એક પત્ર, મને જ..! (ગીત)
વ્યર્થ જીવતરનો ભીતર રાગ તાણ્યો છે.
આજે મને જ, મેં એક પત્ર પાઠવ્યો છે.
૧.
જોને,ઉલેચાતી તું અને ખાલી થતો હું..!
એક-એક શબ્દ,આંસુ ભીનો ટાંક્યો છે.
આજે મને જ, મેં એક પત્ર પાઠવ્યો છે.
૨.
શ્વસન,ચિંતન,મનન,થાકી ગ્યા મારા ભૈ..!
ઠાંસી-ઠાંસીને મારો થાક ઠાલવ્યો છે.
આજે મને જ, મેં એક પત્ર પાઠવ્યો છે.
૩.
જિંદગી, ક્યાં...સુધી, આમ છેતરીશ મને?
રહી-રહી ને હવે, જીવનસાર લાધ્યો છે.
આજે મને જ, મેં એક પત્ર પાઠવ્યો છે.
૪.
તરડાતી કલમ અને બુઝાતી આ કસક,
રગ-રગ દાઝ્યાનો માંહી ડાઘ લાગ્યો છે.
આજે મને જ, મેં એક પત્ર પાઠવ્યો છે.
માર્કંડ દવે.તાઃ૧૯-૨-૨૦૧૩.
__._,_.___
| Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___


No comments:
Post a Comment