[Fun_4_Amdavadi_Gujarati] ‘ભારતે મહાન થવાનું છે, જગતમાં નવો પ્રકાશ ફેલાવવાનો છે’

'ભારતે મહાન થવાનું છે, જગતમાં નવો પ્રકાશ ફેલાવવાનો છે'

great_india_light_spiritualityમહર્ષિ અરવિંદના આઘ્યાત્મ માર્ગે જીવન પરિવર્તન કરીએ તો તે ભારતનું મહાભાગ્ય ગણાશે

યાદ રહે કે ભારત ગુલામીમાં અને અંગ્રેજોના ત્રાસ નીચે કચડાતું હતું ત્યારે અરવિંદ રાજકારણમાં ગળાડૂબ હતા. તેમને અલીપોર જેલમાં આઘ્યાત્મિક અનુભવ તો થયો પણ હજી તે પોતાના જીવનમાં એ કૃષ્ણવૃત્તિ અમલમાં મૂકી શકયા નહોતા.


જેલમાંથી છૂટયા પછી રાજકારણમાં ડૂબ્યા, પરંતુ તેમને ભારત સ્વતંત્ર થાય પછી શું? - એ બાબતના વિચારો આવતા. સ્વાતંત્ર્ય તો મળી જ જવાનું છે તે બાબતમાં તેઓ પાક્કી શ્રદ્ધા ધરાવતાતા હતા પણ જેલમાંથી છૂટયા પછી તેમને ભારતની સ્વતંત્રતાનું નવું વિઝન લાઘ્યું.

અરવિંદ પાસેથી આ શીખવાનું છે. તમને ઇરિછત વસ્તુ પ્રાપ્ત થાય પછી જીવનનો શો ઉદ્દેશ છે? ભારતે સ્વતંત્ર થઈને શું કરવાનું છે તેનો સ્પષ્ટ ઉદ્દેશ ભારતના જાગરુક લોકોને હોવો જોઈએ. ભારત કોઈ બીજા દેશો સ્વતંત્ર થયા અને પછી બીજા દેશોના નબળા લોકોને કચડવા માંડયા તેવું ભારતે કરવાનું નથી.


ભારત તો એટલા માટે સ્વતંત્ર થઈને ઊઠે છે કે તેણે જગતમાં નવો પ્રકાશ ફેલાવવાનો છે. ભારત હંમેશાં માનવતાનું છડીદાર રહ્યું છે અને રહેશે. ભારત પોતાને માટે નહીં જીવે બીજા માટે જીવશે. એટલે જ ભારતે મહાન થવાનું છે. તેણે માનવતા માટે મહાન થવાનું છે. વ્યકિતગત રીતે આપણે આવો ઉદ્દેશ રાખીએ. તમે મોટા થયા તો સમાજ અને સૃષ્ટિને શું ઉપયોગ?


એ પછી અરવિંદે બે સાપ્તાહિકો શરૂ કર્યાં. 'કર્મયોગી'- ઇંગ્લિશમાં અને 'ધર્મ' બંગાળીમાં, પરંતુ પાછી અરવિંદની ધરપકડ થશે તેવી અફવા ફેલાઈ. બ્રિટિશ સરકાર વતી લોર્ડ મિન્ટો બોલ્યા હતા તે વાકય યાદ કરવા જેવું છે: આ માણસ બ્રિટિશ સરકાર માટે ખૂબ ખતરનાક છે.

હા જરૂર, અરવિંદ ભારતમાંના બ્રિટિશ શાસન માટે જ નહીં પણ જગતભરનાં ખરાબ તત્ત્વો માટે આજે પણ એટલે કે ૨૦૦૯માં પણ અને કયારેય પણ 'ડેન્જરસ' માનવ જ રહેવાના છે. તેમણે આગાહી કરેલી કે પાકિસ્તાન નષ્ટ થશે અને તે ભારત સાથે જોડાઈ જશે. ડેન્જરસ એ દ્રષ્ટિએ કે પશ્ચિમના ભૌતિકવાદ ખતમ કરવાની જડીબુટ્ટી તેની પાસે છે.


એક વખત તેમના સાપ્તાહિક 'કર્મયોગી'ની ઓફિસમાં અરવિંદ બેઠા હતા ત્યારે અફવા આવી કે સરકાર તેમને ફરી પકડી લેશે. લોકો ગભરાઈ ગયા પણ અરવિંદ એકદમ શાંત અને સ્થિર બેસી રહ્યા. તેમને અંદરથી અવાજ આવ્યો કે ચંદરનગર જા. અરવિંદ ગંગા નદીને કાંઠે આવ્યા અને એક હોડીમાં બેસીને ચંદરનગર પહોંચી ગયા. એ વખતે ચંદરનગર એક ફ્રેંચ પરગણું હતું.


એ પછી અંદરથી બીજો આદેશ આવ્યો કે પોંડિચેરી જા. પોંડિચેરી જવાના આદેશ સામે અરવિંદે કાંઈ જ પ્રશ્ન ઉઠાવ્યો નહીં, કારણ કે તે કૃષ્ણનો આદેશ હતો. 'મારે તેમને તાબે થવું જ જોઈએ. એ પછી મને પ્રતીતિ થઈ કે ત્યાં જઈને મારે આશ્રમ સ્થાપવો અને યોગક્રિયા કરવી-કરાવવી.' ફ્રેંચ પ્રદેશમાં બ્રિટિશ સરકાર અરવિંદને હાથ અડાડી શકે નહીં.


અને એ પછી તેમની રાજકીય પ્રવૃત્તિ પૂર્ણ રીતે બંધ થઈ ગઈ. એ પછી દેશ તો ભારતમાતાના આદેશથી જાગ્યો. સ્વતંત્રતા તો મળવાની જ હતી. પણ મહત્ત્વની વાત એ હતી કે ભારત સ્વતંત્રતા મેળવ્યા પછી એ મુકિતનો કે સ્વાતંત્ર્યનો શું ઉપયોગ કરવાનું છે? સ્વતંત્ર ભારતનો આમઆદમી ભવિષ્યમાં શું કરશે? અને બસ આ ભવિષ્યનાં કામ અર્થે અરવિંદ પોંડિચેરી ગયા અને તેમના જીવનનું મહત્ત્વનું પ્રકરણ શરૂ થયું.


કથા ઘણી લાંબી છે પણ આજે અરવિંદને શું કામ યાદ કરવા જોઈએ? ઠેરઠેર સૌ પોતપોતાના સ્વાર્થ માટે, વધુ ને વધુ પૈસા માટે અને વધુ ને વધુ કીર્તિ માટે સગા ભાઈને દગો દે છે. ગરીબ લોકોને છેતરે છે. પતિ પત્નીને અને પત્ની પતિને દગો દે છે.


સ્વતંત્રતાના દેવતાનો આદેશ હતો અને છે કે ભારત બીજા દેશોની જેમ નર્યો ભૌતિકવાદને ન અનુસરે. માત્ર પોતાના માટે ન જીવે. માનવજાત માટે કંઈક કરે. ભલે સંપત્તિ ભેગી કરે પણ પોતાના ચારિત્ર્યનું હનન કરીને નહીં. આવો ઉમદા સંદેશ યાદ કરાવવા મેં મહર્ષિ અરવિંદની જીવન-ગાથા તેમ જ તેમના આશ્રમની વિવિધ પ્રવૃત્તિ વિશે વિસ્તારથી લખ્યું છે.


મહર્ષિનો આદેશ છે કે આપણે ભૌતિકતામાં સરકી જવાને બદલે આઘ્યાત્મિક બનીએ. તો જ દુનિયાને દોરી શકીશું. આવા ઉમદા ઉદ્દેશ સાથે અરવિંદ ૪-૪-૧૯૧૦ના રોજ પોંડિચેરી પહોંરયા. એ વખતે તે ૩૮ વર્ષના જ હતા. ત્યાં તેમને પોંડિચેરીમાં બીજા ઘણા ક્રાંતિકારીઓ પણ મળ્યા. એ લોકો હકીકતમાં તો ઉત્તર દિશામાંથી કોઈ મહાન યોગીની પ્રતીક્ષા કરી રહ્યા હતા.


એ લોકોએ એવું પણ સાંભળેલું કે એ યોગી કોઈ ભવિષ્યવાણી ભાખશે અને તે કયાંક નાસી આવીને નવા પ્રકારના યોગનો પ્રયોગ કરશે. એ યોગી ત્રણેક વિધાનો કરશે અને ખરેખર અરવિંદે એક પત્ર તા. ૩૦-૦૮-૧૯૦૫ના રોજ તેમની પત્ની (સંસારી પત્ની) મૃણાલિની દેવીને લખેલો. તેમાં તેમણે પોતાના ત્રણ જાતના પાગલપણાની વાત કરેલી અને રમૂજની વાત એ છે કે અલીપોરમાં એક ગેસ ઉપર બે બોમ્બ ફેંકાયેલા તેના કેસમાં આ ત્રણ વિધાનો પુરાવારૂપે રજૂ થયેલાં!!!


