કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,
અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે, ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવેછે, અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું,
ને બધાંને એમ કે હું ફાવી ગયોછું,
અહીં માણસમાં થી દોસ્ત નીકળી ગયો છે ને ધોળીયાનો સ્વભાવ બધાંને ભર્ખી ગયો છે, લાગણી વગરના માણસો સાથેફસાઈ ગયો છું,
ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,
એક ટાઇમ ખવું છું, ને ઓફીસ જાઉં છું, માણસ માંથી જાણે મશીન બની ગયો છું, આઝાદ ભારતમાં થી આહીં આવી ફરી ગુલામ બની ગયો છું,
ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
ભગવાન, થોડી જીંદગી બાકી રાખજેકે મારા દેશમાં મારેજીવવું છે, ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, ફરી સેવ ઉસળ પેટભરીને ઠોકવુંછે, બાઈક પર ત્રણ સવારી રખડવું છે,
ભગવાન, મારે ફરી PARENTS નો લાડલો બની જવું છે,
પોતાના લોકોથી છુટો પડી ગયોછું,
ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમછે કે હું ફાવી ગયો છું..
------------------------------------------------------------------------
__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment