[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] ઉન્માર્ગે જતા સમાજને સન્માર્ગે વાળો

ઉન્માર્ગે જતા સમાજને સન્માર્ગે વાળો

Geeta ane Jivan, Parmanand Gandhi


સમાજ ઉત્થાનના કાર્યમાં પ્રભુ અપેક્ષા રાખે છે તે પ્રમાણે આપણી ક્ષમતા મુજબ લોકસંગ્રહનું કાર્ય કરી જીવનની કૃતાર્થના અનુભવીએ

માણસને કંઇ ને કંઇ પ્રાપ્ત કરવાની પ્રેરણા તેને દોડાવે છે. રાજકીય નેતાઓને તેમની 'ખુરશી' દોડાવે છે. ઉધોગપતિઓ તેમની આર્થિક દોડમાં બૈરી-છોકરાઓને પણ ભૂલી જાય છે.


સામાન્ય માણસ 'રોટલા' માટે અવિરત દોડતો હોય છે. પરંતુ આ બધાની આ દોડ નીજી સ્વાર્થ માટે છે. આપણા દેશમાં ઋષિઓની, સંતોની, મહાપુરુષોની એક એવી પરંપરા નિર્માણ થઇ હતી કે તેમનો કોઇ નીજી સ્વાર્થ ન હોવા છતાં તે અવિરત દોડતા રહ્યા હતા. તેમને પૈસો, પદ કે પ્રતિષ્ઠા નહોતાં જોઇતાં. તેમને રાજયમાન્ય કે લોકમાન્ય પણ થવું ન હતું. તો તેમની આ અવિશ્રાંત દોડનું કારણ શું?


કોઇને લાગે કે તેઓ ભગવદ્ પ્રાપ્તિ માટે દોડતા હતા. અરે! તે તો ભગવાનના લાડકા હતા. તેમને તેની અપેક્ષા પણ નહોતી. તેથી તો શ્રીમદ્ આધ શંકરાચાર્યે તેમના એક સ્તોત્રમાં કહ્યું જ છે, 'મને મોક્ષની આકાંક્ષા નથી, સંસારના વૈભવની લાલસા નથી, વિજ્ઞાન તથા સુખની અભિલાષા નથી.' તો શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય આદિ આચાર્યોદક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારત સુધી દોડયા શા માટે?


કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઋષિઓ પહોંચ્યા શા માટે? આ બધા મહાપુરુષો અને તેમને થયેલી જીવનના પરમોચ્ચ આનંદની અનુભૂતિ અને સત્યદર્શનની સંસારમાં લહાણી કરવા આખું આયખું અજંપો સેવીને તે દોડતા રહ્યા. દેખીતા અન્યાય સામે, પ્રજાના હિત અને સુખને માટે તેમણે અનેકવિધ કષ્ટ ઉઠાવ્યાં હતાં. પાપના ભાર નીચે દબાયેલી પૃથ્વી ઉપર ઈશ્વરનું સામ્રાજય સ્થાપવાનું તેમનું સ્વરૂપ સાકાર કરવાની લગનીમાં તેઓ કદી જંપીને બેઠા ન હતા.


સ્વામી આનંદે તેમના આવા પુરુષાર્થને 'માનવતાની તાલાવેલી' એવું નામ આવ્યું છે અને ગીતાકારે એ જ વસ્તુને લોકસંગ્રહ નામ આપ્યું છે.


લોકસંગ્રહમેવાપિ સંપશ્યન્ કતુર્મહસિ (અ.૩-૨૦) (જનક વગેરે) 'જે લોકસંગ્રહ કરતા હતા તે પ્રમાણે (અર્જુન) તું કર.' લોકસંગ્રહ એટલે લોકોને ભેગા કરવા નહીં પરંતુ ઉન્માર્ગે જતા સમાજને સન્માર્ગ તરફ વાળવો. સન્માર્ગી બનાવવાનો દ્રઢ નિશ્ચય અને તે મુજબનું આચરણ એટલે લોકસંગ્રહ.

સૃષ્ટિનું ચક્ર અવિરત ચાલ્યા જ કરે છે અને પ્રત્યેકે પછી તે જ્ઞાની હોય કે અજ્ઞાની તે બધા જ જયાં સુધી જીવે છે ત્યાં સુધી કર્મ કરતા જ હોય છે. તે કોઇનાથી કર્મ છૂટવાનું નથી.


તો પછી જે જ્ઞાની છે, આત્મજ્ઞાની છે, જેમણે જીવનનું પરમોચ્ચ ઘ્યેય પ્રાપ્ત કરી લીધું છે, કશું પ્રાપ્ત કરવાનું બાકી નથી છતાં તેમને કર્મ તો કરવું પડે છે તો તે લોકોની સમજણ છે કે જનકલ્યાણનું-સમાજ ઉત્થાનનું કાર્ય શા માટે ન કરવું?


ઉદાહરણાર્થ, એક માણસ પાસે લાખ રૂપિયા છે. તે તેના માટે ઉપયોગના નથી. છતાં તેને તે વાપરવા જ પડે એમ છે તો પછી તેનો દુર્વ્યય ન કરતાં તે તેનો સદ્વ્યય શા માટે ન કરે? તેથી જનક જેવા આત્મદર્શી લોકો આ સમજણથી પ્રેરાઇને લોકસંગ્રહનું કાર્ય કરતા હતા.


તે કરવામાં તેમને અભિમાન પણ નહોતું કે હું ફલાણું ફલાણું સત્કાર્ય કરું છું. પરંતુ તેમનાથી તે સહજ જ થતું હોય છે. તેવા નિરપેક્ષ ભાવે તે કર્મયોગ દ્વારા અનાસકત થઇને લોકસંગ્રહનું કાર્ય કરતા હોય છે.


હજું કયાં મોડું થયું છે ? જાગ્યા ત્યારથી સવાર. સમાજ ઉત્થાનના કાર્યમાં, તેને સન્માર્ગે વાળવા પ્રભુ અપેક્ષા રાખે છે તે પ્રમાણે કાર્ય કરી જીવનની કતાર્થના અનુભવીએ.



Connect with friends all over the world. Get Yahoo! India Messenger.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Cat Fanatics

on Yahoo! Groups

Find people who are

crazy about cats.

Group Charity

One Economy

Helping close the

digital divide

Y! Groups blog

the best source

for the latest

scoop on Groups.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...