જે ત્રણ જાતના પાગલપણાની વાત પત્ની મૃણાલિની દેવીને લખેલી, તે તમે અગાઉ વાંચી ગયા હો કે જાણતા હો તો ગીતાના શ્લોકની માફક તમે તે પાગલપણાને પારખીને અપનાવો:


મને ત્રણ પાગલ જેવા વિચારો આવે છે:

(૧) એક તો એ કે મને જે કોઈ સિદ્ધિ કે જીનિયસપણું કે ઉરચ શિક્ષણ કે વિદ્વતા કે લક્ષ્મી મળી છે તે ઈશ્વરની છે. મારી નથી. મને મારા હેતુ માટે આ બધાનો ઉપયોગ કે ઉપભોગ કરવાની છૂટ છે જ પણ એ વાત પણ જરૂરી છે કે મારે મારા કુટુંબના નિભાવ માટે ન કરવો પણ સમગ્ર માનવજાત માટે ઉપયોગ કરવો.


(૨) બીજી એક મૂર્ખતાએ મને બરાબર જકડ્યો છે તે આ છે: મારે ગમે તેમ કરીને ઈશ્વરનો સીધેસીધો અનુભવ કરવો. આજનો ધર્મ તો માણસને સતત ઈશ્વરના નામનું રટણ કરવાનું કહે છે અગર તો બીજાની હાજરીમાં પ્રાર્થના કરવાનું આજનો ધર્મ કહે છે. પણ આવો ધર્મ મને નથી જોઈતો.

જો દિવ્ય તત્ત્વ 'ત્યાં' છે તો તેની પ્રતીતિ તમને દૂર બેઠાં પણ થવી જોઈએ. માર્ગ ગમે તેટલો કિઠન હોય પણ તેનું સાતત્ય, તેની હાજરી તમારે તમારી જાતમાંથી જ શોધી લેવાની છે અને પછી તે પ્રમાણે જ ઈશ્વરઆદેશ મુજબ વર્તવાનું છે. હિન્દુધર્મ પણ આમાં સાક્ષી પૂરે છે કે માનવે ચૈતન્ય કે ચેતનાનો જે માર્ગ છે તે પોતાની અંદરથી જ ખોળવાનો છે. પોતાના મનમાંથી જ ચૈતન્ય અનુભવવાનું છે.


(૩) ત્રીજું, પાગલપણ કે મૂર્ખાઈ આ પ્રમાણે છે: બીજા લોકો આ દેશને જાણે એક ઈનર્ટ ઓબ્જેકટ નિશ્ચેત પ્રાણહીન વસ્તુ ગણે છે. દેશને ગતિહીન ગણે છે, પરંતુ હું તો દેશનાં ખેતરો, જંગલો, પર્વતો અને નદીઓ એ તમામને એટલે કે મારા દેશને એક માતા માનું છું (તેથી જ વંદે માતરમ્).


હું એ ભારતભૂમિને માતા ગણું છું અને એ માતાનો લાયક પુત્ર થવા કોશિશ કરું છું. એટલે જયારે કોઈ ભારતીય પુત્રની માતાની છાતી પર ચઢીને કોઈ રાક્ષસ (વિદેશી) માતાનું લોહી પીતો હોય ત્યારે પુત્રે શું કરવું જોઈએ? શું પુત્રે ખાઈ-પીને માત્ર જલસા જ કરવા? તેની પત્નીની ગોદમાં જ પડયો રહે? બાળકો સાથે રમતો કર્યા કરે? કે તેની માતાની વહારે આવે?


હું જાણું છું કે આ દેશની જે પતિત જાતિઓ છે તેને ઊચે લાવવાની છે અને તે માટેની મારામાં તાકાત છે. પણ હું હવે કોઈ બંદૂક કે તલવારની અણીથી આ યુદ્ધ લડવા માગતો નથી. માત્ર યોદ્ધાના બાવડાના બળને જ બળ માની શકાય નહીં. બ્રહ્મનું પણ બળ હોય છે અને એ બળનો પાયો જ્ઞાન છે.


આ કાંઈ મારું આગવું ડહાપણ કે ગાંડપણ કે મારી નવી અનુભૂતિ નથી. આ કાંઈ હમણાં જ ઉદ્ભવેલી વાત નથી. હું જન્મ્યો ત્યારથી આ વાત અવિચળ છે. આ વાત મારા હાડેહાડમાં પ્રસરેલી છે. ઈશ્વરે મને આ પૃથ્વીમાં મોકલ્યો છે તે આ પ્રકારના મિશન માટે મોકલ્યો છે.



Get your own website and domain for just Rs.1,999/year.* Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Ads on Yahoo!

Learn more now.

Reach customers

searching for you.

Y! Groups blog

the best source

for the latest

scoop on Groups.

Support Group

Lose lbs together

Share your weight-

loss successes.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...