લૂગડાં ઉતાર અભિયાન?
"રાજનેતાઓ પણ સમાજનો જ હિસ્સો છે અને લોકો ગલી-મહોલ્લામાં જે ભાષામાં અન્યો અંગે કૂથલી કરતા હોય એ જ પ્રતિબિંબ નેતાઓની ભાષામાં પણ દેખાવાનું જ...! હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શશિ થરૂરના પત્ની અંગેના નિવેદનથી વિવાદમાં આવ્યા છે અને સામે મહિલા આયોગે તેમને 'વાનર' જેવા શબ્દપ્રયોગથી નવાજ્યાં છે. મહિલા આયોગની શરૂઆત બાદ ખુદ શશિ થરૂર, કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહ, ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને છેલ્લે-છેલ્લે ગુજરાત પરિવર્તન પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પણ મોદી અંગે `વાનર` જેવા ઉચ્ચારણો કર્યાં. શંકરસિંહ વાઘેલાએ મોદીને ચોર-માટીપગા કહ્યાં તો વાઘેલા બાદ વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે મોદીને કોઈના ઘર ભાંગનાર તરીકે નવાજી 'જેને મફતનો પ્રેમ કરવો હોય એને બીજાના પ્રેમનું મૂલ્ય શું હોય?' એમ જણાવી સીધેસીધા વ્યક્તિગત આક્ષેપો શરૂ કરી દીધા હતા. સ્થૂળ નજરે જોઈએ તો નરેન્દ્ર મોદી સહિત આ તમામ નેતાઓના નિવેદનો અયોગ્ય, અશોભનીય ગણી શકાય." (સૌજન્ય-(ગ્લોબલ ગુજરાત ન્યૂઝ-GNN http://goo.gl/SBtc5 )
<iframe width="420"height="315"src="http://www.youtube.com/embed/KYK6C3Z9T6E "frameborder="0" allowfullscreen></iframe>
(પણ, આ બધા લોહીઉકાળામાં આપણા ફાધરના કેટલા ટકા..! તેથીજ, એક ચોખવટ કે, આ સંવાદને ઉપરના `લૂગડાં ઉતાર અભિયાન` સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી માટે મહેરબાની કરીને કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)
====
" હે..ઠો ઉત..ર હેઠો, એય વાંઢા વાંદરા..! હેઠો ઉ..ત..ર..! અલ્યા, તને કહું છું ત..ને..એ..એ..એ..! મા..રો બે..ટો..ઓ, આપણી તો હામું ય નથી જોતો..! આ વાંદરાની સામે ગરજી-ગરજીને તો, મારા મોઢે પણ વાઢિયા પડી ગયા હવે..! ભક્તિભાઈ, આ વાંઢા વાંદરાનું શું કરશું, યા..ર?"
" વાત તો તમારી અડધી સાચી હોં..ઓં..! જોકે, મને નથી લાગતું, આ ઢાંઢો હજી વાંઢો હોય..! મારો વહાલો, ઝાડ ઉપર બેઠો-બેઠો આપણા જંગલરાજના સિંહરાજાની રોજ આડીઅવળી `ગિલ્લી` ઉડાડ્યા કરે છે પણ, આ શેખચલ્લી દિલ્લી-બિલ્લીનાં દિવા-સપનાંમાંથી જાગે તો આપણી સામે જુવે ને..! હું ય મુંઝાઉં છું, હવે તમે જ કાંઈ કરોને બખડજંતરભાઈ..!"
" એમ..! તમે બધાએ બહુ દા`ડે મારી મદદ માંગી? હવે જોઈ લો, આજે આ ભાયડાના ભડાકા..! તમે બધા એક બાજુ ખૂણે બેસી જાવ..! એં.., આ વાંદરો પહેલાં મારો ખાસ દોસ્ત હતો, એની તો રગરગથી હું વાકેફ છું, યાર..!
"બખડજંતરભાઈ, તમે વળી કયું જંતર વગાડવાના?"
" અલ્યા ડફોરો, તમને ખૂણો પાળવાનું કહ્યું, તોય વચ્ચે બોલ્યા? જાવ મારે કાંઈ નથી કરવું..! બીજાં પાંચ વરસ, પૂંછડી પગ વચ્ચે દબાવીને પગ ઘસ્યા કરજો, મારે શું?"
