[Gujarati Club] Fw: [amdavadis4ever] મુંબઈના ડાન્સબારની અંદર - બહાર (છપ્પનવખારી)

 



On Friday, February 21, 2014 11:51 AM, Mukesh Pandya <mpandya46@yahoo.com> wrote:


On Monday, September 30, 2013 7:15 PM, Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in> wrote:
 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મુંબઈના ડાન્સબારની અંદર - બહાર (છપ્પનવખારી)


ઓગસ્ટ ૨૦૦૫માં બંધ થયેલા મુંબઈના ડાન્સબાર હવે સુપ્રીમની મંજૂરી બાદ ફરી ઝગારા મારશે. પ્રતિબંધ હતો ત્યારે મુંબઈમાં પોલીસની મીઠી નજર તળે ડાન્સબાર ચાલતા હતા. સુપ્રીમે મંજૂરી આપ્યા બાદ સૌથી મોટો ફટકો મુંબઈ પોલીસના ભ્રષ્ટાચારી અધિકારીઓને થતી કરોડોની ગેરકાયદે આવકને પડયો છે. ડાન્સબાર અને બારગર્લનું જગત જેટલું ઝગારા મારતું હોય છે એટલું જ ભેદી હોય છે. વાંચો એ ભેદી જગતની અજાણી વાતો
બારણું ખોલીને અંદર પ્રવેશતાં જ લાલ - પીળા રંગની લબૂકઝબૂક બત્તીઓ. અંદર પ્રવેશો એટલે બે ઘડી તો આંખો જ અંજાઈ જાય. આંખ થોડી ટેવાય ત્યાં ફોગમશીનમાંથી થોડી થોડી વારે ફૂંકાતા ધુમાડા. આસપાસ સંગીતનો તરખાટ એટલો કે અડોઅડ બેઠેલી વ્યક્તિ સાથે વાત કરવા માટે પણ કાન પાસે મોં લઇ જઇને મોટા સાદે કહેવું પડે. આ બધી ધમાલ વચ્ચે થોડીક યુવતી અને મહિલાઓ ઝગારા મારતાં કપડાંમાં ભરપૂર મેકઅપ ઓઢીને લટકાઝટકા કરતી હોય. સામે બેઠેલા પુરુષોમાંથી કોઈ ચલણી નોટ દેખાડીને ઈશારો કરે તો એ મહિલાઓ તે માણસ પાસે જાયએની આસપાસ હેલનની જેમ લટુડાપટુડા કરે અને પેલા માણસને શક્ય તેટલી વધુ ચલણી નોટો ફેંકવા રીઝવે. આ સીન છે મુંબઈના ડાન્સબારનો. ઓગસ્ટ ૨૦૦૫માં મુંબઈમાં ડાન્સબારને બારણે તાળાં લાગી ગયાં હતાં. હવે સુપ્રીમે ડાન્સબારને મંજૂરી આપ્યા બાદ ફરી બાર શરૂ થશે. બારમાં અંધારાં ઉલેચાશેરોશનીનાં ઘોડાપૂર ઉમટશે અને શીલા,ચાંદની, રોશની, પિન્કીની અદા પર ચલણી નોટોનાં બંડલ ઊડશે.
***
મુંબઈમાં ડાન્સબાર અને બારગર્લનાં મૂળિયાં તપાસીએ તો એનો ઇતિહાસ બહુ જૂનો નથી. ૧૯૭૦માં મુંબઈમાં શરાબના પીઠાઓમાં એટલે કે બીયર બારની અંદર વેઇટર સર્વિસ તરીકે યુવતીઓની સેવા શરૂ થઇ હતી. આ યુવતીઓ સાડી પહેરતી અને બારમાં આવેલા ગ્રાહકને શરાબ સર્વ કરતી. એ વખતે તેની ભૂમિકા માત્ર આટલી જ હતી. જેનો તેને દર મહિને પગાર મળતો હતો. ત્યારબાદ તેમની ભૂમિકા થોડી બદલાઇ. આ યુવતીઓ હવે ઓર્કેસ્ટ્રા સર્વિસ તરીકે બારમાં ગીત - ગઝલ ગાતી તેમજ હિન્દી ફિલ્મનાં ગીતો પર ડાન્સ કરતી હતી. બારમાલિકો જ યુવતીઓને ડાન્સ માટે પ્રોત્સાહિત કરતા અને ડાન્સ માટે પૈસા ચૂકવતા હતા. એ રીતે બીયરબાર ડાન્સબાર બનવા માંડયા હતા. ડાન્સબાર મુંબઈમાં પ્રચંડ હિટ ગયા હતા અને રાતોરાત એટલાં નાણાં તેના માલિકોને રળી આપતા હતા કે પછી તો એનું મશરૂમિંગ થયું અને ધાણી ફૂટતી હોય એ રીતે ટપોટપ ડાન્સબાર મુંબઇમાં ખૂલવા માંડયા હતા. ૧૯૮૪માં મહારાષ્ટ્રમાં નોંધણી પામેલા ડાન્સબારની સંખ્યા ૨૪ હતી. જે દશ વર્ષમાં ૨૦૦ને ટપી ગઇ હતી અને ૨૦૦૫ સુધીમાં તો મુંબઈમાં ૧૫૦૦ ડાન્સબાર હતા. જેમાં ૭૫,૦૦૦ બારગર્લ કામ કરતી હતી. ૨૦૦૫માં ડાન્સબાર પર પ્રતિબંધ મુકાયો હતો. હવે સુપ્રીમે ડાન્સબાર પરનો પ્રતિબંધ હટાવી લીધો છે અને એ ફરી શરૂ થવા જઇ રહ્યા છે ત્યારે ડાન્સબાર અને બારગર્લ્સનો કારોબાર કઇ રીતે ચાલે છે એના પર એક નજર.
ઇશારો ઇશારો મેં
ડાન્સબારની અંદર આખું ગણિત ઇશારા પર ચાલે છે. બારગર્લ ઇશારાની ભાષા જ સમજે છે અનેગ્રાહકે એ જ ભાષામાં વાત કરવી પડે છે. બારમાં એક બારગર્લ હિન્દી ફિલ્મના આઇટમ સોંગ પ્રકારનાં ગીત ગાતી હોય છે. બાકીની બારગર્લમાંથી કેટલીક એ તરજ પર ફિલ્મીઢબે નાચતી હોય છે તો કેટલીક સજીધજીને માત્ર ઊભી હોય છે. ગ્રાહક બે આંગળીઓ વચ્ચે ચલણી નોટ ભરાવીને કોઇ ચોક્કસ બારગર્લ તરફ ઇશારો કરે ત્યારે તે તેની પાસે જઇને થોડા નખરા દેખાડીને લઇ લે છે. આ સિલસિલો વાંરવાર ચાલે છેગ્રાહક દિલેર હોય તો રૂપિયાની નોટો ઉડાવે છે. કોઇ ગ્રાહક બારમાં નિયમિત આવે અને કોઇ ચોક્કસ બારગર્લ પર પાંચ - છ વખત પૈસા ઉડાવે એ પછી જ બારગર્લ ગ્રાહકને થોડો ભાવ દે છેએટલે કે થોડી રીઝે છે. બંને વચ્ચે પ્રાથમિક પરિચય થયા પછી સામાન્ય રીતે ગ્રાહક તરત બારગર્લનો મોબાઇલ નંબર માગતો હોય છેપણ બારગર્લ તરત નંબર નથી દેતી હોતી. એ થોડા વધુ પૈસા પોતાના પરઉડાવડાવે પછી જ ગ્રાહકને નંબર આપે છે. મોબાઇલ નંબર આપવાનું બારગર્લ પર નિર્ભર છે. એ ન પણ આપે. ગ્રાહકને નંબર આપવા માટે ગ્રાહક જ નહીંબારનો માલિક પણ બારગર્લ પર દબાણ ન કરી શકે. નંબરની આપ-લે પછી બંને વચ્ચે કોમ્યુનિકેશન શરૂ થાય છે. બારમાં મ્યુઝિક જ એટલું લાઉડ હોય છે કે બારની અંદર બંને વચ્ચે ખાસ વાત થતી નથી. ઉપરાંત અન્ય ગ્રાહકોને પણ સાચવવાના હોય છે તેથી બારની અંદરબારગર્લ કોઇ એક નિશ્ચિત ગ્રાહક પર ઓળઘોળ થતી નથી. એ તેને પરવડે પણ નહીં. બારગર્લ ગ્રાહકને મળવા પણ બારમાં પોતાની ડયૂટી પૂરી થયા પછી જ એટલે કે બાર બંધ થયા પછી જ જતી હોય છે. બંને વચ્ચે વિગતે રૂબરૂ વાત તો બારની બહાર જ થાય છે.
બારના કેટલાક નિયમો હોય છે. જેનું કોઇ દસ્તાવેજીકરણ થયેલું હોતું નથીપણ બારગર્લબારમાલિકો અને ગ્રાહકો એ નિયમો જાણતા હોય છે અને એનું પાલન કરતા હોય છે. બારની અંદર ક્યારેય સેક્સ થતું નથી. જો કોઇ એમ માનતું હોય કે ડાન્સબાર એટલે સેક્સના અડ્ડા તો એ ખોટું છે. સેક્સ તો બહુ દૂરની બાબત છે પણ જ્યાં સુધી ગ્રાહક અને બારગર્લ વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ ન હોય ત્યાં સુધી ગ્રાહક તેને ટચ પણ કરી શકતો નથી. પૈસા લૂંટાવતો હોય ત્યારે પણ નહીં. બારગર્લ અને ગ્રાહક બંને એકબીજાંને સારી રીતે ઓળખવા માંડયા હોય એ પછી જ બારગર્લ કેટલીક અશ્લીલ ન હોય એવી છેડછાડ મંજૂર કરે છે. કોઇ ગ્રાહક ક્યારેક બારગર્લની છેડતી કરે કે એલફેલ બોલે તો બારમાલિકે બેસાડેલા બાઉન્સર્સ એટલે કે પહેલવાનો કોલર પકડીને તેને બહાર મૂકી દે છે. બારગર્લ્સ બારની કીમતી એસેટ્સ હોય છેઅને તેને કોઇ તકલીફ ન પડે એ જોવાની જવાબદારી બારમાલિકની હોય છે.
બારગર્લને માટે ઝેર કરતાં પણ ઝેરી શબ્દ છે પ્રેમ. બારગર્લ ક્યારેય કોઇ પુરુષને પ્રેમ નથી કરતીએ પૈસાને જ પ્રેમ કરે છે. બારગર્લની દુનિયા જ એવી હોય છે કે એમાં પ્રેમ તેને પરવડે નહીં. જે બારગર્લ પ્રેમના ચક્કરમાં પડે છે તેને પછી ભૂખે મરવાનો વારો આવે છે. બારગર્લ પર ચિક્કાર પૈસા ઉડાવનારા દરેક ગ્રાહકનો ટાર્ગેટ સેક્સ હોય છે. બંને જણાં એ વાતથી વાકેફ હોય છે. ગ્રાહકને સેક્સ સુધી પહોંચતા પહેલા બારગર્લ જેટલો લલચાવી શકે એટલું વધુ કમાય છે. ગ્રાહક તેના પર નિયમિત રીતે ખૂબ પૈસા ઉડાવતો રહે એ પછી જ બારગર્લ એની સાથે નાઇટઆઉટ માટે જવા તૈયાર થાય છે. બારગર્લના સેક્સ માટેના ભાવ અલગ અલગ ગ્રાહકો માટે અલગ અલગ હોય છે અને એ કલાક પર આધારિત હોય છે. કલાકનો ભાવ અમુક હજારોથી માંડીને લાખો સુધી પહોંચતો હોય છે. ગમે એટલી તગડી ઓફર હોય તો પણ કોઈ બારગર્લ બારમાં પોતાના ડયૂટીઅવર્સ છોડીને જતી નથી.
બારગર્લ્સ ક્યારેય કોઈ એક બાર સાથે બંધાયેલી હોતી નથી. ૯૦ ટકા બારગર્લ્સ મુંબઈના વિવિધ બારમાં સર્વિસ આપે છે. બારગર્લ પોતાની ઇચ્છા થાય ત્યારે બાર બદલે છે. કોઇ બારમાલિક તેને રોકી શકતો નથી. બારગર્લ જ્યારે કોઇ નવો બાર પકડે છે ત્યારે ત્યાંના ગ્રાહકોનો ગ્રેડ તો જુએ જ છે સાથોસાથ બારમાલિકના પોલીસ સાથે કેવા સંબંધ છે એ પણ જુએ છે. પોતે છોડેલા બારની વિગતો મોટે ભાગે કોઇ બારગર્લ લિક કરતી નથી કે એના વિષે ખરાબ બોલતી નથી. ગેરકાયદે ચાલતા ધંધામાં પણ પ્રોફેશનલ એથિક્સ હોય છે.
મુંબઈના ઉપનગર મલાડનો માલવણી વિસ્તાર, મુંબઈને અડીને આવેલો થાણેનો મીરા રોડ તેમજ ચેમ્બુરમાં બારગર્લ્સની વસતી છે. સૌથી વધુ બારગર્લ્સ મીરા રોડમાં રહે છે. મોટા ભાગની બારગર્લ્સ તેના કુટુંબની ઘરધણી હોય છે એટલે કે તેનું કુટુંબ બારગર્લની કમાણી પર જ નભતું હોય છે. કોઇ બારગર્લ મોજથી આ કામ નથી કરતી હોતીમજબૂરીથી જ તે આ કામમાં જોતરાય છે. બારગર્લ તરીકે કામ કરતી યુવતી અને મહિલાઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, મધ્યપ્રદેશ, બંગાળ તેમજ મહારાષ્ટ્રનાં અંતરિયાળ ગામોની હોય છે. કેટલીક એવી જાતિઓ છે જેની યુવતીઓ ખૂબ સાહજિક રીતે આ કામમાં જોતરાય છે. જેમ કેકાલબેલીયા, કંજર, નટ, કલાવંત, કબૂતરે વગેરે. નાચવું તેમના માટે પરંપરાગત પેશો છે. બારગર્લના નામ ક્યારેય સાચા નથી હોતા. ચાંદની, રોઝી, રોશની, ટીના, શબનમ જેવાં 'ડમી નામ' એ ધરાવે છે. ક્યારેક તો અલગ અલગ બારમાં તેના નામ પણ અલગ હોય છે. માત્ર નામ જ નહીં પણ તેના બર્થ ડે પણ એક કરતાં વધારે હોય છે. જેથી તેના અલગ અલગ દીવાનાઓ પાસેથી વાંરવાર ગિફ્ટ મેળવી શકે.
