Re: [Gujarati Club] અમૃત


u have writing words about DIKARI(daughter) send me i want to print in kankotri
--- On Tue, 5/3/13, girish bhatia <gmbhatia2001@yahoo.co.in> wrote:

From: girish bhatia <gmbhatia2001@yahoo.co.in>
Subject: [Gujarati Club] અમૃત
To: "gujarati club" <gujaraticlub@yahoogroups.com>
Date: Tuesday, 5 March, 2013, 10:34 PM




અમૃત


જે ઘડામાં અમૃત ભરવાનું હોય એ ઘડો જો પાકો ન હોય - તો અમૃત પણ ઢળે અને ઘડો પણ જાય





જૂના જમાનાની આ એક સત્ય વાત છે!


રાજસ્થાનના જયપુર શહેરમાં એક રાજવી ઘરાણાના કુંવરને એક શિક્ષક ભણાવતા હતા!


તેઓ ખૂબ જ પ્રામાણિકતાથી ભણાવતા.


જો વિદ્યાર્થી કંઇ ભૂલ કરે કે જે ગૃહકાર્ય કરવા આપ્યું હોય તે બરાબર ન કર્યું હોય તો ભણાવતી

વખતે કોઇક વાર પંદર મિનીટ તો કોઇકવાર અડધો કલાક એને પગ ઉપર ઊભો રાખી પાઠ પુરો કરાવતા.


શિક્ષા અને પરીક્ષાની એ ઘણી રીતો વાપરતા. આનાથી વિદ્યાર્થી સરસ રીતે તૈયાર થઇ જતો!


સમય જતા આ વિદ્યાર્થી કોઇએ એને દત્તક લેતા એક રાજ્યનો રાજા બન્યો!


જેવો એ રાજા થયો કે એણે પેલા શિક્ષકને બોલાવીને કહ્યું,


''હવે મારો વારો છે. તમે મને મારી ભણવામાં ભૂલચૂક થતા ઘણી શિક્ષા કરતા- મારતા બધું કરતા!

એક પગ પર મને કલાકો સુધી ઊભા રાખી શિક્ષા કરતા, તે વાત હું હજી ભૂલ્યો નથી!

મારી આંખોમાં આંસું આવી જતા.

ત્યારે પણ જ્યાં સુધી બરાબર પાઠ ન થતા, મને પાઠ પૂરો કરાવતા હતા.''

 

આ સાંભળી શિક્ષકે હસીને કહ્યું:


''તારે બદલો લેવો હોય તો લે.

પણ જો મને એ વખતે ખબર પડી હોત કે તું એક દિવસે રાજા થવાનો છે,

તો તો હું આના કરતા પણ વધારે શિક્ષા તને કરત અને શિસ્ત શિખવત!

મને ખબર નહિ કે તને આવી મોટી સત્તા મળવાની છે કે તું પ્રજાનો પાલનહાર બનવાનો છે.

જે ઘડામાં અમૃત ભરવાનું હોય એ ઘડો જ જો પાકો ન હોય તો અમૃત પણ ઢળે અને ઘડો પણ જાય''!
------------------------------------------------------------------------




No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...