(બધા એકસાથે)
" બખડજંતરભાઈ, બખડજંતરભાઈ તમે સહુથી મોટા..આ..! તમે સહુથી મો..ટા..આ..આ..! એ..લા..વ, તમે બધા એકસાથે મોઢામાંથી ફા..ટોને..એ.., મોટા..તમે સહુથી મો..ટા..આ..આ?"
( બખડજંતરભાઈ, ઝાડ સામે ઊંચે વાંદરાને જોઈને..!)
" મિત્ર ભાઈલા વાંદરા, જો હવે હું કહું છું ને, એટલે એકદમ હેઠે ઊતર જોઉં..! એં જો, હવે તારું કોઈ નામ નહીં લે બસ..! (બધા સામે ખાલી-ખાલી આંખ પટપટાવીને..!) ખબરદા..ર, જો હવેથી આ વાંદરાને આપણામાંથી કોઈએ સતાવ્યો છે તો, મારી ખાસ ચડ્ડી-સેના બધાની વાંહે છોડી મૂકીશ..હા..આ..!"
"બખડજંતરસાહેબ, એ ચડ્ડીઓ તો ક્યારની ફાટી ગઈ અને સેના તો વિખરાઈ હોત ગઈ?"
" હેં..એં..એં..! સાલું, મને કહેતાય નથી? કશો વાંધો નહીં, મારી પાસે બીજા ઘણા રસ્તા છે..! ચાલ ભાઈ વાંદરા, મને એ બતાવ તો, તું પરણેલો છે કે વાંઢો? સાવ સાચું કહેજે હોં..ઓં, તને સ્વામી વિવેકાનંદના સોગન છે..!"
(ભક્તિભાઈ ના કાનમાં..! "સમ દીધા છેને..જો..જો..હવે તરત જવાબ દેશે હોં..ઓં..!")
(સંપૂર્ણ સન્નાટો?)
" ના બોલ્યોને..એ..! ભાઈ, તમે બખડજંતર છોને તો એ અવળચંડ છે ભા..ઈ..! જુઓ, જુઓ, પાછા આપણા સિંહરાજા હામું એણે ફરીથી દાંતિયા કર્યાં, જુ..ઓ, જુ..ઓ..!"
(ગળગળા સાદે..ભક્તિભાઈ..!) "ભાઈ વાંદરા, તું આ ખોટું કરી રહ્યો છે..તારે અમારી હામું જેટલા દાંતિયાં કરવાં હોય તે કર પણ, જંગલરાજનો સિંહ બોલતો નથી એનો મતલબ એ નથી કે, એ ભરઊંઘમાં છે..! જા, હું તને અભય વચન આપું છું કે, એક અબજ રૂપિયાની મૂલ્યની વાંદરી, તારી કોટે બાંધ્યા વિના, મારા માટે, હું એકપણ કુંવારી કન્યા જોવા નહીં જાઉં, બ..સ..! હવે તો માની જા ભાઈ..લા..!"
(એટલામાં, દિલ્લી રેડિયો પર, આજીવન શ્રીઠોકંઠોકવિજયસિંગની જંગલવાણી?)
" સાંભળો, સાંભળો, સાં..ભ..ળો..! આ વંઠેલા (વાંઢા?) વાંદરાને બરાબરનો પાઠ ભણાવવા, સિંહ તથા રાષ્ટ્રીય શિયાળ પરિવાર સહિત, અમે સહુ ટૂંક સમયમાં બંદરના નિવાસસ્થાન એટલે કે ઝાડ પાસે ભાષણ કરવા આવવાના છે, લાખોની પશુમેદની એકઠી કરવા, સહુને ઉપરથી શિયાળમાતાનો આદેશ છે. સહુ કોઈ અત્યારથી જ ધંધે લા..ગ..જો..ઓ..ઓ..!"
(રઘવાયા થઈને બધા આડાઅવળા દોડે છે?)
" અલ્યા, ગઘેડાઓ, તમારી દોડાદોડમાં મારા મોંઢાના વાઢિયાનો આ મલમ કોણે ધૂળ-ધૂળ કરી નાંખ્યો?"
(અજાણ્યો અવાજ..!)
" એ..જ લાગનો છે તું, હવે ખંજવાળ્યા કર બેઠો-બેઠો?"
" એ કયો, હહરીનો મારી વાંહે ભસ્યો?"
" સાહેબ, ચોક્કસ વાંદરો..! હી..હી..હી..હી..હી..!"
====
ANY COMMENT?
માર્કંડ દવે. તા.૦૯-૦૯-૨૦૧૨.
__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment