પ્રિય મિત્રો,
આજે માણો સંબંધો વિશેની અક્ષરનાદ પર શરૂ થયેલ વિશેષ શ્રેણીની ત્રીજી પોસ્ટ....
સંબંધોમાં સમજણની ઉલઝન... - ડૉ. જગદીશ જોશી
ડૉ. જગદીશભાઈ જોશીનો અક્ષરનાદ પર સંબંધો વિશેનો આ ત્રીજો લેખ છે. આ પહેલા પણ 'તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે?' અને 'રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ' એ શીર્ષક હેઠળ તેમના બે લેખ પ્રસ્તુત થયેલા, એ જ અનુસંધાનને આજે આગળ ધપાવી રહ્યા છીએ. સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે એટલે પ્રસ્તુત વિષય પર લેખવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ તો ખરાં જ, સાથે સાથે યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધોના અનેક પાસાઓ અને પરિમાણો ચર્ચતી આ વાત એક શ્રેણી બનવા જઈ રહી છે. ગુજરાતી બ્લોગ જગત માટે આ એક અનોખો અને નવલો પ્રયત્ન છે જેમાં ઑનલાઈન બિહેવીયર કાઉન્સેલિંગ અને સંબંધોના આટાપાટાને સરળ રીતે સમજાવતી ફિલસૂફી ચર્ચાઈ રહી છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આ શ્રેણી પ્રસ્તુત થઈ રહી છે.
આશા છે આપને ઉપયોગી થશે...
Please consider the environment before printing this e-mail! |
The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment