[ફન ફોર અમદાવાદી ગુજરાતી] એવાય કંઇક મીઠાંબોલા છે માનવીઓ જોજે પ્રભુ! તને પણ એ છેતરી જવાના..??!!!!

એવાય કંઇક મીઠાંબોલા છે માનવીઓ જોજે પ્રભુ! તને પણ એ છેતરી જવાના

hashya lekh બેદિવસ પહેલા માણસની સેલ્ફિશનેસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું, તે દિવસે મહાશિવરાત્રિ હોવાથી પત્નીએ સાત વાગ્યામાં મારા ઉપરથી ગોદડું ખેંચીને કર્કશ અવાજે કહ્યું કે ઊઠો, આમ ભૂંડની માફક ઘોરો છો તે, અચાનક મારું ગોદડાંહરણ થવાથી ટાઢનો માર્યોહું પથારીમાં ટૂંટિયું વાળી ગયો. મારા ગોઠણને ગાલ સુધી લાવીને બંધ આંખે એટલું માંડ બોલી શકયો કે મને સૂઇ રહેવા દે તો તારું શું જાય છે? પત્ની ગોદડું સંકેલતા બોલી કે આજે મહાશિવરાત્રિ જેવો તહેવાર છે અને કામવાળીએ મારી રજા લીધા વગર રજા રાખી છે.


ઘડીક તો મને વિચાર આવ્યો કે જો હું મહાદેવની માફક ત્રીજંુ નેત્ર ખોલી શકતો હતો તો અત્યારે જ પથારીમાં પડયો પડયો ખોલી નાખું. ભગવાન શંકરે ત્રીજી આંખ ખોલીને કામને બાળ્યો હતો હું કામવાળીને બાળી નાખું કારણ અમારી કામવાળી વરસમાં બે-ત્રણ વખત પગાર વધારો માગે છે. જયાં સુધી પગાર ન વધારી આપીએ ત્યાં સુધી કામમાં વેઠ ઉતારે, વારંવાર રજા રાખે, કામવાળી પત્નીને કનડે, પત્ની મને કનડે, પણ હું બેમાંથી એકને પણ કનડી શકતો નથી.


મેં મહાદેવના ગણ જેવું મોઢું કરીને કઠણ હૃદયે પથારીત્યાગ કર્યો. મને ખાવું ગમે એટલું નહાવું ન ગમે છતાં નાછૂટકે નાહીં નાખ્યું. હું રુંસડાવાળા ટૂવાલથી રુંસડાવાળું શરીર લૂછતો હતો ત્યાં પત્ની મારા હાથમાં થેલી પકડાવતાં બોલી કે મોટી શાક માર્કેટથી બે કિલો શક્કરિયાં લઇ આવો. આજે તમારે પણ ઉપવાસ કરવાનો છે. વળતાં આવો ત્યારે મહાદેવને માથું નમાવતા આવજો અને શાકવાળો કેવા શક્કરિયા આપે છે એ જોજો, બોઘાની જેમ ઊભાં રહેતા નહીં. હું શક્કરિયા ગ્રહણ કરીને મંદિર પહોંરયો.


મહાશિવરાત્રિ હોવાથી મહાદેવને ઘરાકી સારી નીકળી હતી. શિવલિંગનાં દર્શને આવેલા લોકોમાં લિંગભેદ નહોતો. હૈયેહૈયું દળાય એવી ભીડમાં સ્ત્રી-પુરુષ ભીડભંજનનાં દર્શન કરતાં હતા. એમાં એક ભારે શરીરવાળી ભકતાણીએ મંદિરનાં ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. જે રીતે ખાબોચિયાંમાં ભેંસ પડે અને દેડકાં કાંઠે નીકળી જાય એમ મારા જેવા આઠ-દશ ભકતોને સાઇડમાં કરતું માદા બુલડોઝર આગળ વઘ્યું. મને થયું કે એ ભોંકોઠીને ભાળ્યા પછી પોડિયાને અને કાચબાને પણ સાઇડમાં ખસી જવાનું મન થયું હશે પણ બિચારા મૂર્તિ થઇ ગયા હોવાથી લાચાર હશે.


ત્યાર બાદ મહામાદાએ સાવ સાદા એવા શંકરદાદા સામે પલાંઠી વાળી. પોતાના બંને વિશાળ ખભા ઉપર એક-એક થેલો ટાંગેલો હતો એ નીચે ઉતાર્યો. હું તો આ જોઇને શિવદર્શન પડતાં મૂકીને જીવદર્શન કરવા લાગ્યો. તેમણે એક થેલામાંથી જીવતી બિલાડી બહાર કાઢી, ત્યાર બાદ મહાદેવને મીંદડી અડકાવીને પાછી પૂરી દીધી. બીજા થેલામાંથી પોસ્ટકાર્ડ, કવર અને આંતરદેશીય પત્રોનું બંડલ કાઢયું. એ શિવલિંગને સ્પર્શ કરાવી થેલામાં મૂકીને હાથણી તો હાલી નીકળી.


મારા જેવા કયારેક મંદિર આવતાં જીવને કિંગ સાઇઝનાં જીવડાંની મહાપૂજા ગળે ઊતરી નહીં એટલે મેં હાથમાં શક્કરિયાની થેલી સાથે મમરાંનાં કોથળા જેવા બહેનને પૂછી નાખ્યું કે તમે આ રીતે પૂજા કેમ કરી? ત્યારે જયલલિતા જેવા શરીરમાં, માયાવતી જેવા મોઢાવાળા બહેને ઉમાભારતી જેવું હસીને કહ્યું કે શું કરું? કયાંય બીલીપત્ર ન મળ્યા.(શીર્ષક પંકિત: નાઝિર દેખૈયા)



Get rid of Add-Ons in your email ID. Get yourname@ymail.com. Sign up now!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...