***************************************************** દોસ્ત ફેસબુક પર મળવા કરતા કોકદી ફેસ ટુ ફેસ મળને, ટ્વીટર પર ટ્વિટ કરવા કરતા મળીને બાથ ભરને દોસ્ત. લોકોની ટીકા કરવા કરતા તારી બુરાઈ સામે લડને દોસ્ત, કોમ્પુટરને બદલે દિલથી કોઈ છોકરીના પ્રેમમાં પડને દોસ્ત. હળહળતું જુઠ્ઠું બોલતા પહેલા ક્યારેક ઈશ્વરથી ડરને દોસ્ત, પોતાનુંજ ઝુડ ઝુડ કરે છે ક્યારેક બીજાનુંય સાંભળને દોસ્ત. દરેક વખતે લીફ્ટને બદલે કોઈ વાર પગથીયા ચડને દોસ્ત, આવેલા મહેમાનોને ક્યારેકતો ઉભો થઈને પાણી ધરને દોસ્ત. હાથમાં હમેશા મોબાઈલને બદલે સારું પુસ્તક પકડને દોસ્ત , ઘરના બધા સાથે બેસીને કોઈ વાર પ્રેમથી વાતો કરને દોસ્ત. આખો દિવસ ગુગલ શું કરે છે? ઘરની બહાર નિકળને દોસ્ત, કુદરતમાં ખોવાઈને નવા સ્વરૂપે તું તનેજ ફરીથી જડને દોસ્ત
એક કડવી હકીકત : આ દુનિયામાં વસેલા લોકોની અલગ કહાણી છે: જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે; અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે! જીવન શું છે ? સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી ! જયારે દીવાલોમાં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે ; જયારે સંબંધોમાં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે! નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા કે "યાદ રાખતા શીખો. " અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે "ભૂલતા શીખો ! " જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા , ટેબલ પર ચાંદીની થાળી , અને ભોજનમાં Diet ખાખરા ! *****************************************************
------------------------------------------------------------------------
|
No comments:
Post a Comment