[Gujarati Club] હેપ્પી બર્થડે ટૂ ગુજમોમ.કોમ.

 
મિત્રો
આજે કરવાની એક આનંદની વાત 19 માર્ચ 2011 ના રોજ એક સાદા સમારોહમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ-કલ્યાણ મંત્રી પ્રોફેસર શ્રીમતી વસુબેન ત્રિવેદી ના વરદ હસ્તે લોકાર્પિત થયેલ વિશ્વની સૌ પ્રથમ માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબ સાઈટ – www.gujmom.com આજે અંદાજે એક વર્ષ પૂર્ણ કરે છે. વેબ સાઈટના સર્જન માં અંદાજે 8 થી 9 માસનો સમય લાગ્યો અને ઘણો થાક લાગ્યો પણ આ થાક આજે જ્યારે વેબસાઈટ કેટલા વાંચકો ને ઉપયોગી થઈ તે જાણ્યુ તો એક  પળ માં ઉતરી ગયો ... આ વેબ સાઈટને માત્ર એક વર્ષ માં 1,25,654 ક્લિક્સ મળી છે. ...!! દુનિયાભરના ઈન્ટરનેટ પ્રેમી જેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ માને છે તેવા ગૂગલ એનાલાયટીકસ ( જેમાં આંકડાની ઘાલ મેલ કે ઘરની ધોરાજી ન ચાલે !! ) દ્વારા અમોને મળતા આંકડાઓ મુજબ આ વેબસાઈટ હાલ દુનિયાના 58 દેશોમાં વાચક મિત્રો ધરાવે છે....! અમેરીકા અને ઓસ્ટ્રેલિયા બાદ યુકે ચાઈના અને સાઉદી અરેબીયા માં પણ અનેક વાચકો આ વેબ સાઈટમાં પોતાનો રસ દેખાડે છે. ભારતમાં અમદાવાદ,મુંબઈ, પૂણે, રાજકોટ, સુરત,વડોદરા,દિલ્લી,બેંગ્લોર જેવા 50 થી વધુ શહેરોમાં આ વેબસાઈટ લોકપ્રિય બની છે. એક વખત ગુજમોમ પર આવેલો વાચક સરેરાશ 6 મિનિટ અને 37 સેકંડ સુધી વાંચન કાર્ય કરે છે..! રોજીંદા ધોરણે 65 થી 70 % નવા વાચક મિત્રો આ વેબસાઈટ સાથે જોડાઈ રહ્યા છે.

એક વર્ષ ધીમે- ધીમે કરતા ક્યાં ચાલ્યુ ગયુ ખબર પણ ન પડી...! રોજીંદા ધોરણે માતાઓ-બહેનો તરફથી મળતા પ્રશ્નો અને શુભેચ્છાઓ એ સતત આ સાઈટ માટે મને કાર્યરત રાખ્યો. ઘણા વાચક મિત્રોને તેમની મૂંઝવતા પ્રશ્નો નો હલ મળતા તેમના આશીર્વાદથી ગુજમોમ ધન્ય બન્યુ. બેબી ફોટો ઓફ ધ વીક દ્વારા 250થી વધુ ભૂલકાઓ ના ચહેરા ગુજમોમના ફલક દ્વારા વિશ્વભરમાં ચમક્યા ત્યારે તેમના માતાપિતાનો હર્ષ સતત અમને ભીંજવતો ચાલ્યો. ગુજરાતના નાના ગામથી લઈને ચાઈના ના ફોશાન પ્રાંત સુધી તો બીજી તરફ અમદાવાદથી અમેરીકા સુધી ગુજમોમ નો ચાહક વર્ગ વ્યાપ્ત થયો. અનેક નવા ભૂલકાઓ ના નામ શું પાડવા તેવી મૂંઝવણમાં માતા પિતાને ગુજમોમ ના લેખ દ્વારા માર્ગદર્શન મળ્યુ.

હવે વાત ભવિષ્યની ગુજમોમ ના ભાવિ પ્લાન આ મુજબ છે.

1. આજ વેબ પર હજુ વધુ જરુરી એવી એપ્લીકેશન આપવી જેમકે બાળકની વય અનુસાર આદર્શ વજન – ઉંચાઈ દર્શાવતો સોફ્ટવેર , ડાયેટ પ્લાનર વિ.
2. આ વેબ પર લાઈવ વેબીનાર કે જેના દ્વારા નિષ્ણાત તબીબ સરળ ગુજરાતી ભાષામાં પ્રસુતિ અને સગર્ભાવસ્થાના પ્રશ્નો અંગે માર્ગદર્શન પ્રતિ સપ્તાહ પૂરુ પાડે.
3. આ જ વેબના બે અંગ્રેજી અને હિંદી ભાષાના સંસ્કરણૉ પણ લોંચ કરવા. જેથી ગુજમોમ ખરા અર્થમાં વિશ્વ વ્યાપી બને.
4.ગુજમોમ માટે ખાસ ગુજરાતી ભાષામાં ઉપયોગી હેલ્થ વિડીયોનું સર્જન કરવુ.

મિત્રો
આ સૂચિત પ્લાન પૂરા કરવા આશરે ત્રણ લાખ (three lacs) જેટલી રકમની આવતા એક વર્ષમાં જરુર રહે છે. જરુર છે માત્ર વાચક મિત્રો કે શુભેચ્છકો માંથી કોઈ ભામાશાની...! કોઈ કંપની – ટ્રસ્ટ કે સંસ્થા પણ આ કાર્ય માં મદદ રુપ થઈ શકે છે. આ માટે ગુજમોમ વેબ પર જો જરુર જણાય તો જાહેરાત પ્રસિધ્ધ પણ કરી શકાશે.

બનો ગુજમોમ મિત્ર- બાળ શુભેચ્છક  

વાચક મિત્રો માત્ર 2500 રુ.નું દાન અર્પીને પોતાના શિશુના નામે એક લેખ અર્પિત કરી શકે છે. ગુજમોમ તેના બાળ શુભેચ્છકોનું બહુમાન વિવિધ લેખ પર શિશુનો ફોટોગ્રાફ નામ સાથે સાઈડપેનલ પર વર્ટીકલ એડ બેનર દ્વારા કરશે. 



આપનું યોગદાન કેવી રીતે આપશો?
ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ
આપ અમોને આપનું યોગદાન ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા "Aalap creative communication" ના નામે આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશનના સરનામે મોકલી શકો.
અમારુ એકાઉન્ટ નં - 325120110000138
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
નેટબેંકીગ
અમારુ એકાઉન્ટ - નં - 325120110000138
બેંક IFSC : BKID0003251
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
સાઈટ સંચાલકનું સરનામું
આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન
201 – ક્રિશ્ના એપાર્ટમેંટ
પાર્ક કોલોની
જામનગર (ગુજરાત)
ફોન – 09825865669
Email : aalapcc@gmail.com

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...