[Fun_4_Amdavadi_Gujarati] વિદ્યાર્થીઓની વધતી જતી ઉદ્ધતતા માટે કોણ જવાબદાર ?

 વિદ્યાર્થીઓની વધતી જતી ઉદ્ધતતા માટે કોણ જવાબદાર ?

દિવસે - વસે વિદ્યાર્થીઓમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોલેજમાં મારામારી અને ગાળાગાળી પર ઉતરી આવતા હતા. હવે આ દૂષણ ધીરે ધીરે શાળાના વિદ્યાર્થીઓમાં પણ પ્રસરી રહ્યું છે. વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડે એ બરાબર નથી પરંતુ કદાચ કોઈ તેનો સ્વીકાર કરી લે પરંતુ વિદ્યાર્થીઓ હદ બહાર જઈને તેમના શિક્ષકો કે આચાર્ય સામે મારામારી કરવા જાય તે કેટલું યોગ્ય છે ? ઘણીવાર તો શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હોય અને વિદ્યાર્થીને ખોટું લાગી જાય તો વિદ્યાર્થી અને તેના વાલી પણ શિક્ષકોને શાળામાં મારવા આવી ચડતા હોય છે એવા કિસ્સાઓ પણ અખબાર અને ચેનલો પરજોવા 
મળે છે.




થોડા સમય પહેલાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીએ તેના શિક્ષક સાથે મારામારી કરી હતી. એવા સમાચાર સાંભળ્યા ત્યારે થયું કે આ વિદ્યાર્થીઓ આટલા બેફામ કેમ થઈ ગયા છે. વિદ્યાર્થીઓના આ પ્રકારના વર્તન પાછળ અનેક કારણો જવાબદાર છે. તે અંગે વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, આચાર્યોએ, શાળાના સંચાલકોએ તેમજ વાલીઓએ આ મામલે ખાસ ચિંતન કરવાની જરૃર છે. શિક્ષણનો મૂળ હેતુ 'કંકર'માંથી 'શંકર' બનાવવાનો છે. વિદ્યાર્થી શાળામાં આવીને બધી રીતે ઘડાય અને નવું કાંઈક શીખે તે જ મહત્ત્વનું છે. શાળાની ચાર દીવાલો વચ્ચે પાટલીઓ પર બેસીને વિદ્યાર્થીઓ માત્ર લેશન શીખીને પ્રશ્નોના ઉત્તરો આપે તેટલું પૂરતું નથી પરંતુ મૂલ્યનિષ્ઠ જીવનના પાઠ પણ તેઓ શીખે તે જરૃરી છે. નેવું ટકા લાવનાર વિદ્યાર્થીમાં જો પ્રામાણિક્તા કે શિસ્ત જોવા ન મળતી હોય તો તેવા શિક્ષણને શું કરવાનું ?

વિદ્યાર્થી શાળામાં પાંચ કલાક ભણે છે જ્યારે ૧૯ કલાક તેના ઘેર હોય છે. આ રીતે જોઈએ તો શાળાના વાતાવરણ કરતાં ઘરના અને આસપાસના વાતાવરણની વધુ અસર વિદ્યાર્થી પર વધુ હોય છે. આજના વિદ્યાર્થીઓ શાળાના સમય સિવાયના કલાકોમાં અભ્યાસ અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિ માટે કેટલો સમય ફાળવે છે તે મહત્ત્વનું છે.  શિક્ષકને તો ૪૦ મિનિટના પિરિયડમાં તેના અભ્યાસક્રમને લઈને ચેપ્ટર કે લેશન પૂરો કરવાનો હોય છે. આવી સ્થિતિમાં ૬૦ વિદ્યાર્થીઓના ક્લાસમાં દસેક આવા ઉદ્ધત અને ગેરશિસ્ત મચાવનારા વિદ્યાર્થીઓ હોય તો કોઈ પણ શિક્ષકને વર્ગખંડમાં ભણાવવું મુશ્કેલરૃપ બને છે. શિક્ષક વિદ્યાર્થીને શારીરિક શિક્ષા તો કરી શકે નહીં એટલે આવા વિદ્યાર્થીને ક્યારેક ક્લાસની બહાર બેસાડે, ક્યારેક ઉગ્ર મિજાજવાળા વિદ્યાર્થીઓના રોષનો ભોગ શિક્ષક - આચાર્યને બનવું પડતું હોય છે. બદલાઈ ગયેલા વાતાવરણમાં શિક્ષક વિદ્યાર્થીઓ પર વધુ દબાણ કરી શકતા નથી.

શિક્ષણને લઈને કોઈ પણ ઘટના બને છે તો આક્ષેપો સીધા શિક્ષકો પર જ થાય છે. તે બરોબર નથી. શિક્ષક તો વર્તમાન શિક્ષણપદ્ધતિમાં 'પંતુજી' નહીં પણ સાવ રંેજીપેંજી થઈ ગયો છે ! તે વિદ્યાર્થીને ખખડાવીને બે શબ્દો કહી શકતો નથી. એવી સ્થિતિ બધે જ બની છે. હા એ વાત ચોક્કસ છે કે પાટણની પીટીસી કોલેજના બળાત્કારકાંડ જેવા કાંડ કરનાર શિક્ષકોને કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય નહીં. તે શિક્ષણજગતની અત્યંત કલંકિત ઘટના હતી. અહીં મૂળ મુદ્દો વિદ્યાર્થીઓમાં વધતી જતી ગેરશિસ્ત અને શિક્ષકો પ્રત્યેના ખરાબ વર્તનનો છે. આજે વિદ્યાર્થીઓ પહેલાંની જેમ તેમના શિક્ષકો - આચાર્યોનો આદર કરતા નથી. શિક્ષકને જોઈને વિદ્યાર્થી નમ્ર બની જાય તે બાબત જૂના જમાનાની વાત બની ગઈ છે.  વાતાવરણ જ એનું નિર્માણ થયું છે કે વિદ્યાર્થીઓમાં રહેલી તોફાની વૃત્તિને પ્રોત્સાહન મળી રહ્યું છે. ઘણીવાર તો વિદ્યાર્થીઓ રાક્ષસીવૃત્તિ તરફ વળી જતા હોય છે. દોઢ દાયકા પહેલાં આશ્રમ રોડ પરની એક જાણીતી કોલેજના આચાર્યને વિદ્યાર્થીઓએ મારીને તેમનો શર્ટ ફાડી નાંખ્યો હતો. એક આચાર્યને તો હાથે ફેકચર કરી નાખ્યું હતું. શું આ વિદ્યાર્થીઓની ઓળખ છે ? આ શિક્ષણજગત સાથે સંકળાયેલ મામલો છે માટે વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો સાથે મળીને આ બાબતે વિચારે અને જાગૃતિ લાવે તો જ આવી સમસ્યાનો ઉકેલ આવે તેમ છે. ભારતીય શિક્ષણના મોડેલને અમેરિકા કે અન્ય યુરોપીય દેશોના મોડેલ સાથે સરખાવવું ઉચિત નથી કારણ કે અમેરિકાની શાળાઓમાં ભારતના જેવી સ્થિતિ નથી. ત્યાં વર્ગમાં માંડ વીસ વિદ્યાર્થીઓ હોય છે. આપણે ત્યાં ૬૦ વિદ્યાર્થીઓ વર્ગમાં હોય છે. આપણી શિક્ષણપદ્ધતિ અને અભ્યાસક્રમમાં પણ ધરમૂળથી ફેરફાર લાવવામાં આવે તો પરિવર્તન લાવી શકાય. આજે એ પ્રક્રિયા શરૃ કરવામાં આવે તો તેની અસર વીસ વર્ષ પછી દેખાશે. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે નવી શિક્ષણ નીતિની વાત થઈ હતી, પરંતુ તેમાં કેટલું વિધેયાત્મક પરિવર્તન આપણે લાવી શક્યા છીએ તેનો અંદાજ આજની પરિસ્થિતિ પરથી આપણને ધ્યાનમાં આવે છે. આથી આપણે આપણી શિક્ષણનીતિ ઘડતી વખતે ભારતીય સમાજને ધ્યાનમાં રાખીને ઘડવી રહી. આપણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની માનસિક્તાને પણ ધ્યાનમાં રાખવી જ રહી. પરદેશનું મેકોલે મોડેલ ભારતીય શિક્ષણ પરંપરા અને સંસ્કારને બચાવી શકશે નહીં.




Add more friends to your messenger and enjoy! Invite them now.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Y! Messenger

PC-to-PC calls

Call your friends

worldwide - free!

Search Ads

Get new customers.

List your web site

in Yahoo! Search.

All-Bran

10 Day Challenge

Join the club and

feel the benefits.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...