બારમાલિક અને બારગર્લ વચ્ચે હિસાબનો ૬૦ - ૪૦નો રેશિયો હોય છે. બારમાં ગ્રાહક જેટલા પણ પૈસા કોઈ બારગર્લ પર ઉડાવે એમાંથી ૬૦ ટકા માલિકને મળે છે અને ૪૦ ટકા નાણાં બારગર્લને મળે છે. લાખો રૂપિયા એક રાતમાં ઊડે તોયે હિસાબ ચોખ્ખો રહે છેકારણ કે આ અનઓર્ગેનાઇઝડ કારોબાર વિશ્વાસ પર જ ટકેલો હોય છે. ડાન્સબાર પર ૨૦૦૫માં પ્રતિબંધ મુકાયો એ પછી બાર પોલીસના નાક નીચે જ ચાલતા હતા. હવાલદારથી લઈને પોલીસ ઇન્સપેક્ટર સુધીના પોલીસકર્મીને એનો હપ્તો મળતો હતો. રુશવતખોર ઇન્સપેક્ટરની હદમાં છ-સાત બાર હોય અને તે નાઇટડયૂટી પર હોય તો માત્ર એક જ રાતમાં તે વીસ - પચ્ચીસ હજાર રૂપિયાનો હપ્તો મેળવી લેતો હતો. જે પોલીસ અધિકારી હપ્તા લેતો હોય એની જવાબદારી બને કે તેનો ઉપરી અધિકારી રાઉન્ડ પર નીકળવાનો હોય તો એ ખબર બાર - સરકીટમાં લીક કરે. બાર ચલાવનારાઓનું નેટવર્ક પણ ઇન્ટરનેટ જેવું ઝડપી અને તગડું હોય છે. પોલીસેકોઇ એક બારમાં દરોડો પાડયો હોય તો એની બીજી જ મિનિટે મુંબઇના તમામ બારમાં મેસેજ ફરી વળે કે 'સેક્શન ટાઇટ' છે. તેથી બાકીના તમામ બાર સાવધાન થઇ જાય છે. પોલીસ જ્યારે રાઉન્ડ પર નીકળે ત્યારે બારવાળાઓની સાંકેતિક ભાષામાં 'સેક્શન ટાઇટ છે' એમ કહેવાય છે. બારચાલકોના મજબૂત નેટવર્કિંગને લીધે જ પોલીસ મુંબઈના બારમાં એક રાતમાં બેથી વધુ બારમાં દરોડા પાડી શકતી નહોતી. અલબત્તઆ વાત ડાન્સબાર પર પ્રતિબંધ હતો ત્યારની છે. હવે પ્રતિબંધ નથી.
અન્ના કહેવાતા દક્ષિણ ભારતના શેટ્ટી, પૂજારી અને ગૌડા લોકોનો બારના કારોબારમાં મુંબઈમાં દબદબો છે. એક એવરેજ પ્રકારનો બાર પણ એક રાતમાં એકથી દોઢ લાખ કમાઈ જાય છે. આના પરથી અંદાજ માંડી શકાય છે કે આ કારોબાર કેટલા કરોડોનો હશે! વિવાદોમાં સંડોવાયેલી કરોડપતિ બારગર્લ તરન્નુમ સિવાય પણ મુંબઈમાં એવી કેટલીય બારગર્લ છે જેણે ધૂમ કમાણી કરીને મુંબઇમાં પોતાના ઘરનાં ઘર બાંધ્યાં હોય.
જે કારોબારમાં દલ્લો મોટો હોય ત્યાં અન્ડરવર્લ્ડનો પગપેસારો થઈ જ જાય છે. ૯૦ના દાયકામાં અશ્વિન નાઇક અને અરુણ ગવળી સહિત મુંબઈના ઘણાંય ડોન બારમાલિકો પાસેથી ખંડણી વસૂલતા હતા. કેટલાય બારમાલિકો વીંધાઈ પણ ગયા હતા. માફિયાઓ કેટલાક બારમાલિકોસાથે મળીને પાર્ટનરશિપમાં બાર પણ ચલાવતા હતા. અન્ડરવર્લ્ડ, રાજકારણીઓની ઘણી કાળી કમાણી ડાન્સબારમાં ઇન્વેસ્ટ થઇ હતી.
