| સુવિચાર-30 દિવસમાં તંદુરસ્તી 30 દિવસમાં તંદુરસ્તી, 30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે * ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે. * તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે. * સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે. * થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે. * એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે. * ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો. * સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે. * પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે. * વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે. * ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે. * પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે. * સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે. * સમય ન વેડફો – મહામૂલી જણસ છે. * અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે. * દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે. * શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો. * વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી. * વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે. * ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે. * મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે. * ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે. * અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે. * સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે. * હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે. * તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે. * ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે. * રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે. દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.
------------------------------------------------------------------------
|
No comments:
Post a Comment