[Gujarati Club] ૬૧ મો જન્મદિન

 

પ્રિય મિત્રો,



આપ સહુથી ઘણા સમયથી તન હારવાને કારણે દુર છું.જોકે, મન હજી હાર માનતું નથી. ગઈકાલે તા.૧૫-૦૫-૨૦૧૨ મારો ૬૧ મો જન્મદિન હતો.મારા ષષ્ટિપૂર્તિ  નિમિત્તે પ્રથમવાર લાઈવ આપ સહુની શુભેચ્છા ઈચ્છતો આ વિડિયો આપને કદાચ મારી યાદ તાજી કરાવે..!!


પતંગિયું. (ગીત)


ભૂલથી  મેં   એક,  પતંગિયું  પકડ્યું, કોપિત ચમન, આખેઆખું ગરજ્યું..!!
ઝાકળ   ઘસી તેજ  થૈ,  તેગ  શૂળની, ભોંકાય   ભીતર,  મન  મારું   કણસ્યું.

અંતરા-૧.

સુવાસ   રીસાઈ,  કુમાશ  ખીજાઈને,  સુકી  પાંદડી  તો પાછળ પડી,
ભરમાતાં, ડરતાં, રડતાંને સરતાં, કુસુમ અશ્રુ જોઈ, ઉર મારું કણસ્યું.
ભૂલથી મેં એક,પતંગિયું  પકડ્યું..!!

અંતરા-૨.

હચમચ્યાં  મૂળ ને, તમતમ્યા  છોડ,ગગન ભેદ ગર્જન, ધમધમાટ રોષ,
પંજો  ફેલાવી  થોર, મારવા ધસ્યા, વિકટ  રૂપ જોઈ,   રૂંવે રૂંવું  ભડક્યું.
ભૂલથી મેં એક, પતંગિયું  પકડ્યું..!!

અંતરા-૩.

ભમરા ભડક્યા  ને,રજ પરાગ ચીખી,શોરબકોર   સુણી,  મધમાંખો  ધખી,
ચહુ   કોર  ઘેરતી,  ડંખતી ને  દંડતી, વેદના  જાગી  તૈં, મન મારું સમજ્યું,  
ભૂલથી  મેં એક, પતંગિયું  પકડ્યું..!!

અંતરા-૪.

ભયભીત થૈ, ને પલ-પલ વિલયતું, છૂટવા  કાજે,  તે ફફડતું,  તરફડતું ,
અંતે   હારી - થાકી  શાંત  થૈ  જાતું, કકળાટ  જોઈ  મારું, કાળજું  કકળ્યું.
ભૂલથી મેં  એક, પતંગિયું  પકડ્યું..!!

માર્કંડ દવે. તા.૧૭-૧૦-૨૦૧૧.

PL.ALL FRIENDS CAN CONTACT ME ON


Mob: 09376913202

for book inquery.

THANKS.

MARKAND DAVE

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...