શ્રાદ્ધમાં શા માટે કાગડાઓને કરાવવામાં આવે છે ભોજન?
શ્રાદ્ધ પક્ષ પિતૃઓને પ્રસન્ન કરવાનો એક ઉત્સવ છે.
આ એક એવો અવસર છે જ્યારે આપણે ખીર-પૂરી વગેરે પકવાન બનાવી તેનો ભોગ આપણા પિતૃઓને અર્પિત કરીએ છીએ.
જેથી પિતૃઓ તૃપ્ત થઇને આર્શિવાદ આપે છે.
શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી પરંપરાઓ પણ આપણા સમાજમાં પ્રચલિત છે.
એવી જ એક પરંપરા છે જેમાં કાગડાને આમંત્રિત કરી તેમને શ્રાદ્ધનું ભોજન કરાવવામાં આવે છે.
તેનું એક કારણ એ છે કે હિન્દુ પુરાણોમાં કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે.
એવી માન્યતા છે કે ઇન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું રૂપ ધારણ કર્યું હતું.
આ કથા ત્રેતા યુગની છે જ્યારે ભગવાન શ્રીરામે અવતાર લીધો અને જયંતે કાગડો બની માતા સીતાને ઘાયલ કર્યા હતાં.
ત્યારે ભગવાન શ્રીરામે ઘાસના તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવી જયંતની એક આંખ ફોડી નાંખી હતી.
જ્યારે કાગડાના રૂપમાં આવેલા જયંતે માફી માંગી તો રામે વરદાન આપ્યું કે તને અર્પિત કરેલું ભોજન પિતૃઓને મળશે.
ત્યારથી શ્રાદ્ધમાં કાગડાઓને ભોજન કરાવવાની પરંપરા ચાલી આવી રહી છે.
આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને જ પહેલા ભોજન કરાવવામાં આવે છે.
No comments:
Post a Comment