[Gujarati Club] થોડાક શબ્દો

 



------------------------------------------------------------------------





થોડાક શબ્દો

 

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ, લગ્ન થાય છે

અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી,ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે!

 

ધુળ જેવી છે જીંદગી આપણી, આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર . !

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો .....

આખરે તો એ મા-બાપનેજ અનુસરશે !

 

બરફ જેવી છે આ જીંદગી ...જેનો ભુતકાળ પણ પાણી


અને ભવિષ્યકાળ પણ પાણી ...પ્રશ્નો તો રહેવાનાજ.

 

સુખી લોકોને પ્રશ્ન થાય કે, શું કરીએ તો ભૂખ લાગે,

અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે, ભૂખ તો લાગે છે, પણ શું કરીએ!

 

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે ...પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર, એકી સાથે ખરીદી ના શકે;

 

અને જે ખરીદી શકે છે, તે શેઠ તેને ઊપાડી ના શકે.

 

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે,

જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!!

 

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,

અને જો સંબંધો સાચા હોય,

તો એને સાચવવા નથી પડતા.

 

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,

માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે.

 

માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.

 

જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય!

 

જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,

 

પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની શોધમાં આખી જિંદગી વીતી જાય છે!

 

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે!

 

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દયમા ગુંજ્તા ગીતને જાણે છે,

અને એ જ ગીતને યાદ કરાવે છે જ્યારે તમે ગીતના શબ્દો ભુલી જાઓ છો.

 

અને છેલ્લે ....

શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય, તે મોત!

ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે, તે મોક્ષ!

--

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...