[Gujarati Club] ત્યારે પ્રોબ્લેમ થાય છે

 

          ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
 
પાણી વગર હોડી ના ચાલી શકે હકીકત છે
પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
પૈસા વગર સારી રીતે ના જીવાય હકીકત છે,
પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
કદરૂપતા માણસને નથી ગમતી હકીકત છે,
પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
સંબંધ વિના માનવી અધુરો છે હકીકત છે,
પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી હકીકત છે,
પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી હકીકત છે,
                          પણ કોઈ અધુરો  બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે

------------------------------------------------------------------------



__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...