 
નેવળી તીરછી નજરનું આમંત્રણ..,
પાગલ પરવશ ભટકતો રહ્યો..,(૨) 
મારી બરબાદીનું એજ છે એક કારણ..,

કે તારા કાજળભર્યા નયનોનાં કામણ..,

અંતરા-૧.

પ્રીતની રીત જો સત્વર મળે તો..,
દ્વૈત-અદ્વૈતમાં તત્પર ભળે તો..,(૨)
આયખાંની અવધિ અટકે અધવચતો,
છળને કપટનું કાઢજે તું તારણ..,

કાજળભર્યા નયનોનાં કામણ..,

અંતરા-૨.

યાદ ફરી-યાદના તાણા વણે તો, 
સાદ પ્રતિ-સાદે કણે-કણે તો,(૨)
ભેદને ભરમના ઊઠે તરંગ તો, 
જાણજે ધડક્યું છે તારું સંભારણ..,

કાજળભર્યા નયનોનાં કામણ.., 

અંતરા-૩.

પ્રેમની ભાષા જો ભરમાતી લાગે, 
ઉરની ઉષા જો કરમાતી લાગે,(૨)  
આંખમાં આંસુની ઓછપ અંજાયતો, 
દુઃખ કેરા દરિયા સુકાયાનું કારણ..,

કાજળભર્યા નયનોનાં કામણ..., 

અંતરા-૪.

નયનોમાં સમણાનું કસ્તર પડેતો..,
કાળજાને કોરતું નસ્તર નડે તો..,(૨)
શ્વાસ-નિશ્વાસના અટકે ચરણ તો,
જાણજે, કર્યું છે માયાએ મારણ.., 

કાજળભર્યા નયનોનાં કામણ..,(૨)

કસ્તર=તણખલું; રજ; કચરો

નસ્તર=છેદન; છેદ; કાપ.

કે તારા કાજળભર્યા નયનોનાં કામણ..,(૨) 
નેવળી તીરછી નજરનું આમંત્રણ..,
પાગલ પરવશ ભટકતો રહ્યો હું..,(૨) 
મારી બરબાદીનું એજ છે એક કારણ..,
કે તારા કાજળભર્યા નયનોનાં કામણ..,(૨) 

માર્કંડ દવે-તા.૨૪-૦૮-૨૦૧૧.

-- 
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com   (Hindi Articles)

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...