ક્રોધ: એ મનનો કોઢ ક્રોધનો ઉદ્ભવ રજોગુણમાં --ગીતા
કોઈ ઉક્તિ સાંભળી હોય કે વાચી હોય અને જો ગમી જાય, સ્પર્શી જાય તો એને વહેચવાનો એક એવો અનેરો આંનદ આવે છે, બાકી કંદોઈ સાથે વાકું પડે તો મીઠાઈ જોડે ઝઘડાય નહી। દ્રષ્ટાંતો કોઈની માલિકીના નથી હોતા; આપણને જ્યાંથી મળ્યા હોય , અનુભવ્યા હોય, નિહાળ્યા હોય કે સાભળ્યા હોય એનો ઋણસ્વીકાર કરીને આગળ વધવું જોઈએ, ક્યાંથી મળ્યું છે એ દોહ્રાવવું જરૂરી નથી એ યાદ ન હોય તો વાત અલગ છે જ્યારે સંવાદ વિવાદનું સ્થાન લે અને વિખવાદ સર્જાય ત્યારે બન્ને વ્યક્તિ અત્યંત આક્રોશ અને ગુસ્સાથી રાતાચોળ બને અને ખબર જ ન પડે કે આમાં સાચું કોણ અને ખોટું કોણ ? અરે દર્પણ પણ સાચું ન બતાવે તેને પણ શરમ આવે અને હસે !
ક્રોધ માણસને વિભાજીત કરે છે કોનાથી વિભાજીત કરે છે ? માણસને માણસાઈથી વિભાજીત કરે છે, ઈશ્વરથી અલગ કરે છે અને એકબીજાને દુર રાખે છે જ્યારે પ્રેમ, સ્નેહ માણસને એકત્ર રાખે છે જો આવડે અને ઈચ્છે તો ?
સુફી સંત રાબિયાને એક વાર પૂછવામાં આવ્યું'તું કે "તમે કદી ક્રોધ અનુભવ્યો છે ? એને જવાબમાં કહ્યું કે " જે ક્ષણે હું ઈશ્વરને ભૂલું -મારી જાતને ભૂલું - એ ક્ષણે મને ક્રોધ આવે છે, ઈશ્વરના સ્મરણથી હું હરીભરી હોઉં છું ત્યારે ક્રોધને માટે જગ્યા જ નથી હોતી
ક્રોધનું મૂળ અહંકાર હું પણામાં છે કામ અને ક્રોધ રજોગુણોમાંથી ઉત્પન્ન થાય છે આપણે સંસારી માણસો રજોગુણી છીએ। આપણાં ક્રોધની પાછળ આપણો અહમ, આપણી ઈચ્છાઓ, વાસનાઓ ,આપણી જીદ, અણગમો , આપણોજ કક્કો સાચો ઠેરવવાની કોશિશ આગ્રહ અને વટના સાચા ખોટા ખ્યાલ, હુસાતુસી અદેખાઈ , સ્પર્ધા અને બધા સાથે ક્યાંક ને ક્યાંક ક્રોધ સક્ળાયેલો લ્પૈની બેઠેલો છે આપણે ક્યારેય વ્યક્તિ કે સબંધોનો ખ્યાલ નથી રાખતા અને ત્યારે જે ગુમાવીએ છીએ તેનો પસ્તાવો રહે છે ઘણા કહે " હું તો કોઈનું સાંભળુંજ નહી ,તરતજ રોકડું પરખાવી દઉં આપણે થોડા કોઈના ઓશિયાળા છીએ બીજા જોડે ગમે તે હોય , પણ મારી જોડે તો આવું ન જ ચાલે "
આવા ઉદગારોના મૂળમાં આપણાં વિશેનો આપણે જ બાંધેલો ખ્યાલ રહ્યો હોય છે અને આપણે મનમાં રચેલી મૂર્તિનું કોઈ ખંડન કરે ત્યારે, બાકી રહ્યું હોય તેમ ક્રોધ કરીને આપણે જ આપણાં ટુકડા કરી નાખતા લગીરેય વિચારતા નથી ક્રોધનું કામજ ખંડિત કરવાનું છે, ક્રોધ વ્યક્તિગત અને વ્યક્તિ માટે જ હોય છે અને સામુહિક પણ બાકી ક્રાંતિ અને બળવો કરવો એ વાત જુદી છે એમાં પુણ્ય પ્રકોપ હોય છે, ક્રોધ નથી હોતો ક્રોધમાં આક્રમણ જનુન હોય છે સામને ઉતારી પાડવાની વાત અને વૃતિ હોય છે
પ્રેમ કરી કોઈને વશ કરવાની વાત કોઈ શીખવતું નથી, જેને હસતા આવડે, હસી શકે અને રમુજ કરી શકે તે ક્યારેય ક્રોધ ન કરી શકે
મનડાની મિલકત - અંગારા , તણખો અને તેમાંથી પ્રગટે છે ચિનગારી
--
------------------------------------------------------------------------
__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment