[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] ગુડી પડવો: લીમડાનું સેવન ને પરિવર્તનની શીખ આપતું પર્વ


ગુડી પડવો: લીમડાનું સેવન ને પરિવર્તનની શીખ આપતું પર્વ

neem-tree.jpgકવિવર રવીન્દ્રનાથ ટાગોરે શાંતિવનમાં ઠેરઠેર વૃક્ષો ઉગાડેલાં અને કહેતા કે આ વૃક્ષો દ્વારા પૃથ્વી સતત સ્વર્ગની વાત સાંભળવા માટે કાન સરવા રાખે છે અને તેમાં જો તમે લીમડાનું વૃક્ષ વાવો તો તે જિંદગીભર તંદુરસ્ત અને મીઠામધુર રહેવા માટે ગુડી પડવાને દિવસે કુમળા પાન અને મોર આપે છે.


મુંબઈ શહેર સાવ નફફટ અને નકોરડું થઈ ગયું છે. અહીં સોસાયટીઓમાં ભાગ્યે જ લીમડાના ઝાડ વવાય છે. ગુડી પડવાને દિવસે લીમડાનો મોર ખાવો હોય કે તેનું પાણી પીવું હોય તો તકલીફ પડે. આજે ગુડી પડવાની રજા છે એટલે અંગ્રેજી માઘ્યમમાં ભણેલા લોકોને પ્રશ્ન થતો હશે કે વ્હોટ ઇઝ ધીસ ગુડી પડવા? તેની જાહેર રજા શું કામ?


ગુડી પડવાનું બીજું ઘણું મહત્ત્વ છે, પણ લીમડાના વૃક્ષનું કે કોઈ પણ વૃક્ષનું મહત્ત્વ આજે સમજીને પ્લીઝ પુણ્ય કમાઓ. વડોદરાના સયાજીરાવે વૃક્ષોનું મહત્ત્વ સમજેલું. તેમણે કહેવત પ્રચલિત કરી કે ટ્રીઝ એન્ડ ફોરેસ્ટસ આર ધ ઓવરકોટ ઓફ પુઅર મેન. શિયાળામાં ગરીબ માણસને વૃક્ષ ગરમી આપે છે.


ઉનાળામાં ઠંડક આપે છે અને તેમાંય જો લીમડો હોય તો તમને આરોગ્યદાયી મોર અને તેનો કડવો રસ તેમ જ દાંતને રોગમુકત રાખવા લીમડાનું દાતણ આપે છે. આપણે લીમડાના આરોગ્યદાયી ગુણોની વાત પછી કરીએ. પ્રથમ ગુડી પડવો શું છે તે કાકા કાલેલકર અને મરાઠી વિદ્વાન બી. એમ. મૂળસાહેબ અને સ્વામી ધર્મબંધુ પાસેથી જાણીએ.


આ સૃષ્ટિ પેદા થઈ- આ યુનિવર્સ પેદા થયું કે બ્રહ્માએ સૃષ્ટિનો આરંભ કર્યો તે આ ચૈત્ર સુદ એકમના દિવસે કર્યો. ગુજરાતીઓ ગુડી પડવાનો ઉત્સવ કરે છે તેના કરતાં મહારાષ્ટ્ર અને દક્ષિણ પ્રદેશના લોકો આ દિવસને નવું વર્ષ માનીને તેનો વધુ ઉત્સવ કરે છે. એક વાંસની ટોચે રેશમી વસ્ત્ર બાંધી તેની ઉપર ચાંદીનો કળશ ઊધો મૂકી તેને પુષ્પમાળા અને લીમડાના ડાળ- પાંદડાથી સજાવાય છે. આ દિવસનું બીજું એક મહાત્મ્ય છે કે આ દિવસે ભગવાન રામ વનવાસ ભોગવી અયોઘ્યા પાછા ફર્યા તેનો ઉત્સવ ઉત્તર પ્રદેશમાં થાય છે.


કાકાસાહેબ કાલેલકર ગુડી પડવાને વિશાળ અર્થમાં લે છે. આમ તો ઐતિહાસિક ઘટના કે કથાનુસાર વાનરરાજા વાલીના ત્રાસમાંથી દક્ષિણ પ્રદેશ છૂટયો તેનો આ ઉત્સવ મનાય છે. પણ માનવે કોઈ પણ નવા દિવસને એક નવી સવાર માનવી.


સવારે જેમ આગલા દિવસનો થાક ઊતરીને નવી સ્ફૂર્તિ આવે તે રીતે તેણે જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ. અત્યાર સુધી થઈ ગયું તે થઈ ગયું. આજથી નવી વાત. કોઈને કડવું કહેવાઈ ગયું હોય, કોઈનું મન દુભાવ્યું હોય અને સગા કે મિત્રને માઠું લગાડયું હોય તો ક્ષમા માગવાનો પણ આ દિવસ છે તેમ કાકાસાહેબ કાલેલકરે ૧-૨-૧૯૨૬ના એક લેખમાં કહેલું.


એલેકઝાન્ડર ચેઝ નામના વિદ્વાને પણ કહેલું કે ટુ રિમેઇન યંગ વન મસ્ટ ચેન્જ-સદાકાળ યુવાન રહેવા માટે માણસે પરિવર્તનને આવકારવું જોઈએ. કાકા કાલેલકરે આ વાતને જુદી રીતે અને સરળ રીતે કહી છે. સંબંધોને સુધારી લેવા માટે ગુડી પડવો એ સુંદર અવસર છે.

તમે નવો સંકલ્પ કરો તે પહેલાં સિંહાવલોકન કરવું એ પણ આપણો મૂળભૂત સ્વભાવ છે. તેને યાદ કરવો જોઈએ. સિંહાવલોકન એટલે સિંહની પેઠે પાછા વળીને જોવું તે. આપણે કેટલે સુધી આવ્યા, કેટલો રસ્તો કાપ્યો એનું સિંહ નિરીક્ષણ કરે છે. પ્રગતિશીલ માનવ માટે આ ટેવ બહુ કામની છે. ખોટા સંતોષમાં રાચવું નહીં. સતત સુધરવા માટે જિંદગીમાં ઘણો અવકાશ છે.


કાકા કાલેલકર કહે છે કે આપણે બીજા માણસ વિશે ઉતાવળે જજમેન્ટ બાંધી દઈએ છીએ અને તેને ગેરઇન્સાફ કરીએ છીએ. પણ આવો અન્યાય કર્યો છે એવી પ્રતીતિ થાય તો તરત માફી માગવી. ગુડી પડવો તે માટે શ્રેષ્ઠ દિવસ છે. કમાલની વાત એ થઈ કે કાલેલકરે ૭૩ વર્ષ પહેલાં ગુરુકુળના વિધાર્થીઓને ઉદ્દેશીને ગુડી પડવાનું મહત્ત્વ સમજાવેલું પણ પછી કહે છે કે 'મેં આ પત્ર લખ્યા પછી મને પોતાને ભાન થયું કે મેં મને ઉદેશીને આ પત્ર લખ્યો છે અને મારે પણ યથાસમયે જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ!'

આના અનુમોદનમાં પશ્ચિમના ઘણા વિદ્વાનો પરિવર્તનને અનિવાર્ય ગણાવી ગયા છે. તેમાં ઓગસ્ટે બાર્થેલેમી નામના વિદ્વાને ૧૭૦ વર્ષ પહેલાં કહેલું તે આજે આપણે ગુડી પડવાને દિવસે યાદ કરવું. ધ એબ્સર્ડ મેન ઇઝ હી હુ નેવર ચેન્જીસ. એ માણસ સાવ વાહિયાત કે બનાવટી છે જે કદી બદલાતો નથી.


કુદરતમાં કશું જ કોન્સ્ટન્ટ હોવું તે એકદમ ઇન્કન્સિસ્ટન્સ છે. સ્થિર જ રહેવું તે સૃષ્ટિના નિયમને મેળ પડતી વાત નથી પણ સૌથી કીમતી વાત બટ્રાર્ન્ડ રસેલ અને કવિ ટેનેસી વિલિયમે કહી છે. ચેન્જ ઈઝ સાયન્ટિફિક- ઇઝ એથિકલ. પરિવર્તન તો વૈજ્ઞાનિક ગુણ છે. પરિવર્તિત થવું તે આપણો ધર્મ છે અને તેમાં નૈતિકતા સમાયેલી છે. વળી, બધું જ પરમેનન્ટ નથી. 'કેમિનો રિયલ' નામના કાવ્યમાં ટેનેસી વિલિયમે કહેલું:


''તમારો સમય આવે ત્યારે સત્તાથી, પદથી અને આ જીવનમાંથી વિદાય લેવાનો એક સમય આવે છે અને ત્યારે તમારે રવાના થઈ જવું. ભલે પછી રવાના થઈને કયાં જવું તેની કોઈ ચોક્કસ દિશા ન હોય.'' (અંગ્રેજીમાં - ધેર ઇઝ એ ટાઇમ ફોર ડિપાર્ચર ઇવન વ્હેન ધેર ઇઝ નો સર્ટન પ્લેસ ટુ ગો.) મારા પ્રિય લેખક અલાન વોટ્સનું નાનકડું ૧૨૫ પાનાનું પુસ્તક હું ગીતાની જેમ વાંચું છું.


તમને કદાચ એમનું આ કીમતી વાકય જાણમાં હશે: ટુ બી હ્યુમન વન મસ્ટ રીકોગ્નાઇઝ એન્ડ એકસેપ્ટ એ સર્ટન એલિમેન્ટ ઓફ ઈર્રિડયુસિબલ રાસ્કાલિટી, બોથ ઇન વનસેલ્ફ એન્ડ વન્સ એનિમીઝ. અર્થાત્ જો તમારે આ પરિવર્તનશીલ દુનિયામાં સુખચેનથી જીવવું હોય તો કડવું સત્ય સ્વીકારી લો કે આપણા તમામમાં થોડાં થોડાં રાસ્કલ જેવાં તત્ત્વ હોય જ છે. તમારા દુશ્મન જેટલા તમે રાસ્કલ ન હો પણ તમેય રાસ્કલ છો જ.


હવે જલદીથી ગુડી પડવાને દિવસે લીમડાના વૃક્ષની વાત ઉપર આવીએ. મીઠું મધુરું જીવન જીવવા અલાન વોટ્સે કહ્યું તેમ કડવાશ પણ જીરવવી જોઈએ કારણ કે એ કડવાશ પણ ઔષધરૂપ બની શકે છે. તમે આજે શ્રીનાથજી જશો તો ભગવાનને બીજી પ્રસાદી સાથે લીમડાનો મોર ધરાશે.


અરે, મોટા ભાગનાં મંદિરો અને સ્વામીનારાયણના મંદિરે પણ લીમડાનો મોર ધરાશે. લીમડાના ગુણ વિશે વૈધ બળદેવપ્રસાદ પનારાએ 'કલ્પવૃક્ષ લીમડો' નામનું પુસ્તક લખ્યું છે. મુંબઈના ગાંધીવાદી કરસન પટેલે લીમડા વિશે લખ્યું છે. ઉપરાંત પોતે તૈયાર લીમડાના પાનનો રસ ચૈત્રમાં ઘરે ઘરે પહોંચાડે છે.


વૈધ નવીનભાઈ ઓઝાએ તો હિન્દી ભાષીને સમજાય તે માટે 'વનસ્પતિ શતક' નામની પુસ્તિકા લખી છે. તેમાં નિમ્બ કે નીમ ટ્રી કે નીમ કે લીમડાના છોડ વિશે પણ લખ્યું છે. લીમડાના પાનનો વિશિષ્ટ પ્રભાવ રકતદોષ અને ચામડીના રોગો ઉપર હોય છે. ગુરુકુળના વિધાર્થીઓને કાકા કાલેલકરે કહેલું કે ''ગુડી પડવાને દિવસે લીમડાની કૂંપળો અને મોરને મરી, હીંગ, મીઠું, જીરું અને અજમા સાથે સવારે ઊઠીને ખાવી અને ચૈત્રી પડવાની ખાસ વિધિ છે પણ તમને આ માથાકૂટ ન ગમે તો લીમડાની કૂંપળો સિંધાલૂણ સાથે ખાઓ. ઘરબહાર ફૂલોની સજાવટવાળી રંગોળી કરો.''


આજકાલ અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં અમેરિકનોને લીમડાનું મહત્ત્વ સમજાવતાં વૈદ પંકજ નરમને મેં ગુડી પડવા નિમિત્તે લીમડાના ઉપયોગ માટે ફોનથી પૂછ્યું અને ભાવનગરના આયુર્વેદના વૈદ અશોક શેઠને પૂછ્યું. ડો. પંકજ નરમે નુસખો બતાવ્યો તે ચૈત્રમાં કરવા જેવો છે. એક નાનકડી જૂડી કુમળા લીમડાના પાન. ૫૦ દાણા કાળા મરીને આખો ગ્લાસ ભરીને પાણીમાં ઉકાળવા. તેમાં એક ઊભરો આવે તે રીતે ઉકાળો. ગુડી પડવાને દિવસે અને સાત દિવસ પીવાથી વજન ઊતરે છે. લોહી શુદ્ધ થાય છે.


ચામડીના રોગ મટે છે. લીમડો પિત્તશામક કે જંતુધ્ન છે અને ચામડીના સફેદ ડાઘને પણ સારા કરે છે. ઉરુલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં મોટો ટોપ ભરીને લીમડાનાં પાંદડાં ઉકાળાતાં અને કુષ્ઠરોગી કે ચામડીના રોગીને સ્નાન કરાવતા. આ બાબતમાં ભાવનગરના વૈદ અશોક શેઠ લીમડાનાં દરેક અંગો વૈદકીય ઉપયોગમાં આવે છે તેમ કહે છે. લીંબોળીનું તેલ માથામાં નાખવાથી જૂ-લીખ થતાં નથી.


અમુક લોકો લીમડાછાપ સાબુ પણ બનાવે છે. તેમાં જો સાચું લીંબોળીનું તેલ હોય તો ફાયદો કરે છે. મહામંજીષ્ટાદિ કવાથ અને લીમડાની ઘનવટીમાં લીમડાની અંતર છાલ વપરાય છે તે લોહીને શુદ્ધ કરે છે. જે રસાયણ ચૂર્ણ ધાતુપુષ્ટિ માટે લેવાય છે તેમાં ગળો, ગોખરુ અને આંબળા હોય છે તેમાં જે ગળોનો ઉપયોગ કરાય છે તે લીમડાના વૃક્ષ ઉપર ચઢતી ગળોના વેલાની વાત છે.


આખી સૃષ્ટિ એકમેક સાથે સંકળાયેલી છે તે વાત ગુડી પડવો યાદ દેવડાવે છે. ઉપનિષદનો એક શ્લોક છે તે આવા ગુહ્ય જોડાણની વાત કહે છે. તમામ તત્ત્વોનું એસેન્સ (સાર, મૂલતત્ત્વ, સારભૂત, સાત્વિક અંશ) પૃથ્વી છે. પાણી એ પૃથ્વીનું એસેન્સ છે. જે ઔષધીય છોડવા છે, તેમાં પાણીનું એસેન્સ છે.


ફૂલો એ આ ઔષધીય છોડનું એસેન્સ છે અને ઊર્જા એ માનવીનું એસેન્સ છે. અર્થાત્ માનવી પોતે જ ઊર્જાનો સ્રોત છે અને તે સ્રોતને જીવતો રાખવા ફળ, ફૂલ, પાદડાં સાથે લીમડાનાં પાન અને મોરનું સેવન કરો.



Get your own website and domain for just Rs.1,999/year.* Click here!


Add more friends to your messenger and enjoy! Invite them now.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Group Charity

i-SAFE

Keep your kids

safer online

Support Group

Lose lbs together

Share your weight-

loss successes.

Yahoo! Groups

Join people over 40

who are finding ways

to stay in shape.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...