Gujaraticlub.info is an online gujarati community club for Gujarati lovers.It gives you information for news, interesting stories, natak, entertainment, classifieds, business, education and gujarati songs.
[ફન_ફà«àª°_ઠમદાવાદà«_àªà«àªàª°àª¾àª¤à«] રેગિંગના મૂળમાં રાજકારણ...STOP THIS FOR OUR BETTER GENERATION..
રેગિંગના મૂળમાં રાજકારણ
Manilal. M. Patel
માત્ર શિક્ષણ સંસ્થાઓ રેગિંગની સમસ્યા ઉકેલી શકશે તેમ માનવું ભૂલભરેલું છે
કોલેજો અને હોસ્ટેલોમાં જૂના અને નવા વિધાર્થીઓ વરચે પરસ્પર પરિચય અને સંબંધો કેળવવા માટે સેતુ રૂપ મનાતી નિર્દોષ હસી-મજાકની રેગિંગ પ્રથા દિનપ્રતિદિન બીભત્સ અને બર્બર બનીને ગુંડાગીરીનું વિકત સ્વરૂપ ધારણ કરતી જાય છે, તે સમાજ માટે ચિંતા અને ચિંતનનો વિષય છે. પૈસા અને પ્રતિષ્ઠાના જોરે જુનિયરો પર સિક્કો જમાવવાની રેગિંગ પ્રથા હવે હત્યા અને આત્મહત્યા સુધી પહોંચે તે તો અત્યંત આઘાતજનક છે.
એકની મજા બીજા માટે સજા જેવી બનતી જાય છે. સાવ નવા વાતાવરણમાં નવી જ જગાએ આવેલો જુનિયર સિનિયરોની રોજની પરેશાનીથી શરમ અને હતાશા અનુભવે છે અને યોગ્ય સલાહ-સહકારના અભાવે આત્મહત્યા કરવા પ્રેરાય છે યા કયારેક મામલો તેની હત્યા સુધી પહોંચે છે. મેડિકલ, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ જેવા અત્યંત આધુનિક અને ઉમદા વ્યવસાયોમાં વધતી આવી વિકતિ તે વ્યવસાયો માટે પણ કલંકરૂપ છે.
જો આવા જૂજ વાઇરસને ડામવામાં નહીં આવે તો ભવિષ્યમાં અનેક રાક્ષસો પેદા થશે. દેશમાં ૪૫૦ યુનિવર્સિટીઓ અને ૨૦ હજાર જેટલી કોલેજો છે જયાં ૯૦ ટકા સારા વિધાર્થીઓ છે. ઘઉમાં ૧૦ ટકા અંગારિયા જેવા નબીરાઓ સમગ્ર શિક્ષણજગતને બદનામ કરે છે. અગાઉ આ આખો મામલો દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંરયો હતો ત્યારે અદાલતે સીબીઆઈના સેવાનિવૃત્ત મહાનિર્દેશક રાઘવનના અઘ્યક્ષપદે સમિતિની રચના કરી હતી અને સમિતિએ પોતાનો રિપોટર્ પણ આપી દીધો હતો.
જેનો સખતાઈથી અમલ કરવા પણ સર્વોચ્ચ અદાલતે સૂચવ્યું હતું પણ બીજી આવી દુ:ખદ ઘટના ન સર્જાય ત્યાં સુધી આવા હેવાલોને અભરાઈએથી ઉતારીને અમલમાં મૂકવાની શરમજનક પ્રથા આપણા દેશમાં ફાલીફૂલી છે. હવે યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અને મેડિકલ કાઉન્સિલ તાજી ઘટના પછી સફાળા ઊઘમાંથી જાગ્યા છે અને આવી શિક્ષણસંસ્થાઓને દંડ, ગ્રાંટકાપની નીતિ અને માન્યતા રદ કરવા જેવી રાઘવન સમિતિની ભલામણો અમલી બનાવવા ચર્ચા-વિચારણા શરૂ કરી છે.
સમગ્ર મામલે માત્ર શિક્ષણસંસ્થાઓને દોષ દેવાથી કે દંડવાથી પ્રશ્ન પતી જવાનો નથી. આપણે ત્યાં ધર્મ અને ક્રિકેટની પેઠે શિક્ષણમાં પણ વ્યાપક રાજકારણ ઘૂસી ગયું છે. રાજનેતાઓ અને ઉધોગપતિઓની સ્વનિર્ભર શિક્ષણ હાટડીઓ ઠેરઠેર ધમધમે છે, જયાં પૈસા અને પ્રતિષ્ઠાવાળા યેનકેન પ્રકારેણ પ્રવેશી જાય છે ત્યારે માત્ર શિક્ષણ સંસ્થાઓ સમસ્યા ઉકેલી શકશે તેમ માનવું ભૂલભરેલું છે.
શિક્ષણ સંસ્થાઓની વિશેષ જવાબદારી છે એ વાત સ્વીકારીએ તોયે અઘ્યાપકો, વાલીઓ, વિધાર્થીઓ, મીડિયા અને રાજકીય પક્ષો સૌના સંયુકત સહકાર અને પ્રયાસોથી જ આ દૂષણને ડામી શકાશે. શિક્ષણ સંસ્થાઓએ પ્રવેશ વેળાએ જ ફોર્મમાં રેગિંગની ચેતવણી આપીને બાંહેધરી મેળવવી જોઈએ અને રેગિંગ એ ગુનો છે અને તેનાથી કેવા પ્રકારની સજા થઈ શકે તેની બ્રોશર અને મીડિયા થકી માહિતી આપવી જોઈએ. આવી ફરિયાદ આવે તો કરનાર અને ભોગ બનનાર બન્નેના વાલીઓને સમયસર જાણ કરવી જોઈએ. વાલીઓએ પણ આવી ફરિયાદ આવે તો સતર્ક રહીને સંતાનોનું ઘ્યાન રાખવું જોઈએ.
સૌથી વિશેષ જવાબદારી તો રાજકીય પક્ષોની છે. દરેક રાજકીય પક્ષને પોતાની વિધાર્થી પાંખ છે. જે કોલેજની ચૂંટણીઓમાં ભાગ લઈને પોતાની પકડ વિધાર્થીઓ પર મજબૂત કરવા કોલેજની-સેનેટની ચૂંટણી ટાણે ભારે પ્રયાસો કરે છે, જેનાથી પણ હિંસા ફેલાય છે.
એક જમાનો હતો જયારે રાજકીય પક્ષોની વિધાર્થી પાંખોએ અનેક આંદોલનો ચલાવ્યાં છે અને દેશને યુવા નેતાઓની ભેટ ધરી છે. આજે રાજકીય
પરિદ્રશ્ય તદ્દન બદલાઈ ગયું છે. રાજકીય પક્ષોને ગુંડાઓ વિના ચાલતું નથી ત્યારે પક્ષની વિધાર્થી પાંખ કામચલાઉ અને જતે દહાડે કાયમી ગુંડાઓ પૂરા પાડતો સ્રોત બની ગઈ છે. રાજકીય પક્ષો આવાં તત્ત્વોને પોતાની વગ વધારવા પાળે-પોષે અને છાવરે છે.
અનુરાગ કશ્યપની તાજેતરની ફિલ્મ 'ગુલાલ'માં પણ કોલેજ કેમ્પસના રાજકારણની અરાજક તાકાતોનું ચિત્રણ કરાયું છે તો થોડાં વર્ષોપહેલાં આવેલી 'યુવા' ફિલ્મમાં પણ મણિરત્નમે કોલેજ કેમ્પસમાં રાજકીય નેતાઓ કઈ રીતે ઝેર ઘોળે છે તે બતાવ્યું હતું. દુ:ખની વાત એ છે કે આવી ફિલ્મોમાં રજૂ થયેલું ચિત્ર વાસ્તવિકતાથી જરાય જુદું નથી. રાજકીય પક્ષોનો સડો કમ સે કમ દેશના ભાવિ નેતાઓ પૂરા પાડવા સક્ષમ વિધાર્થી પાંખોથી દૂર રાખવો જોઈએ.
૧૮ વર્ષે મતાધિકાર, દારૂબંધી નામની કરી નાખવી, પુસ્તકો સાથે પરીક્ષા, પરીક્ષા અને ચૂંટણી ટાણે આતંકની આશંકા છતાં મેચ રમાડવાની રાજકીય પક્ષોની વકીલાત જેવાં પગલાં પરોક્ષ રીતે ૧૮ વર્ષના મતદાતા વિધાર્થીઓ પર પોતાના પક્ષનું વર્ચસ્ વધારવા લેવાય છે. પૈસો તથા પ્રતિષ્ઠાના જોરે પ્રવેશ મેળવનારા મનોવૈજ્ઞાનિક રીતે બીમાર નબીરાઓ રાજનીતિમાં પકડ જમાવવા કોલેજ કેમ્પસમાં ન કરવા જેવું બધું જ કરે છે અને રાજકારણનાં પ્યાદાં જેવી રાજયાશ્રયી સંસ્થાઓ મૂંગે મોંએ ચૂપ બેસીને જોયા કરે છે.
ગાંધી-કિંગ સામેના રંગ કે જાતિભેદ, લશ્કર, પોલીસ અને જેલોમાં સિનિયર-જુનિયર અધિકારીઓનું વર્તન, ઓફિસો અને રાજકારણમાં જૂના-નવાના ઝઘડા કે હેરાનગતિ કે ઘરમાં સાસુ-વહુના ઝઘડા એ આમ જોઈએ તો જુદા જુદા સ્વરૂપનાં એક પ્રકારનાં રેગિંગ છે.
રેગિંગ એ માનવજીવનની, સમાજના જુદાં જુદાં ક્ષેત્રે જુદાં જુદાં સ્વરૂપે વ્યકત થતી એક સામાજિક બીમારી છે, તેને સમાજમાંથી નિર્મૂળ કરીશું તો જ કોલેજમાંથી જશે. કેમ કે કોલેજમાં આવનારા પણ અંતે તો સમાજમાંથી જ આવે છે.
Get rid of Add-Ons in your email ID. Get yourname@ymail.com. Sign up now!
************************************************************************** Welcome to World's Biggest Gujarati Group Pure Gujju Group with Young Gujju Members Most happening & the only active Gujarati Group in the Universe Meet Our New Generation & Make New Friends This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
No comments:
Post a Comment