[Gujarati Club] poetry

 

છેલ્લે તો આપણે બે જ હોઈશું !
 
 
ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ,
એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરીએ,
છેલ્લે તો આપણે  બે જ હોઈશું.
 
જે કહેવું હોય એ કહી લે,
જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં (ડેન્ચર–ચશ્માં) શોધવા
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 
હું રીસાઈશ તો તું મનાવજે,
તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 
આંખો જયારે ઝાંખી થશે,
યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે એકબીજાને એકબીજામાં શોધવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 
ઘુંટણ જ્યારે દુઃખશે,
કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 
'મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે,
આઈ એમ ઓલરાઈટ,'
એમ કહીને એકબીજાને છેતરવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.
 
સાથ જ્યારે છુટી જશે,
વીદાયની ઘડી આવી જશે,
ત્યારે એકબીજાને માફ કરવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું!
 
------------------------------------------------------------------------



__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...