------------------------------------------------------------------------
એક બહેન તો હોવી જ જોઈએ…
જો એક બહેન હોય…. તો જ સંવેદનાની અનુભૂતિ આવે
જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો
જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો
જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો
કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો
મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો
જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે
જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ ખાઈ લેતી હોય
જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે "મારો ભાઈ બાકી છે " એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય
તારો ભરોસો નહીં તેમ કહીં હમઉમ્ર બહેનપણીને ઘરમાં પણ ન આવવા દેતી હોય
બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે તો તમારા પર કાળકા થઈને વરસતી હોય
આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ દબાવી દેતી હોય
આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન તો હોવી જ જોઈએ.જો એક બહેન હોય…. તો જ સંવેદનાની અનુભૂતિ આવે
તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે
તો જ ઘરમા તમને સતત ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે
બહેન એ ક્યારેક દિકરી સમાન હોય છે તો ક્યારેક માં સમાન મોટી બહેનના હાલરડા સાંભળો તો એ મા થી કમ નથી હોતા અને નાની બહેનને ખોળામાં સુવડાવવાનો આનંદ એ દિકરીથી કમ નથી હોતો. રવિન્દ્રનાથ ટેગોર બહેનને જનનીની પ્રતિનીધી ગણાવે છે.
***************************
__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment