[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] ચેતનાનો અમોઘ સ્રોત શકિતની ઉપાસના

ચેતનાનો અમોઘ સ્રોત શકિતની ઉપાસના

દેવી પ્રસીદ પરમા ભવતી ભવાય
સધો વિનાશયસિ કોપવતી કુલાની //
વિસાત મેત દધુનૈવ યદસ્તમેત-
ન્વીતં બલં સુવિપુલં મહિષા સુરસ્ય //
દ્દષ્ટવૈ કિં ન ભવતિ પ્રકરોતિ ભસ્મ
સર્વા સુરા નરિષુ યત્પ્રહિણો ષિ શસ્ત્રમ્ //
લોકાન પ્રયાન્તુ રિપવોડપિ શસ્ત્રપૂતા
ઈત્થં જાતિર્ભવતિ તષ્વહિતેષુ સાઘ્વી //
સ-પ્તશતી ચંડી પાઠ (અઘ્યાય ચોથો)

kanti_bhatt

આપણે દુર્ગાશકિત કે કોઈપણ દૈવી શકિતની ઉપાસના કરીએ છીએ. આખરે તે શકિત જ આપણને બચાવે છે. મહર્ષિ અરવિંદે પણ મા દુર્ગાની શકિતનું આહ્વાન કરેલું. એટલું જ નહીં પણ તેના ઉપરથી 'સાવિત્રી' નામનું મહાકાવ્ય પણ રચેલું. તેમાં કોઈપણ સંયોગમાં દૈવી શકિતને જગાડવાની વાત છે.


ભૌતિક અર્થમાં સજીવતા પ્રાણમૂલ-ઓજ, જીવનતત્ત્વ, પ્રાણશકિત, ચેતના, ચેતનત્વ, જીવધારણ ક્ષમતા, બળ, તાકાત વગેરે શબ્દો છે. માત્ર તમે દૈવી શકિતનું આહ્વાન કરો તો આ તમામ ડિકશનરીના અર્થોઆઘ્યાત્મિક અર્થવાળા બની જાય છે. જોસ ઓર્ટેગાએ કહ્યું છે કે માનવીમાં તો ઓજસ, ક્ષમતા અને પ્રાણશકિતના ધોધ સૂતેલા પડયા છે એટલો વિપુલ જથ્થો છે કે કોઈપણ રણ જેવી વિકટ સ્થિતિમાં માનવીને મૂકો ત્યાં તે શકિત તેનો વિસ્ફોટ કરી શકે છે.


ઓર્ટેગાનું એક સૂત્ર તમને ખૂબ નવું લાગશે. 'આઈ એમ માયસેલ્ફ એન્ડ માય સરકમ્સ્ટન્સ.' મારામાં મારાપણું છે અને જે સંયોગો છે તે પણ મારા થકી જ છે. મારા થકી સારાનરસા સંયોગો પેદા થાય છે અને તેનો હું સામનો કરવા સમર્થ છું. ભારતમાં તો માનવીમાં તમામ તાકાત હોય પણ જયારે ચારેકોર હિંસા- ત્રાસવાદ હોય ત્યારે આપણી શકિત ઓછી પડે છે.


ખરી રીતે સવાર પડે એટલે આપણી શકિતમાન, શકિતમાનું જ રટણ લઢણ હોવા જોઈએ. તે માટે મેં ચંડીપાઠના ઉપરના બે શ્લોકો ટાંકયા છે, જેમાં માનવીને પોતાનું બળ ઓછું પડતાં દુર્ગાશકિતને બોલાવે છે. ઉપરના બે શ્લોકોનો ભાવાર્થ છે કે હે દેવી! તમે પ્રસન્ન થઈને અમારી તકલીફોનો નાશ કરી શકો છો. એટલે આજે મને તમારી જરૂર પડી છે. બીજો શ્લોક તો કમાલનો છે. દેવીની અભ્યર્થનામાં પૂછવામાં આવે છે કે શા માટે તમે અસુરી બળો પેદા કરો છો? શું કામ દ્દષ્ટિમાર્ગથી તેને ભસ્મ કરતા નથી? એટલા માટે કે તેમાં ગુપ્ત રહસ્ય છે. જો શત્રુઓ શસ્ત્રના સ્પર્શથી પવિત્ર થઈ ઉત્તમ લોકોમાં આવે એવો વિચાર તેમને માટે તમે કરો છો! અસુરી તત્ત્વોનો નાશ કરવો તે તેમના જ ભલા માટે છે!


મહર્ષિ અરવિંદ દુર્ગા અથવા શકિતના ઉપાસક હતા. તેમણે કહેલું 'દેશે કે સમાજે પોતાના આત્માને જાગૃત કરવા હોય તો તેણે એકાદ આઘ્યાત્મિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.' આ આઘ્યાત્મિક પ્રક્રિયામાંથી પસાર થવાના માર્ગ તરીકે અરવિંદે, દુર્ગા શકિતનો સ્તોત્ર રચેલો. ભારતની તમામ પ્રજાએ જયારે જરૂર પડે ત્યારે પોતાના શરીર મનને સ્વસ્થ રાખીને (દેવીની) પ્રચંડ શકિત જગાવવી જોઈએ. એ મનોરથ સાથે તેમણે 'સાવિત્રી' નામનું કાવ્ય રચેલું ત્યારે બ્રિટનની ગુલામી હતી. આજે જે ગુલામી અને જે ત્રાસ આપણને સતાવે છે તે જુદા પ્રકારનો છે. કેટલાક ટેરરિસ્ટો બહારના છે પણ મોટા ભાગના ત્રાસવાદીઓ આપણી આસપાસના છે. આંતરિક છે એટલે બ્રિટિશરોની ગુલામી વખતની સ્થિતિ કરતાં આજની સ્થિતિ વધુ વિષમ છે ત્યારે દૈવી શકિત જગાડવાનું વધુ અનિવાર્ય થઈ પડે છે. દુર્ગાપૂજા દ્વારા એ કઈ રીતે શકય બને?


આ પ્રશ્નના ઉત્તરમાં અરવિંદે કહેલું 'દુર્ગા તો માત્ર એક પ્રતીક છે. તમે તેને મધર સ્પિરિટ ઓફ ઈન્ડિયા કહી શકો. ભારત માતાની શકિત કહી શકો.' આવી ભાવના ત્યારે સ્વતંત્રતા પહેલાં દેશમાં ઐકય સ્થાપવા માટે જરૂરી હતી.


પરંતુ આજે જુદા જ સંયોગો છે. આજે માત્ર તમે અને તમારું કુટુંબ અને ખાસ કરીને બાળકોને શકિતની ઉપાસના કરતાં શીખવો. બાળક બચપણથી જ ટીનેજર તરીકે મોજશોખમાં પડીને શકિત વેડફવાને બદલે શકિતનો સંગ્રહ કરે તે સમયે તો અરવિંદે અંગ્રેજીમાં મધર દુર્ગા નામનો સ્તોત્ર રચેલો. 'હે માતા દુર્ગા, તું શકિત, પ્રેમ અને જ્ઞાન બક્ષનારી છો. તારી પ્રચંડ શકિત છે. આ જીવનના યુદ્ધમાં અમે તારા યોદ્ધા છીએ. એટલે હે માતા! અમને તારા મન અને હૃદયનો પ્રેમ આપી પ્રચંડ શકિત આપ. અમારી બુદ્ધિને દૈવી કક્ષાનું ચરિત્ર આપ.


આજે શહેરના બુદ્ધિમંતો અંગ્રેજી ભણ્યા છે એટલે મહર્ષિ અરવિંદનું 'સાવિત્રી' નામનું મહાકાવ્ય જે ખાસ્સાં ૭૨૪ પાનાંનું છે તે પોંડિચેરીના અરવિંદ આશ્રમ કે મુંબઈમાં ચર્ચગેટ પરના પુસ્તક ભંડારમાંથી મગાવી લે. કિંમત માત્ર રૂ. ૧૨૦ છે. જો 'સાવિત્રી' સુધીની પહોંચ ન હોય તો એક સરળ- સસ્તો રસ્તો છે-'સપ્તશતી ચંડીપાઠ'ની પુસ્તિકા. તેના ચોથા અઘ્યાયમાં શક્રાદય સ્તુતિ છે તેનું સંકટ વખતે રટણ કરો.


આપણી મૂળ વાત 'સાવિત્રી'ના મહાકાવ્યની છે. અરવિંદે રચેલા મહાકાવ્યમાં વાસવ દત્તા, ચિત્રાંગદા, ભવાની અને સાવિત્રીનાં પાત્રો દ્વારા આપણને સ્ત્રી શકિતનો સાચો પરિચય કરાવ્યો છે. પણ કેટલી બધી વ્યથાની વાત છે કે જયારે પણ ટીવી ઉપર મ્યુઝિકની ચેનલો ખોલું છું ત્યારે કોઈ સાત્ત્વિક ગીતો કે અર્થપૂર્ણ ગીતો કે મનને શાંતિ આપતાં ગીતો સંભળાતાં નથી.

kanti_bhattઆજે તો આપણી સ્ત્રીઓએ અને નવ યુવતીઓએ ખાસ પોતાની શકિતનો અહેસાસ કરવો જોઈએ. ખ્રિસ્તી ધર્મ કે કોઈપણ ધર્મ આવ્યો તે પહેલાં મિડલ ઈસ્ટ અને પૂર્વના દેશોમાં દેવીઓ જ પૂજાતી હતી તેમ મર્લિન સ્ટોન નામની અંગ્રેજ લેખિકા કહે છે. ઉત્તર દિશામાં દેશોમાંથી પુરુષ યોદ્ધાનું આક્રમણ થતું ત્યારે એ યોદ્ધાને સૌથી વધુ ડર સ્ત્રી સામ્રાજયનો લાગતો હતો. તે લોકોને દેવીપૂજા બંધ કરાવવી હતી. હિબ્રુ લોકો પુરુષને જ સર્વોપરી માનતા હતા. સ્ત્રીને ગુલામ રાખવા ઈરછતા હતા. હિબ્રુ સ્ત્રીઓને કોઈ હક જ નહોતો. બાઈબલ પણ એક પુરુષે લખેલું તેમ મર્લિન સ્ટોન કહે છે પણ અમુક દેશોમાં બીજો ધર્મ આવ્યો ત્યાં સુધી સ્ત્રીને જ દેવી તરીકે પૂજવામાં આવતી હતી.


મહર્ષિ અરવિંદ સ્ત્રી શકિતના-દુર્ગાના પ્રતીકરૂપે શકિતને જાગૃત કરવા માગતા હતા. સ્ત્રીની તપસ્યામાં કેટલું સામથ્ર્ય છે તે બતાવવા તેમણે મહાભારતનાં પાત્રોમાંથી દ્રૌપદી નહીં પણ સાવિત્રીના પાત્રને પસંદ કર્યુ હતું. એક હિન્દી કવિએ અરવિંદના મહાકાવ્ય સાવિત્રીનો એક અંશ લઈને તેનું હિન્દી રૂપાંતર પણ કર્યું છે.


ઈન મુરદો મેં કઈ સચ્ચે ઈન્સાન જીતે હૈ
દેવી કહેતી હૈ મૈં મુરદો કે વાસ્તે નહીં
ઈન્સાન કે વાસ્તે જીતી હું
જબ સચ્ચા ઈન્સાન થકકર સોતા હૈ
તબ મૈં જગતી હું.


દુર્ગા જેવી શકિત મેળવવાનું સામથ્ર્ય મહાભારતની સાવિત્રીએ મેળવ્યું. મૃત પતિને સજીવન કરવાનું સામથ્ર્ય પ્રાપ્ત કરનારી સાવિત્રી જેવી પત્ની મેળવવા માટે આજના પતિએ પણ ચારિત્ર્યવાન બનવું જોઈએ. સાવિત્રીનો પતિ સત્યવાન હતો. તે ચારિત્ર્યવાન હતો.


યોગ, આઘ્યાત્મ અને જીવનનાં રહસ્યોની વાત કરનારા અરવિંદે સાવિત્રી જેવા મહાભારતના મહાપાત્રને કાવ્યનું સ્વરૂપ આપ્યું તેમાં પણ કંઈક રહસ્ય હશે જ. આ સાવિત્રી કોણ હતી? તમે કદાચ જાણતા હો તો જરા રિપીટ કરી લો.


મહાભારતની કથાના આધારે હું કહું છું. અશ્વપતિ નામનો રાજા હતો. રાજા વૃદ્ધ થતો જતો હતો. તેને સંતાન ન હોવાથી દુ:ખી રહેતા. સંતાન-પ્રાપ્તિની ઈરછાથી ૧૮ વર્ષ સુધી દેવીની આકરી તપસ્યા કરી. આખરે દેવીએ વરદાન આપ્યું. 'તારે ત્યાં સુંદર પુત્રીનો જન્મ થશે.' રાજા અશ્વપતિએ તેનું નામ દેવીના નામ પરથી જ સાવિત્રી પાડયું. સાવિત્રીનું રૂપ તેજ તેજના અંબાર જેવું હતું. બીજાં રાજયોના રાજવી પુત્રો તેનાથી ડરીને દૂર રહેતા. રાજા અશ્વપતિને મૂંઝવણ થઈ કે આ દૈદીપ્યમાન સાવિત્રીને પરણાવવી કઈ રીતે? કોણ પરણશે? કોણ લાયક છે?


હવે જુઓ મહાભારતનો સમય પણ સ્ત્રીને કે પુત્રીને કેટલી બધી છૂટ આપતો હતો! રાજાએ સાવિત્રીને કહ્યું 'હે પુત્રી, તું જગતભરમાં ફર અને જાતે જ જીવનસાથી પસંદ કરી લે. મને તારા ચારિત્ર્ય અને શકિતમાં વિશ્વાસ છે.' આજે ૨૧મી સદીમાં યુવતીઓએ એવું ચારિત્ર્ય કેળવવું જોઈએ કે પિતા-માતા કોઈ ખચકાટ વગર પુત્રીને બહાર ફરવા દે, તેવી પુત્રી બનવું જોઈએ. રાજાએ પુત્રીમાં દૈવી ગુણો જોયેલા. તેને આંતર સ્કુરણા થયેલી કે કોઈ લાયક મુરતિયો જેનો આત્મા તેની પુત્રી જેવો બળવાન છે તે તેની રાહ જોઈ કયાંક બેઠો છે.


સાવિત્રી એકલી વન, પર્વત, નદીનાળામાં ફરે છે. યાત્રામાં ફિલસૂફો, ઋષિ જેવા રાજાઓ, યોગીઓ અને ગૂઢ પુરુષોને મળે છે. તાત્પર્ય કે કન્યાએ મેધાવી પતિ મેળવતાં પહેલાં અનેક બુદ્ધિમંતોને મળીને સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આખરે સાવિત્રીને તેનો ભાવિ પતિ જંગલના વૃક્ષ નીચે બેઠેલો મળે છે. તેનું નામ સત્યવાન છે.


સત્યવાનને વરવા સાવિત્રી ઈરછા બતાવે છે ત્યારે સત્યવાન તેને એક ઋષિ પિતા પાસે લઈ જાય છે. તેનું નામ ધુમત્સેન છે. દરમિયાન સત્યવાન દિલ ખોલીને પોતાનાં સપનાં શું છે તે અને તેના જીવનની નિષ્ફળતા, નાસીપાસી અને કડવા અનુભવો કહે છે. પોતાની આપબડાઈ કરતો નથી. 'હું તો ઈશ્વર, કુદરત અને માનવી વચ્ચેનું ઐકય સાધવા માટે સાધના કરતો હતો પણ મારી સાધના પર્યાપ્ત ન થઈ. ...મારામાં કશીક અધૂરપ હશે જ પણ હવે તું આવી છો તો મને શ્રદ્ધા છે કે બધું બદલાઈ જશે.' ચારિત્ર્યવાન પત્ની આવે તો પતિનું પ્રારબ્ધ પલટી શકે છે તેમ કહેવાનો તેનો આશય છે. ટૂંકમાં બન્ને પરણે છે પણ સાવિત્રીને ચેતવાય છે કે સત્યવાનની આવરદા ટૂંકી છે. તેની અવગણના કરીને સાવિત્રી પરણે છે. સત્યવાનનું મૃત્યુ થાય છે અને સાવિત્રી તેની સાધના દ્વારા સત્યવાનને સજીવન કરે છે.


સાવિત્રીની આ વાર્તા છે. પણ આજના બુદ્ધિમંતને તે વધુ પડતી લાગશે. સત્યવાન જીવિત થયો હોય કે ન હોય સાવિત્રી જેવું બળવાન ચારિત્ર્ય ધરાવતી સ્ત્રી આવું સામથ્ર્ય ધરાવી શકે છે એમ આપણે શ્રદ્ધાપૂર્વક માનવાનું છે. જો આજે પુરુષો ફેઈલ જાય તો સ્ત્રીઓ જ સફળ થાય જો તે સાવિત્રી જેવી ચારિત્ર્યવાન થાય. હે ઈશ્વર! અમને આવી સાવિત્રીઓ આપ કે અમે તેમને ભજીએ અને ભાયડાઓ નિષ્ફળ ગયા છે ત્યાં સ્ત્રીઓ ભેગી મળીને ભારતનો ઉદ્ધાર કરે.



Get your own website and domain for just Rs.1,999/year.* Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Support Group

Lose lbs together

Share your weight-

loss successes.

Yahoo! Groups

Cat Zone

Connect w/ others

who love cats.

Yahoo! Groups

Auto Enthusiast Zone

Discover Car Groups

Auto Enthusiast Zone

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...