શહેરમાં જેમ ચોક્કસ રેસ્ટોરાં ચોક્કસ ડિશ માટે જાણીતી હોય એ રીતે મુંબઈના કેટલાક બાર પણ આગવી વિશેષતા ધરાવતા હતા. જેમ કેદક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ ઇલાકામાં આવેલો ટોપાઝ બાર મોડેલ જેવી દેખાતી મોડર્ન બારગર્લ્સ અને ડાન્સરો માટે જાણીતો હતો. ભૂતિયા સ્ટેમ્પ પેપર કેસના આરોપી અબ્દુલ કરીમ તેલગીએ ટોપાઝ બારમાં એક રાતમાં ૯૦ લાખ રૂપિયા ઉડાવ્યા હતા. ગ્રાન્ટ રોડની નજીક કોલાબા ઇલાકામાં આવેલો બ્લૂ નાઇલ બાર સ્ટ્રીપ ટીઝ ડાન્સ માટે બદનામ હતો. જેમાં ડાન્સર પોતાના અંગ પરનાં એક પછી એક કપડાં ઉતારે છે. ત્યાં વિદેશી લોકો ખૂબ આવતા હતાદાદરનો બેવોચ બાર અને કરિશ્મા બાર નવી બારગર્લ્સને ઇન્ટ્રોડયુસ કરવા માટે જાણીતો હતો. જુહૂનો દીપા બાર કરોડપતિ બારગર્લ્સ માટે જાણીતો હતો. વિવાદાસ્પદ બારગર્લ તરન્નુમ સહિત અનેક ધનિક બારગર્લ ત્યાં ડાન્સ કરતી હતી.
જો કોઈ એમ માનતું હોય કે ૨૦૦૫માં પ્રતિબંધ મુકાયા પછી મુંબઈમાં ડાન્સબાર બંધ થઇ ગયા હતા તો એ ભ્રમમાં છે. પ્રતિબંધ મુકાયા પહેલાં જે ડાન્સબાર ખુલ્લેઆમ ચાલતા હતા તે પ્રતિબંધ મુકાયા પછી બંધ બારણે ચાલતા હતા. પોલીસના નાક નીચે અને પોલીસની લાંચ લઝરતી જીભ નીચે ચાલતા હતા. પોલીસના આંકડા જ એ વાતના પુરાવા છે. મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાન્ચ એટલે કે સમાજસેવા શાખાએ છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૧૫ બાર પર કાર્યવાહી કરી હતી. જેમાં ૯૫૯ મહિલાઓ સહિત ૨૯૧૨ લોકોની ધરપકડ થઇ હતી. વર્ષ ૨૦૧૧માં સોશિયલ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વસંત ધોબળેએ ૧૩૨ બાર પર દરોડા પાડીને ૬૦૪ બારગર્લને પકડી હતી. જે રીતે ગુજરાતમાં શરાબ પર પ્રતિબંધ હોવા છતાં બૂટલેગરો બોટલની હોમ ડિલિવરી પૂરી પાડે છે એ રીતે પ્રતિબંધ હોવા છતાં મુંબઈમાં બારમસ્તી તો ચાલુ જ હતી. પ્રતિબંધ પછી જે ડાન્સબાર મુંબઈમાં પડદા પાછળ ચાલતા હતા એના પરથી હવે પડદો હટી જશે. આમાં સૌથી મોટું નુકસાન તો ખાયકી કરનારાપોલીસોને જ થશે. પ્રતિબંધ મુકાયા પછી પણ મુંબઈમાં ૩૨૫ જેટલા બાર સ્લીપર સેલની જેમ સક્રિય હતા. જેમાં ૨૨,૦૦૦ જેટલી બારગર્લ્સ સક્રિય હતી. પ્રતિબંધ મુકાયા પછી મુંબઈમાં ઘણા ડાન્સબારરેસ્ટોબાર(એટલે કે રેસ્ટોરાં કમ બાર)ઓર્કેસ્ટ્રા બાર(એટલે કે જ્યાં શરાબની સાથે માત્ર સંગીત પીરસાતું હોય) કે માત્ર શરાબ પીરસતા બીયરબારમાં ફેરવાઇ ગયા હતાપરંતુ ત્યાં રાતના બાર કે એક પછી રાતરાણીની જેમ બારગર્લ્સ ઊતરી આવતી અને એ બાર ડાન્સબારમાં ફેરવાઇ જતા. આનું કારણ એ છે કે ગ્રાહકોને બારમાં ખેંચી લાવનારું ચુંબકીય તત્ત્વ બારગર્લ્સ છે તેથી બારગર્લ્સ ન હોય તો એ બાર ચલાવનારાઓને પરવડે એમ નહોતું.
ડાન્સબાર પરથી પ્રતિબંધ હટાવવાના મામલે સુપ્રિમ કોર્ટ પાસે સરકારી વકીલની કેટલીક પાયાની દલીલો નબળી પડી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઇની કેટલીક સ્ટાર કેટેગરીની હોટેલમાં બાર ડાન્સર નાચે છે. એ હોટેલોની તરફેણમાં અને ડાન્સબારની વિરોધમાં દલીલ કરતાં સરકારી વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે 'સ્ટાર કેટેગરીની હોટેલમાં ડાન્સર પોતાના ભરણપોષણ માટે ડાન્સ કરે છેજ્યારે કે ડાન્સબારમાં ડાન્સર ગેરકાયદે કામ કરે છે.' સુપ્રિમને આ દલીલ ગળે ઉતરી ન હતી.
વળી, સરકારી વકીલની એ દલીલ પણ સુપ્રીમને ગળે નહોતી ઉતરી કે 'સ્ટાર કેટેગરીની હોટેલમાં ગુણવત્તાના ધોરણ જળવાયેલા હોય છે તેમજ શિષ્ટાચાર હોય છે. જ્યારે કે ડાન્સબાર ઉતરતા સ્તરના હોય છે.સુપ્રિમ કોર્ટે આ દલીલોને ફગાવતાં કહ્યું હતું કે 'શિસ્ત વર્તણૂક માત્ર ઉપલા વર્ગનો જ ઇજારો નથી અને દુરાચરણ માત્ર નીચલા વર્ગમાં જ જોવા નથી મળતું. સ્ટાર કેટેગરીની હોટેલની સરખામણી ડાન્સબાર સાથે કરીને શીષ્ટાચારને ન મૂલવી શકાય.'
ડાન્સબાર પર પ્રતિબંધ હતો ત્યારે બીયર બારના બેનર તળે ચાલતા ગેરકાયદે ડાન્સબારમાં કેવિટિ બનાવવામાં આવતી હતી. કેવિટિ એટલે એવો ખુફીયા અંધારીયો રૂમ કે જ્યારે પોલીસ દરોડો પાડે ત્યારે નાચગાના કરતી બારગર્લ્સને દોડાવીને એમાં ધકેલી દેવામાં આવે. કેવિટિ મોટી સાઇઝના બાથરૂમ જેવી હોય છે. જેમાં પંદર - વીસ બારગર્લ્સને ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે છે. કેવિટિમાં ન તો લાઇટ હોય છે કે ન કોઇ બારી. બારમાં કેવિટિ એવી રીતે બનાવવામાં આવે છે કે એનો બહારથી ખ્યાલ પણ ન આવે. જેમકે, બહાર ફ્રીજ પડેલું હોય ને દરવાજો ખોલતાં એમાંથી રૂમ નીકળેશરાબની લાઇનબંધ બોટલોનો ઘોડો ઘુમાવો એટલે પાછળથી કેવિટિ નીકળે. બારમાં સોફા પડેલો હોય પણ સોફાને ફોલ્ડ કરવામાં આવે તો એમાંથી કેવિટિનો દરવાજો નીકળે જે ભોંયરામાં જતો હોય. ડાન્સબાર માલીકો સ્પેશ્યલ આર્િકટેક્ટ અને ઇન્ટીરીયર ડીઝાઇનરને રોકીને કેવિટિ ડીઝાઇન કરાવતા હતા.
મુંબઈમાં ડાન્સબાર પર પાબંદી હતી ત્યારે પડદા પાછળ એ કઈ રીતે ચાલતા એ સગવડ પણ સમજવા જેવી છે. પ્રતિબંધ મુકાયા પછી ચાલતા ઘણાં ઓર્કેસ્ટ્રા બાર મોડી રાતે ડાન્સબારમાં ફેરવાઇ જતા હતા. ઓર્કેસ્ટ્રા બારમાં સંગીત પ્રસ્તુત કરવા માટે ચાર મહિલાઓની મંજૂરી હતી. જે મંચ પરથી ગઝલ કે ગીતો ગાઇ શકતી હતી. તેમને નાચવાની કે અન્ય કોઇ હરકતની મંજૂરી નહોતીપરંતુ આ તો માત્ર નિયમ પૂરતું કે સેક્શન ટાઇટ હોય એ પૂરતું. સેક્શન ટાઇટ ન હોય ત્યારે ચારને બદલે દસથી પંદર મહિલાઓ ગ્રાહકોનું મનોરંજન કરતી હતી. એ પણ માત્ર સંગીત ગાઈને નહીં પણ બાકાયદા બારગર્લ્સની જેમ. ગયા વર્ષે મુંબઈમાં એસીપી વસંત ધોબળેની રાડ પડતી હતી ત્યારે ઓરકેસ્ટ્રાબારવાળાઓએ નવું તિકડમ ચલાવ્યું હતું. નિયમ મુજબ બારમાં માત્ર ચાર જ ગર્લ્સ રાખવામાં આવતીપરંતુ એ ચાર બારગર્લ્સ નિશ્ચિત સમયે બદલાયા કરતી અને સંગીત ખુરશીની જેમ તેમનું સ્થાન અન્ય બારગર્લ્સ લઇ લેતી. જેને 'ડમી બારગર્લ્સ' કહેવામાં આવતી. દરેક બાર સાથે ઓછામાં ઓછી વીસ બારગર્લ્સ સંકળાયેલી રહેતી. તેથી દરેકને મહેનતાણું મળી રહે ને ગ્રાહકોને વેરાયટી મળી રહે એટલે ડમી સીસ્ટમ ઊપજાવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ભલે મંજૂરી આપી દીધી પણ મુંબઈમાં ડાન્સબાર ખૂલતાં હજી ઘણો વખત લાગશે. બારમાલિકોનું માનવું છે કે બાર ફરી શરૂ થાય એ આડે મહારાષ્ટ્રના નેતાઓ અડચણ ઊભી કરશે. વળીકેટલાય બારમાલિકોએ ૨૦૦૫ પછી અન્ય વ્યવસાય શરૂ કર્યા હતા તેથી એ પોતાનો ડાન્સબાર શરૂ કરશે કે કેમ એ એક સવાલ છે. સૌથી પાયાની વાત એ કે બાર શરૂ કરવા માટે ૧૮ લાઇસન્સ મંજૂર કરાવવાં પડે છે. જેમાં પોલીસ લાઇસન્સ, રાજ્ય એક્સાઇઝ લાઇસન્સ, સુધરાઈના આરોગ્ય વિભાગનુંલાઇસન્સસુધરાઈના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગનું લાઇસન્સફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનનું લાઇસન્સફાયરબ્રિગેડ તેમજ ટ્રાફિક પોલીસનું નો ઓબ્જેક્શન ર્સિટફિકેટ તેમજ શરાબ સેવા લાઇસન્સ. ઉપરાંતસર્વિસ ટેક્સ અને સેલ્સટેક્સ પણ ચૂકવવો પડે છે. આ તમામ પરવાના મેળવવા માટે ખૂબ ખાયકી ખવરાવવી પડે છે.
tejas.vd@gmail.com




__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...