તે આંસુ ? (ગીત.)
કહે, પાનખર વરણા પ્રણયનો ડૂમો તે આંસુ ?
કે, ગોરંભાયેલા નયનનો તરજુમો તે આંસુ ?
૧.
અફાટ સમંદર જો ખળભળે છે ભીતર તો,
કહે, અભર દૂઝતો,દરદ-સભર હિંગળો તે આંસુ?
કે, ગોરંભાયેલા નયનનો તરજુમો તે આંસુ ?
હિંગળો = ક્ષાર-ખારાશ.
અભર = છલોછલ.
૨.
ખંડિત સપન થૈ જાગે,અખંડિત સાદ સૂકાંભટ તો,
કહે, કણસતી રાતે પડઘાતો પડઘો તે આંસુ ?
કે, ગોરંભાયેલા નયનનો તરજુમો તે આંસુ ?
સૂકાંભટ= સાવ સૂકું.
કણસાટ=કણસવું.
૩.
નમે ઘડીક તરે, હરીફરીને તરે - નમે તો,
કહે, પલક તરાપાનો અખંડ ઝૂલણો તે આંસુ?
કે, ગોરંભાયેલા નયનનો તરજુમો તે આંસુ ?
૪.
ઘાત-પ્રતિઘાત ધખે ભીતર, જો લાવા સમ તો,
કહે, અકરાંતિયા પ્રેમાંતનો મજમો તે આંસુ ?
કે, ગોરંભાયેલા નયનનો તરજુમો તે આંસુ ?
મજમો=મેળાવડો.
માર્કંડદવે.તાઃ૦૭-૦૪-૨૦૧૩.
__._,_.___
| Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___

No comments:
Post a Comment