If you can't read the content below, click on the link.
http://www.divyabhaskar.co.in/2009/06/16/0906162032_city_village_good.html
==============================
શહેરમાં એવા માણસો જોયા છે જે સવારમાં જાગીને બ્રશ પણ કરતા નથી છતાં કોલગેટના શેર લઈને બેઠા છે, જેમનાં પગરખાંમાં કશાં ઠેકાણાં નથી એ બાટાના શેર રાખીને બેઠા છે, જેમનો વાન તાવડી જેવો ભવ્ય ભીનો છે છતાં પોન્ડ્ઝના શેર લઈને બેઠા છે
પાંચ વાગે ને પરોઢીયે અમે ગાડાં-સાંતી જોડતા
ઢોરાને ઘફેડીને ખાવા અમે વહેલાસર છોડતાં
ઘંટી અને ઘમ્મરવલોણાં પ્રભાતિયા ગાતા'તા
અમીર તેદિ' ગરીબોને ખવડાવીને ખાતા'તા
વાવ-કુવાને વિરડાં ત્યારે મીઠાં પાણી દેતા'તા
વર્ણ અઢારે વગર વેરથી કેવા રાજી રહેતા'તા
નટ-મલ્લને બજાણિયાના ખેલ ચોરે થા'તા'તા
ત્રીજી પેઢી તેડી ખભે, ભાભા જોવા જાતા'તા
ભાત મૂકીને ભાર્યા માથે હૈયામાં હરખાતી'તી
મોલ ભાળી ઊભ