[Gujarati Club] સુખની શોધમાં

 



------------------------------------------------------------------------





સુખની શોધમાં

 

સુખની શોધમાં ભટકું છું હું ......

મોટા છે બંગલા આકાશે ચૂમતા

ધનના ઢગલા તિજોરી ખુંદતા

નિશામાં નિંદર નિહાળું નાં હું .....સુખની શોધમાં ...

 

ભોજન થાળો જાણે કે અન્નકૂટ

મેવા મીઠાઈ સદા અખૂટ

સંતોષી રોટલો પામ્યો નાં હું.....સુખની શોધમાં ...

 

મોટર, મહેફિલ ને કૈંક દેશ

ઘડી ઘડીના અગણિત વેશ

મનની શાંતિ તરસ્યો છું હું ....સુખની શોધમાં ...

 

નાદાન બચપણ, ચંચલ જુવાની

વ્યથિત બુઢાપો અંતિમ નિશાની

મૃત્યુથી જીવન ઝંખુ છું હું......સુખની શોધમાં....


--
girish

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...