જૂતે જૂતે પે લિખા હૈ ખાનેવાલે કા નામ(અવળી ગંગા) પ્રેસિડેન્ટ બુશે પહેરેલાં કેટલીયે જોડી જૂતાં તો લોકો યાદ નહીં કરે કે બુશ પોતે પણ યાદ નહીં કરે પણ ઈરાકના પત્રકાર ઝૈદીએ બુશ ઉપર ફેંકેલાં જૂતાને આખી દુનિયા યાદ કરશે. કેટલીક વસ્તુઓ એવી છે જેનો ખોરાકની યાદીમાં સમાવેશ થતો નથી, છતાં પણ તે ખવાય છે. દા.ત. છીંક, ઉધરસ, બગાસું, ચોપાટમાં પણ નતોડિયું ખાધું તેમ કહેવાય છે. ક્રિકેટમાં પણ ઈનિંગની હાર ખાધી એમ કહેવાય છે. મારને પણ ખાવા સાથે નિસબત છે. માર ખાધો કહેવાય છે. લાત અને લાફાને પણ ખાવા સાથે સાંકળવામાં આવે છે. 'લાફો ખાધો છે ?' એવો પ્રશ્ન પણ ઉશ્કેરાયેલો જણ પૂછે છે. આ બધામાં ખાવાનો સંબંધ જૂતાંને પણ લાગુ પડે છે. ઘણી જૂની રમૂજકથા 'પ્યાજ ભી ખાઈ ઔર જૂતે ભી ખાએ' યાદ આવે છે. ત્યારે વિરોધપક્ષના નેતા અટલબિહારી વાજપેયી તેમની આગવી શૈલીમાં એ કથા જાહેરસભામાં કહેતા હતા. એક માણસને સો પ્યાજ (કાંદા) અથવા સો જૂતાં ખાવાની સજા થાય છે. પેલો માણસ પહેલાં પ્યાજ ખાવાનું પસંદ કરે છે. દસ પ્યાજ ખાધા પછી પસ્તાય છે અને બીજો વિકલ્પ પસંદ કરે છે અને જૂતાં ખાવાનું પસંદ કરે છે. દસ જૂતાં ખાધા પછી ફરી પાછો પ્યાજ ખાવાનો વિકલ્પ સ્વીકારે છે. ફરી દસ પ્યાજ ખાય છે. આંખમાં પાણી આવી જાય છે, અને ફરી જૂતાં ખાવાની વાત પસંદ કરે છે. અને અંતે એ માણસ સો પ્યાજ અને સો જૂતાં બંને ખાય છે. આમ જૂતાં પણ ખાવાની ચીજ તરીકે બહુ જૂની વસ્તુ છે. ઈરાકી પત્રકારને થયું હશે કે ભારતમાં જાનની વિદાય વખતે હરખનું જમણ આપવાનો રિવાજ છે એનાથી પ્રેરિત થઈ વિદાય થતા પ્રમુખ બુશને તેણે જૂતાં જમાડીને હરખજમણ આપવાનું વિચાર્યું હશે. એટલે બુશ ઉપર દસ નંબરનાં જૂતાં ફેંક્યા. જૂતાં ફેંકનાર પત્રકાર બુશને 'દસનંબરી' માનતા હશે, એટલે તેમણે દસનંબરી જૂતાંને પસંદગી આપી. બુશ ઉપર ફેંકાયેલાં જૂતાં પછી જૂતાં ફેંકવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. હજી હમણાં જ ઈઝરાયલના રાજદૂત ઉપર સ્વીડનમાં જૂતાં ફેંકાયા. તે પહેલાં બ્રિટિશ રાજપુરુષ ઉપર પણ જૂતાં ફેંકાયાં. મને લાગે છે કે બુશ ઉપર પંચકમાં બૂટ ફેંકાયા હશે એટલે પછી આ ચાલુ થઈ ગયું છે. અમેરિકનો પંચકમાં માને નહીં બાકી બુશ ઉપર બૂટ ફેંકાયા તે વખતે જ પંચકની વિધિ કરાવી લેવા જેવી હતી. જો એ વિધિ થઈ હોત તો ઈઝરાઈલના રાજદૂત ઉપર બૂટ ન ફેંકાયો હોત. બુશ ઉપર જોડો ફેંકવાથી પત્રકાર ઝૈદીએ ઈતિહાસ રચ્યો, પણ પછી સલામતી રક્ષકોએ ઝૈદીની ભૂગોળ બદલી નાંખી. બુશને એ બૂટ વાગ્યો ન હતો, તેમાં બૂટ ફેંકનાર ઝૈદીથી નબળી નિશાનબાજી, અને નિશાનબાજી ચૂકવવાની બુશની કાબેલિયત બંને જવાબદાર હતા. ત્યારે અમે એક શંકા વ્યક્ત કરેલી કે, બુશે જે આબાદ રીતે નિશાન ચૂકવ્યું એ માટે શ્રીમતી બુશ પણ જવાબદાર હોઈ શકે. તમે ટીવી ઉપર બુશ-બૂટ-પ્રહારનું દૃશ્ય જોયું હશે, અને ચેનલોવાળાએ એ દૃશ્ય વારંવાર દેખાડયું હતું. ઘણી સિફતપૂર્વક બુશસાહેબે બૂટની લાઈનમાંથી પોતાની જાતને હટાવી લીધી હતી. ક્રિકેટની ભાષામાં કહીએ તો, તેંડુલકરને એન મોકે પર અપના બલ્લા ગેંદ કી લાઈનસે હટા લીયા. બસ એ જ રીતે બુશ બૂટની લાઈનથી હટી ગયા હતા. હોમ-ગ્રાઉન્ડ ઉપર મળેલી પ્રેક્ટિસના કારણે શ્રીમતી બુશે, બુશ ઉપર સાણસી, વેલણ કે જે કાંઈ હાથવગું હશે તે ફેંકતા હશે, અને આ તો રોજનો મામલો એટલે પ્રમુખશ્રીને ઘા ચૂકવવાની તાલીમ મળી ગઈ હતી તે કામમાં આવી... પંચકમાં ફેંકાયેલ બૂટ પછી બીજા નેતાઓ પણ બૂટના નિશાન બનવા માંડયા છે. આરબ પત્રકારે રાજકારણમાં એક નવો અભિગમ દાખલ કર્યો છે બૂટનો. પત્રકારો સામાન્ય રીતે કલમથી પ્રહાર કરે, પણ આ પત્રકારે બૂટથી પ્રહાર કર્યો. ડોશી મરે તેનો વાંધો નહીં પણ જમ પેંધો પડી જાય તેવી ઘટના બની છે. હવે લોકોને રાજનેતા ઉપર બૂટ ફેંકવાનો ચસકો લાગ્યો છે. ઘણા લોકોએ જોયું કે નેતાઓ ઉપર બૂટ ફેંકવાથી પ્રસિદ્ધિ અને પૈસા બંને મળે છે. બુશ ઉપર બૂટ ફેંકનારને તો સાત પેઢી ખાય તેટલું મળ્યું છે. એ આ પૈસાથી બનાવેલા બંગલા ઉપર 'જય બૂટભવાની' એવું લખી શકે. અત્યાર સુધી નેતાઓ ઉપર બૂલેટ તાકવાના બનાવ બન્યા છે પણ ઝૈદીએ બૂલેટની જગ્યાએ બૂટનો ઉપયોગ કરી ભારે પ્રસિદ્ધિ મેળવી છે અને ઘણા લોકોને નેતાઓ ઉપર જૂતાં ફેંકવાની. નેતાઓને જૂતાં ખવડાવીને પ્રેરણા આપી છે. અગાઉ અમે લખ્યું હતું કે નેતા અને જૂતાંનો સંબંધ આપણા દેશ માટે નવો નથી. અમદાવાદના ખાડિયામાં ઈન્દિરા ગાંધી ઉપર જૂતું ફેંકાયું હતું. દિલીપકુમાર ઉપર પણ જૂતાં ફેંકાયા હતાં, તો માધવસિંહ સોલંકીનાં જૂતાં ચોરાઈ ગયા હતાં. ત્યારે અમે લખ્યું હતું 'કોણ છે મારા ખાસડાંનો ચોર.' (મારા મનડાનો ચોર એવી એક ફિલ્મ આવી હતી) 'મેરી જૂતી સે' એવો રૃઢિપ્રયોગ પણ હિંદીમાં છે. તો ખાસ કરીને ચરોતરમાં 'ખાસડે મારી' પ્રયોગ પણ બોલચાલની ભાષામાં થાય છે. પેલા આરબબંધુએ કદાચ આ બધામાંથી પ્રેરણા લઈ બુશને જૂતાં ખવડાવવાનો વિચાર કર્યો હશે. હવે આ જૂતાં પ્રહારનું ચલણ વધતા વર્ષનું સરવૈયું લખનારાઓ પણ ગયા વર્ષે કેટલા લોકોને જૂતાં મારવામાં આવ્યાં ! જૂતાં પ્રહારમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થયો તેના આંકડા પણ બહાર પાડશે. અત્યાર સુધી જૂતાં ખાવાનું ચલણ ગૃહમોરચે હતું કે પકડાયેલ ગઠિયાને મારવા માટે હતું. મારા એક બેન્ક અધિકારી મિત્ર બંસલ એકવાર બૂટ-ચંપલની દુકાનમાં ગયા. પત્ની માટે લેડિઝ ચંપલ જોઇ, પછી પત્નીની ચંપલની સાઈઝ પ્રમાણે છે કે નહીં તે નક્કી કરવા એમણે ચંપલ પોતાના ગાલ ઉપર મૂકી હતી અને કહ્યું હતું કે બરોબર છે, આ સાઈઝ બરોબર છે. ટૂંકમાં પગમાં પહેરવા સિવાય જૂતાનો વૈકલ્પિક ઉપયોગ વધી રહ્યો છે એટલે કહેવાયું છે કે ફક્ત દાણા જ નહીં જૂતાં ઉપર તેના ખાનારનું નામ લખ્યું હોય છે. લાગે છે કે થોડા વખતમાં જૂતાંથી રક્ષણ આપનાર 'ગેજેટ્સ પણ બહાર પડશે.' |
Get your own website and domain for just Rs.1,999/year.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment