[Gujarati Club] ઘર ઘર

 


ગીત
 

ચાલ, મકાન મકાન રમીએ

ઘર ઘર  તો  નથી આવડતું  ચાલ, મકાન મકાન રમીએ,

બા બાપુ તો ઘરડાઘરમાં હવે એમના ફોટાઓને  નમીએ,

ચાલ, મકાન મકાન રમીએ,

 

ડોકટર નર્સના લાખ પ્રયાસે બાબાને ફુટતી નથી વાણી,

લબાચા  લઇ ગયા છે દાદી સાથે કરોડ કરોડ કહાણી,

હવે, ઘરનું  શિક્ષન આપે એવી  દુકાન  દુકાન  ભમીએ,

 ઘર ઘર  તો  નથી આવડતું  ચાલ, મકાન મકાન રમીએ,

 

અડધી અડધી રાત ભૂખે રહી હવે કોઈ જોતું નથી વાટ, આવ્યો બેટા !

કહી ખુશીની  ક્યાં કોઈ આપે છે સોગાત !

ખુશીની ખીચડીનો સ્વાદ પામવા હોટલ હોટલ જમીએ,

ઘર ઘર તો નથી આવડતું ચાલ,

મકાન મકાન રમીએ, બા બાપુની ચીજ વસ્તુ આજ

ઘરે બે ફોટા સાથે આવી, જાણી ઓળખી ઘરવખરીએ

છતદીવાલ સાથે રોકકળ મચાવી

સદગતના અસ્થિ લેવા શહેરના સ્મશાન સ્મશાન ભમીએ,

ઘર ઘર  તો  નથી આવડતું  ચાલ, મકાન મકાન રમીએ,


------------------------------------------------------------------------



__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...