નવજાત શિશુ સંભાળ અંગેની કેટલીક સર્વ સામાન્ય ગેરમાન્યતાઓ
1.નવજાત શિશુને કમળો થાય તો માત્ર સૂર્ય પ્રકાશમાં રાખવાથી તે મટી જાય છે.
હકીકત – નવજાત શિશુઓમાં જોવા મળતો સામાન્ય કમળો(un conjugated hyper billirubinemia) 70%થી વધુ શિશુઓમાં જોવા મળે છે. મહદ અંશે શિશુઓ પોતાની શારીરીક ક્રિયાઓ દ્વારા જ આ કમળા પર કાબુ મેળવી લેતા હોય છે.પરંતુ આમાંથી ફોટો થેરાપી કે લોહી બદલવા જેવી સારવાર માત્ર 30% શિશુઓમાં જરુરી બને છે. આ શિશુઓમાં કમળાનું પ્રમાણ જોખમી બને તે પહેલા કાબુમાં લેવુ જરુરી છે. આ માટે જરુરી અલ્ટ્રાવાયોલેટ કિરણો ખાસ પ્રકારની બ્લુ લાઈટ દ્વારા માત્ર ફોટોથેરાપીની મદદથી આપી શકાય છે. સૂર્યપ્રકાશમાં અલ્ટ્રા વાયોલેટ કિરણો હોવા છતા તે સારવાર માટે જરુરી માત્રા માં હોતા નથી આથી કોઈ ખાસ ફાયદો થતો નથી. વળી સૂર્યપ્રકાશ આપવા માટે જો શિશુને ખુલ્લુ રાખવામાં આવે તો તે ઠંડુ પડી જવા સંભવ છે અને આથી વિપરીત જો વધુ ગરમી લાગશે તો પણ શિશુની ત્વચાને નુકશાન થશે અથવા પાણી ઘટી જવાનું પણ જોખમ રહેલુ છે
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
No comments:
Post a Comment