[Gujarati Club] કાંગારુ માતૃ સુરક્ષા

 


અધૂરા મહિને અવતરેલા ઓછા વજન ના નવજાત શિશુઓને જન્મ પછી તેમનું શારીરીક તાપમાન જાળવવામાં અનેક તકલીફો પડે છે. જો તાપમાન ન જળવાય તો તેમનો વૃધ્ધિ અને વિકાસ અટકી જાય છે અને ઘણા કિસ્સામાં ઠંડીને લીધે ચયાપચયની ક્રિયા મંદ પડી જવાથી અનેક ગંભીર અસરો જોવામળે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારૂનુ શિશુ પણ ખૂબ ઓછા વજન સાથે જન્મે છે પરંતુ માતાની ખાસ કોથળીમાં તેનો ઉછેર થાય છે. આ કોથળીમાં સતત માતાના પેટ ની ત્વચાના સંપર્કમાં રહેવાથી શિશુનું તાપમાન જળવાય છે અને કોથળીમાં જ સ્તનપાન કરી શિશુ પોષણ મેળવે છે. વળી આ કોથળીમાં રહેવાથી તેનુ અન્ય પ્રાણીઓ થી રક્ષણ પણ થાય છે. પ્રકૃતિના આ ઉત્ત્મ ઉદાહરણમાંથી શિક્ષા લઈ મનુષ્યમાં પણ અધૂરા મહિને જન્મેલા કોમળ પણ અપોષિત બાળકોને ત્વચા થી ત્વચા ના સંપર્કથી તાપમાન જાળવી રક્ષણ આપવાની પધ્ધતિ ને કાંગારુ માતૃ સુરક્ષા કહે છે. 
read more: 

કાંગારુ માતૃસુરક્ષા

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog

__._,_.___

Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...