[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] વિપશ્યના કાયોત્સર્ગ

વિપશ્યના કાયોત્સર્ગ

vipashyana_buddha_meditatioધર્મ જીવનનું વિજ્ઞાન છે. જીવનને ઉચ્ચતા બક્ષે તો જ ધર્મ, ધર્મ છે. આ દ્રષ્ટિએ જૈન ધર્મને દાન, શીલ, તપ, ભાવ આમ ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. દાનધર્મનો સંબંધ આર્થિક-વ્યાવસાયિક બાબતો સાથે છે.

શીલ એટલે સદાચાર.


શીલનું કાર્ય સામાજિક સંબંધોને નર્મિળ રાખવાનું છે. આ બે ધર્મ જીવનને સ્વસ્થ અને સંતુલિત રાખે છે, પરંતુ આટલાથી વ્યકિતનો વિકાસ પરિપૂર્ણ થઇ જતો નથી. એણે ભીતરથી પણ વિકસિત થવાનું છે, જેને આપણે આઘ્યાત્મિક વિકાસ કહીએ છીએ. એ માટે તપ અને ભાવ એ બંને ધર્મનો પ્રયોગ કરવાનો રહે છે.


આંતરિક વિકાસ સાધવા માટે જે પુરુષાર્થ કરીએ તેનું જ નામ છે તપ. જૈન ધર્મે તપને બાર પ્રકારમાં વહેંચ્યો છે. જે વ્યકિતને અંદર-બહારથી વિશુદ્ધ કરવાનું કામ કરે છે.


છ બાહ્ય તપ: આહાર ત્યાગ (ઉપવાસ, અનશન), આહારનું પ્રમાણ ઓછું કરવું (ઉદાહરી), જરૂરિયાતો ઘટાડવી (વૃત્તિસંક્ષેપ), સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ (રસ-પરિત્યાગ), શ્રમ કરવો- સહનશકિત વધારવી (કાયકલેશ), સ્થિર આસને બેસવાની તથા એકાંતની ટેવ પાડવી (સંલીનતા). શરીર તથા ઇન્દ્રિયો પર કાબૂ, શુદ્ધિ અને તેનું સશકિતકરણ- આ બધું બાહ્ય તપ દ્વારા વૈજ્ઞાનિક રીતે થાય છે.


છ આંતરિક તપ: ભૂલ સ્વીકાર અને ભૂલસુધાર (આલોચના), જ્ઞાની- ગુરુ- વડીલોનો આદર (વિનય), રોગી-વૃદ્ધ-ગુરુ-જ્ઞાનીની સેવા (વૈયાવરચ), અઘ્યયન-મનન(સ્વાઘ્યાય), મનની એકાગ્રતાનો અભ્યાસ(ઘ્યાન), શરીર-મનથી પર થઇને શુદ્ધભાવમાં- સાક્ષીભાવમાં સ્થિર થવું (કાયોત્સર્ગ).

આંતરિક દોષોને દૂર કરવા, સદગુણોને વિકસાવવા તેમજ જન્મજન્માંતરનાં કર્મો-સંસ્કારોનો ક્ષય કરી, નવાં કર્મોનું બંધન અટકાવવું. આ કાર્ય આંતરતપ દ્વારા જ થઇ શકે. પરમતત્ત્વની અનુભૂતિ માટે ખાસ કરીને ઘ્યાન અને કાયોત્સર્ગ- એ બે તપનો લાંબા સમય સુધી પ્રયોગ કરવો પડે. તીર્થંકરોની સાધનામાં કાયોત્સર્ગ મુખ્ય સ્થાને છે. મહામુનિઓ કાયોત્સર્ગની સાધના કરતા. શ્રાવકો પણ આ ઘ્યાનસાધનામાં ખૂબ આગળ વધતા. માત્ર બાહ્ય તપથી અનુભૂતિનાં દ્વાર ઊઘડી ન શકે, આંતરતપ જરૂરી છે. ચિત્તશુદ્ધિ ઉપરછલ્લી બીજી અનેક રીતે થઇ શકે. અંતરમનના ગાઢ સંસ્કારો-ગ્રંથિઓનું વિસર્જન કરવા માટે કાયોત્સર્ગ જેવી સાધના અનિવાર્ય છે. કાયોત્સર્ગની પ્રાચીન પદ્ધતિમાં શ્વાસ-ઉરછ્વાસનો આધાર લેવામાં આવતો હતો. કેમ કે, શ્વાસ અને મનનો સીધો સંબંધ છે. કાયોત્સર્ગથી પહેલાં ઘ્યાન છે- જેમાં શ્વાસની પ્રક્રિયાનો આધાર લઇ મનને એકાગ્ર કરવામાં આવે છે. પછી કાયોત્સર્ગમાં સાક્ષીભાવ જયારે ચરમસીમાએ પહોંચે ત્યારે વીતરાગ સ્થિતિ પ્રાપ્ત થાય.


સામાન્ય રીતે આપણે સુખદ અનુભવ તરફ રાગ-આસકિતનો પ્રતિભાવ લાવીએ છીએ, દુ:ખદ તરફ દ્વેષ, અણગમો લાવીએ છીએ. વિપશ્યના એટલે પ્રત્યેક અનુભવ સામે આવતા તેના તરફ ગમો-અણગમો લાવ્યા વિના તટસ્થભાવે તેમાંથી પસાર થવું. આ સમતાનો ભાવ પુષ્ટ થતાં અંતરમનમાં સંગ્રહિત સંસ્કારો સ્વંય વિસર્જિત થવા લાગે છે, જેનો અનુભવ સાધક સ્વંય કરી શકે છે. કાયોત્સર્ગમાં પણ આ જ પ્રક્રિયા થતી હોય છે.


કાયોત્સર્ગ સંવરની સ્થિતિ છે અને જયારે સંવરમાં પહોંચાય છે ત્યારે નિર્જરા આપોઆપ શરૂ થઇ જાય છે. કાયોત્સર્ગમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, આસ્નવનિરોધ, કાયકલેશ, સંલીનતા, અપ્રમાદ, સમતા જેવાં તત્ત્વો જાગૃત અને પુષ્ટ થાય છે. તો વિપશ્યનામાં પણ આ જ સ્થિતિ આકાર લેતી હોય છે. આથી આ બંનેમાં ભેદ નથી એમ સાધકને અનુભવે સમજાય છે.


શુદ્ધ જ્ઞાનોપયોગ, પરમ સંવર, પ્રતિક્ષણ અપ્રમતતા, જ્ઞાતા-દ્રષ્ટાભાવી- આ ભાવધર્મની આરાધના છે અને વિપશ્યના એમાં લઇ જાય છે. અનિત્યતાનો નિયમ અનુભૂતિના સ્તરે સમજાય છે અને વ્યકિતના રાગ-દ્વેષ સ્વંય નબળા પડે છે.


માત્ર બાહ્ય તપથી સંતોષ ન માનતાં રાગ-દ્વેષથી પણ મુકત થવું છે એ મુદ્દો જેમને સમજાયો હોય તેઓ વિપશ્યના સાધના- કે જે કાયોત્સર્ગ જ છે તેનો આધાર લઇ પ્રગતિ સાધી શકે છે. ભાવધર્મ એટલે આત્માને ભાવિત કરવું- એ જ પ્રજ્ઞા છે. વિપશ્યનાનો ઉલ્લેખ આચારાંગ સૂત્ર જેવા આગમમાં મળે છે.



Get rid of Add-Ons in your email ID. Get yourname@ymail.com. Sign up now!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...