રાજનીતિનાં સત્ય વચન.
૧.રાજનીતિ એક અદ્ભુત કળા છે જેમાં, ગરીબના વોટ અને અમીરની નોટ મેળવી, બંને પક્ષોને એકબીજાથી રક્ષણ આપવાનું વચન અપાય છે. -ઑસ્કાર એમ રિંગર.
૨. રાજનીતિમાં વિરોધી સાથે તાલમેલ કરવામાં આવે છેકે," તું મારા માટે જુઠ્ઠું નહીં બોલે અને હું તારા માટે સાચું નહીં બોલું..!" - અડલાઈ સ્ટિવનસન.
૩. સાચો રાજનીતિજ્ઞ એજ છે જે, પોતાના હિત કાજે, તમારા જીવનનો ભોગ લે છે.- ટેક્સાસ ગુનન.
૪. હું એવા તારણ પર આવ્યો છુંકે, રાજનીતિ ખૂબ ગંભીર બાબત છે જે રાજકારણી માટે અનામત રાખવી જોઈએ. -ચાર્લ્સ દ ગોલે
૫. દેશની ચાવી રાજનીતિજ્ઞને સોંપવાને બદલે તાળું બદલી નાખવું વધારે ડહાપણભર્યું છે.- ડો લાર્સન.
૬. આપણે નાના ચોરને ફાંસી આપીએ છે અને મોટા ચોરને દેશની કચેરી..!- એસોપની ( ગ્રીક ગુલામ)
૭. કાયમ મંદબુદ્ધિ વ્યક્તિ દ્વારા, સજાના એક ભાગ રૂપે, રાજનીતિ કરી શકે તેવા હોશિયાર વ્યક્તિઓને સત્તા સોંપવામાં આવે છે.- પ્લેટો.
૮. રાજકારણીઓ બધે સરખા હોય છે, તેઓ ત્યાં બ્રિજ બાંધવાનું વચન આપે છે જ્યાં નદીનું નામનિશાન હોતું નથી..! -નિકીતા ખ્રુશ્ચેવ.
૯. હું જ્યારે નાનો હતો ત્યારે મને કહેવામાં આવતું કે, કોઈપણ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે, હવે હું તે બાબત સાચી માનવા લાગ્યો છું. - ઇરવિંગ સ્ટોન.
૧૦. રાજકારણી એવા લોકો હોય છે જે, અંધારમાં પણ આશાનું કિરણ શોધીને, તરત નવા અંધારાં ખરીદવા દોડી જાય છે. - જ્હોન ક્વિન્ટન.
૧૧. કોઈ રાજનીતિજ્ઞ નદીમાં તણાઈ જાય તે પૉલ્યુશન છે, પરંતુ તમામ રાજનીતિજ્ઞ નદીમાં તણાઈ જાય તે સૉલ્યુશન છે. - અજ્ઞાત.
૧૨. રાજનીતિનું સૌથી , મોટું સત્ય એછેકે, રાજનીતિમાં સત્યનું નામોનિશાન નથી.- અજ્ઞાત
====
Any Comment?
માર્કંડ દવે. તા.૦૮-૦૧-૨૦૧૪.
__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment