[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] કાલ્પનિક નિષ્ફળતાથી ડરો નહીં

કાલ્પનિક નિષ્ફળતાથી ડરો નહીં

education એક મોટી ધારણા સિવિલ સર્વિસસિ પરીક્ષા સાથે જોડાયેલી છે કે તેમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે ખૂબ અઘરા હોય છે. સત્ય તો એ છે કે આ પરીક્ષામાં સામેલ ઉમેદવારોની સંખ્યા ખૂબ વધારે હોય છે. અને પસંદગીની સીટોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. આથી પરીક્ષા થોડી કડિન હોય તે સ્વાભાવિક છે. જયાં સુધી અભ્યાસક્રમ તથા પ્રશ્નપત્રના પ્રારૂપનો સવાલ છે ત્યાં સુધી દરેક વૈકિલ્પક વિષયોનું સ્તર ગ્રેજયુએશનના સ્તર સુધીનું હોય છે.


અલબત્ત પ્રશ્નોની પ્રકતિ અલગ હોય છે તથા ઉત્તરોને શબ્દસીમામાં બાંધવામાં આવે છે અને એ પણ સંભવ છે કે ઉમેદવાર પાસેથી વધુ વિશ્લેષણાત્મક તથા વ્યાવહારિક જવાબોની અપેક્ષા રાખવામાં આવે છે. સંક્ષેપમાં, એવા ઉમેદવારો કે જે ફકત કોલેજોની પરીક્ષા પદ્ધતિ અનુસારનું પોપટિયું જ્ઞાન ધરાવતાં હોય છે તેઓને આ પરીક્ષા અઘરી લાગે છે કારણ કે ગોખણપટ્ટીને ખાસ અવકાશ હોતો નથી.


પ્રિલિમ તથા મુખ્ય પરીક્ષામાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેનો ઉદ્દેશ પરીક્ષાર્થીની સંપૂર્ણ જાણકારી તેની વિચારવાની ક્ષમતા, વ્યવહારિકતાની ઓળખ તથા વિષયવસ્તુની પ્રાસંગિકતાનો સાચો અંદાજ મેળવવાનો હોય છે. આ ગુણોને પારખવા માટે અઘરાથી અઘરા પ્રશ્નો પૂછવા જરૂરી હોતા નથી. પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ ઉમેદવાર કોઈ વાતને સારી રીતે જાણી શકે કે સમજી શકે તે હોય છે. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે રીતના ઓબ્જેકિટવ પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાં અને સિવિલ સેવામાં પૂછવામાં આવતા પ્રશ્નોમાં ખૂબ અંતર જોવા મળે છે. મોટા ભાગે રાજય વહીવટી સેવા આયોગોની પરીક્ષામાં પારંપરિક પ્રકાર બીબાઢાળ પ્રશ્નો પર વધુ ભાર આપવામાં આવે છે.


મુખ્ય પરીક્ષામાં પ્રશ્નપત્રોની રૂપરેખા પણ સામાન્ય પરીક્ષાઓમાં પૂછાતાં પ્રશ્નો કરતાં એકદમ અલગ હોય છે. પહેલી વાત તો એ કે તેમાં કેટલાક ટૂંકા તો કેટલાક લાંબા પ્રશ્નો હોય છે. પછી એક જ પ્રશ્નની અંદર ટૂંકામાં ટૂંકા પ્રશ્નોના ઉત્તરો આપવાના હોય છે.


ખાસ કરીને પ્રશ્નોની રૂપરેખા ખૂબ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. પરીક્ષક પણ એ બાબત ઉપર વધારે ઘ્યાન આપે છે કે પરીક્ષાર્થી વિષયવસ્તુની કેટલી નજીક રહીને પોતાની વાતને ઓછા સમયમાં તથા ઓછા શબ્દોમાં અભિવ્યકત કરવાની કાબેલિયત રાખે છે.


એક દ્દષ્ટિએ જોઇએ તો આ પ્રકારના પ્રશ્નોના જવાબો આપવાનું પારંપરિક પ્રશ્નો કરતાં સહેલું હોય છે. જો તમે તે વિષયનું ગહન અઘ્યયન કર્યું હોય અને વિષય પર તમારી પૂરી પકડ હોય અને વિષય પ્રત્યેની ધારણા સ્પષ્ટ હોય.


મોટર કાર ઉધોગના પિતા ગણાતા હેનરી ફોર્ડે પોતાના કારખાનામાં કોતરાવ્યું છે, 'મધમાખી તેના કદ, આકાર અને વજનની દ્દષ્ટિએ વૈજ્ઞાનિક નિયમને ઘ્યાનમાં રાખતા કોઇ પણ સંજોગોમાં ઊડી શકે તેમ નથી, પરંતુ નિયમની મધમાખીને જાણ નહીં હોવાથી આરામથી ઊડી શકે છે.'


ગુજરાતના વિધાર્થીઓ કાંઇક આવી જ કાલ્પનિક નિષ્ફળતાની લાગણીને લીધે જ સિવિલ સર્વિસઝિના ફોર્મ ભરતા ગભરાય છે. પણ તેઓએ યાદ રાખવું જોઇએ કે 'The Greatest Failure is Failure to Try' (લેખક નાયબ કલેકટર છે)



Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
John McEnroe

on Yahoo! Groups

Join him for the

10 Day Challenge.

Get in Shape

on Yahoo! Groups

Find a buddy

and lose weight.

Yahoo! Groups

Auto Enthusiast Zone

Love cars? Check out the

Auto Enthusiast Zone

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...