[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] સિક્કાની બીજી બાજુ : પીડા ક્યારેય એક પક્ષીય નથી હોતી

 સિક્કાની બીજી બાજુ : પીડા ક્યારેય એક પક્ષીય નથી હોતી


સંબંધોનાં સમીકરણ દરેક વખતે દેખાય છે તેવાં જ હોય એ જરૃરી નથી. ઘણી વખત ઉપરથી દેખાતી પરિસ્થિતિ સહેજ ઊંડા ઊતરતા તદ્દન પોલી અને ખોખલી માલૂમ પડે છે.

આ પ્રકારના સંબંધ માટે એકબીજાને જવાબદાર ઠેરવતા બે જણા પોતે જવાબદારી સ્વીકારતા નથી અને છતાં ભાંગી પડેલા સંબંધના મલબાને - ડેબ્રીઝને - ભંગારને ખભે ઊંચકીને જીવતા રહે છે. એમનો સંબંધ ક્યારેક ધગધગતા લાવારસ જેવો તો ક્યારેક હાડકાં ગાળી નાખે એવા બરફના ગચ્ચા જેવો થઈ જાય છે. બાળકો અને ઘરના સૌ આ વાત જાણે છે, જોઈ શકે છે.

સતત બે જિંદગી જીવતાં જીવતાં એમને બંનેને આ સંબંધ કોઠે પડી ગયો છે. સાચું પૂછો તો આ દેશમાં પ્રકાશ અને પ્રીતિ જ નહીં, એવો કેટલાય લોકો છે, જે આવી જિંદગી જીવે છે. ઘરની બહાર અને ઘરની અંદર જીવાતી બે તદ્દન જુદી વિરોધાભાસ જિંદગીઓ જીવવા માટે લોકો મજબૂર છે.

આ મજબૂરી શું હોય છે અથવા માણસે શા માટે આવાં મહોરાં હેઠળ જીવવું પડે છે એ સવાલ સમાજમાં રહી રહીને પૂછાતો રહે છે. પાર્ટીઓમાં બહુ જ સ્વાભાવિક રીતે પોતાના દુઃખી લગ્નજીવનને દારૃના ગ્લાસમાં ડુબાડનારા, સિગારેટના ધુમાડામાં ઉડાડનારા કે જોક મારીને ખડખડાટ હાસ્યની પાછળ છુપાવી દેનારા અનેક પુરુષોને આપણે જોતા રહીએ છીએ. આવા પતિઓના વર્તન પરથી કોઇ પણ માણસ એટલું તો સમજી જ શકે કે એ જે કંઇ પણ કરે છે તે પત્નીને ખુશ રાખવા, એનો મૂડ સાચવવા કરે છે. સામા પક્ષે પત્નીના વર્તનમાં એવું કશું જ દેખાતું નથી. ઊલટાનું એના વર્તનમાં તોછડાઇ અને દાદાગીરી સ્પષ્ટ રીતે દેખાય છે ત્યારે એક સવાલ ઊઠે છે કે એવું શું હોય છે, જે કમાતા-ધમાતા, બજારમાં છાતી કાઢીને ફરતા, પાંચમાં પૂછાતા સફળ પુરુષને એક સ્ત્રી સામે તદ્દન દયામણો અને ઝંખવાણો બનાવી દે છે ! પોતે કમાતી ન હોય તેમ છતાં એ સ્ત્રી એવી રીતે વર્તે છે, જાણે એ જ સર્વસ્વની સ્વામિની હોય. સવાલ આર્િથક સ્વતંત્રતાનો નથી જ, પરંતુ જે પતિ પોતાનું સ્વમાન ગિરવે મૂકીને એને સાચવતો ફરે છે એ પતિ આવું શા માટે કરે છે અથવા એવી કઈ પરિસ્થિતિ છે જે એને આમ દયામણા થઈને વર્તવાની ફરજ પાડે છે એ સવાલ આવા લગ્નજીવન માટે અગત્યના છે. પત્નીના તમામ વર્તનમાં પોતાના પતિ ઉપર ઉપકાર કર્યાની એક વણકહી જાહેરાત સતત હોય છે.

બધું જ મળ્યા છતાં આવી સ્ત્રીઓની ફરિયાદ કાયમ હોય છે. સાસુ વિરુદ્ધ, દિયર વિરુદ્ધ, પરિસ્થિતિ વિરુદ્ધ ને કંઈ નહીં તો તબિયત વિરુદ્ધ. પોતાનાં દુઃખનાં રોદણાં રડયાં કરવા આ સ્ત્રીઓને માફક આવી ગયેલી પ્રિય પ્રવૃત્તિ છે.

જો એમની ઈચ્છા પ્રમાણે સહેજ પણ ન થાય તો એના પતિ કે પુરુષે કકળાટનો ભોગ બનવાની તૈયારી રાખવી પડે છે.

રાત્રે આઠ, સાડા આઠ કે નવ વાગ્યે થાક્યો-પાક્યો પતિ ઘરમાં દાખલ થાય ત્યારે રડેલી આંખો અને ચઢેલા મોંઢા સાથે પત્ની એનું સ્વાગત તો કરે જ છે, પણ પહેલો કોળિયો ભરે કે તરત એ દિવસે બનેલી ઘટનાનું એકતરફી રિર્પોિંટગ શરૃ થઈ જાય છે. સવારે ટિફિનમાંથી લૂસ-લૂસ ખાધું હોય કે ન પણ ખાધું હોય, એ પછી સાંજના માંડ નિરાંતનું ભોજન પામતા દિવસ આખો મહેનત કરીને આવેલા માણસને એની મા, ભાઈ, સગાંવહાલાં કેટલા ખરાબ છે અને આ ઘરની પરિસ્થિતિ જીવવા માટે કેટલીક પ્રતિકૂળ છે એ વિશે ભાષણ સાંભળવાની ફરજ પડે છે.

પુરુષ જ્યારે સમાજમાં એની સફળતા માટે, એની આવડત માટે, એની પોઝિશન અને પૈસા માટે માન-મરતબો મેળવતો હોય ત્યારે પોતાના અસફળ લગ્નજીવનનો સ્વીકાર કરવો એને માટે બહુ અઘરું થઈ જાય છે. જિંદગીના દરેક ક્ષેત્રમાં જે સફળ હોય એ પોતાના જ અંગત જીવનમાં નિષ્ફળ નીવડે છે એ વાત પુરુષ માટે શરમજનક જ નહીં, ડૂબી મરવા જેટલી દુઃખદાયક હોય છે.

સ્ત્રીઓ પોતાના દુઃખી લગ્નજીવનની કે સગાંવહાલાંની ફરિયાદ કરવામાં એક જાતનો સંતોષ અનુભવે છે, કારણ કે એમને પેઢી દર પેઢી એવું જ શીખવવામાં આવ્યું છે કે સાસરામાં ક્યારેય સુખ હોતું નથી. સામસામે પોતપોતાના સાસરાની નિંદા કરવામાં મોટા ભાગની સ્ત્રીઓને એક પ્રકારનું સુખ મળે છે. જ્યારે પુરુષો પોતાના લગ્ન્ ાસંબંધની ચર્ચા ખાસ મિત્રો સાથે કરતા પણ અચકાય છે.

સાવ નાનકડો છોકરો પણ રડતો કે ફરિયાદ કરતો ઘેર આવે તો મા-બાપ એને સ્વાભાવિક્તાથી એમ જ કહે છે કે 'છોકરીની જેમ રડતાં રડતાં ઘેર નહીં આવવાનું, બહારના ઝઘડા બહાર પતાવી દેવાના.' વળી પુરુષને મજબૂત હોવાનું અને પોતે સ્ત્રીનું રક્ષણ કરવા જન્મ્યો છે એવું શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે એનું લગ્નજીવન ખરાબે ચઢે ત્યારે એ વાતને ખુલ્લા દિલે મિત્રો સાથે ચર્ચવામાં પણ એને પોતાનો અહમ્ નડી જાય છે.

નિષ્ફળતા સ્વીકારવી પુરુષ માટે પ્રાકૃતિક રીતે સહજ નથી.

એમને સમજાતું નથી કે એમનો દંભ સામેની વ્યક્તિ જોઈ શકે છે એટલું જ નહીં આવા દંભને કારણે એ પોતે પણ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાય છે. સૌથી નવાઈની વાત એ છે કે આવી હાસ્યાસ્પદ પરિસ્થિતિને આવા પુરુષો સ્વીકારી લે છે અને માને છે કે બાકીના લોકો પણ આ જ રીતે જીવે છે.

આપણે કેટલા વિચિત્ર અને ન સમજી શકાય એવા જટિલ સમાજમાં શ્વાસ લઈ રહ્યાં છીએ એનો આ નમૂનો છે. માણસે જાતને મારીને, દંભનું મહોરું પહેરીને જીવવું પડે એવો આ સમાજ એને મુક્ત અને અસફળતાનો સ્વીકાર કરતા પણ અટકાવે છે.

કેટલાય કિસ્સાઓમાં આવા પુરુષોને લગ્નેત્તર સંબંધો શરૃ થઈ જાય છે. દારૃ જેવાં વ્યસન, મોડી રાત સુધી બહાર રખડવું કે ઝઘડાની સાથે મારઝૂડ સુધી પહોંચતા આવા સંબંધોમાં જો પુરુષ અંદર ને અંદર સોસવાતો રહે તો બ્લડપ્રેશર, કે હ્ય્દયરોગ સુધીનાં પરિણામો પણ જોવા મળ્યાં છે.

સ્ત્રીને અબળા કહેનાર સમાજની પુરુષ સમોવડી થવા માટે સંઘર્ષ કરતી સ્ત્રીઓ જ્યારે પોતાના પરના અત્યાચારની વાત કરે છે ત્યારે આવા કિસ્સાઓને નજરઅંદાજ કરે છે. દરેક વખતે પીડા સ્ત્રીના ભાગે જ આવે છે અથવા સહનશક્તિ સ્ત્રીએ જ દાખવી છે એવું માનીને લખાતી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ સ્ત્રીની પીડા તો ચીતરે છે, પણ પોતાના વિશે ક્યારેય કશું જ નહીં બોલનારા પુરુષોનો એક વિશાળ વર્ગ પોતાની વાત કહ્યા વિનાનો રહી ગયો છે. એ વિશે કોણ વાત કરશે ? ક્યારે કરશે ?



Add more friends to your messenger and enjoy! Invite them now.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...