નજીવી બાબતોમાં જીવ ન બાળો(સંજીવની) રિચાર્ડ કાર્લસન લિખિત "Don't Sweat The Small Stuff... and it's All Small Stuff" પુસ્તક જેવું પૂરું કર્યુ અને એક ઘટના બની : બસની ભીડમાં મોબાઈલ ગાયબ ! (કદાચ ચોરાઈ ગયો.) પુસ્તકને અને મોબાઈલ ઘટનાને શું લેવા દેવા ? એ માટે જરૃરી છે પ્રસ્તુત પુસ્તકને જાણવું. પુસ્તકનું શીર્ષક આકર્ષક છે, કારણ કે એની સાથે રસપ્રદ ઈતિહાસ સંકળાયેલો છે. Small Stuff એટલે નજીવી, તુચ્છ બાબતો અને Sweating Over the Small Stuff એટલે નજીવી બાબતોમાં જીવ બાળી મૂકવો. થયું એવું કે રિચાર્ડ કાર્લસનનું અન્ય એક પુસ્તક "You Can Feel Good Again" આંતરરાષ્ટ્રીય બજારમાં મુકાવાનું હતું. પ્રકાશકે લેખકને વિનંતી કરી કે વેઈન ડાયર (Wayne Dyer) જો પુસ્તકનું આમુખ લખી આપે તો સોનામાં સુગંધ ભળે. પ્રકાશકની ઈચ્છા પ્રમાણે રિચર્ડ ડાયરને વિનંતીપત્ર તો લખે છે પણ કોઈ કારણસર લાંબા સમય સુધી કોઈ જવાબ ન આવ્યો. મજાની વાત હવે છે : રાહ જોઈને પ્રકાશક કંટાળ્યા અને કાર્લસન તો કલ્પી પણ ન શક્યા કે પ્રકાશક મહોદયે વેઈન ડાયર દ્વારા કાર્લસનના અગાઉના પુસ્તકનું આમુખ બેઠું છાપી માર્યુ ! કાર્લસને તાબડતોડ વેઈન ડાયરને પત્ર લખ્યો જેમાં પ્રકાશક દ્વારા જે ઈરાદાપૂર્વકની ભૂલ કરવામાં આવી હતી એ બદલ માફી માગી અને ખાતરી પણ આપી કે તેઓ બજારમાંથી પુસ્તકને પાછું ખેંચાવી લેશે.. થોડાક દિવસો પછી વેઈન ડાયરનો જવાબ રિચાર્ડ કાર્લસનને મળે છે : "Richard, there are two things for living in harmony (i) Don't Sweat the Small Stuff and (ii) It's all Small Stuff" (રિચાર્ડ, સુસંગતતાપૂર્વક જીવન જીવવા માટેના બે સોનેરી નિયમો છે : (૧) તુચ્છ બાબતોમાં જીવન વ્યય ન કરવું અને (ર) આમ જોવા જઈએ તો જીવનમાં સર્વ તુચ્છ બાબતો જ છે.) સહજ - સામાન્ય માન્યતા એવી છે કે સ્વમદદ સાહિત્ય (Self Help Literature) છીછરું હોય છે. તો પછી "Don't Sweat..." કેમ ક્લાસિક સાબિત થયું ? પુસ્તકની સફળતાનું રહસ્ય છે પુસ્તકની સાદગી અને લેખકનો સફળ અભિગમ. પુસ્તકનો ધ્વનિ છે : જે બાબતો ઉપર આપણો કોઈ જ અંકુશ નથી તે અંગે શા માટે કિંમતી જીવનઊર્જા ખર્ચી નાંખવી ? હું મારી જાતને વેરવિખેર કરવા બાહ્ય વિશ્વને કેટલી હદ સુધી મંજૂરી આપી શકું ? કાર્લસન સો જેટલી પદ્ધતિઓ દર્શાવે છે જે દ્વારા આપણે તુચ્છ બાબતોમાં ચિંતા કરતાં અટકીએ. માખણની જેમ ગળે ઉતરતા વિચારો કાર્લસન આપે છે 'નકારાત્મક વિચારો' સાથે કામ લેવા અંગે. એમની સોનેરી સલાહ સાંભળવા જેવી છે : આપણે એવું માની લઈએ છીએ કે 'મહાન' માણસોમાં નકારાત્મક્તા હોતી જ નથી. જીવનમાં ખાલીપો અવારનવાર અનુભવાય છે અને જ્યારે જ્યારે ખાલીપો અનુભવાય છે ત્યારે સર્વત્ર નકારાત્મક્તાના દર્શન થાય છે. પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે ખાલીપો એ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે. કાર્લસનના શબ્દોમાં કહીએ તો "We are human beings, not human doing" (આપણે માણસો છીએ માનવ - મશીન નથી જ) એટલે ખાલીપાની ક્ષણો જીવનમાં આવવાની જ. ખાલીપાને અનુભવો અને સ્વયં જવા દયો. ખાલીપાને ભરવા મલ્ટીપ્લેક્સમાં જવાની જરૃર નથી જ. ખાલીપો એ કુદરતની દેણ છે જે આપણને સ્વ પ્રત્યે વધુ સભાન બનાવે છે. કદાચ ખાલીપાની સાથે રહેવું એ મનુષ્ય સામેની મોટામાં મોટી કસોટી છે.... જે સો અવનવા રસ્તાઓ કાર્લસન દર્શાવે છે એમાંનો એક રસ્તો પ્રશ્ન સ્વરૃપે છે, જે તમારે સતત સ્વને પૂછવાનો છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે કોઈ બાબતે તમે ધુંઆધુંઆ, રઘવાયા થઈ જતાં હોવ : "એક વર્ષ પછી આ બાબતનું મહત્ત્વ કેટલું ?" તમારી ગંભીરતા ઉપર અને પછી જાત ઉપર હસવું આવશે. તુચ્છ બાબતો અંગે નિસાસા નાંખવાની ક્ષણે કાર્લસન એક ઓર સુંદર તરકીબ સૂચવે છે : "તમારી અંતિમયાત્રાની કલ્પના કરો." કદાચ પ્રશ્ન થાય : શા માટે આપણે જીવન તુચ્છ બાબતોમાં અને પછી તે અંગે નિસાસા નાંખવામાં ખર્ચી નાંખીએ છીએ ? કાર્લસનનો જવાબ છે : "આપણે માની લીધું છે કે જો આપણે શાંત અને પ્રેમાળ થઈ જઈશું તો જીવનના સફળતાના માપદંડવાળા લક્ષ્યાંક પ્રાપ્ત કરતા અટકી જઈશું પરંતુ સત્ય તો એ છે કે ડરથી ભરેલી આવી ગાંડપણપૂર્વકની વિચારસરણી આપણી મૂલ્યવાન જીવનઊર્જાને ચૂસી લે છે..." શિવ ખેરા You Can Win પુસ્તકમાં એક સરસ ઉદાહરણ આપે છે : એક ખેડૂત પાસે કૂતરો હતો જે હંમેશા રોડને કિનારે બેસી રહેતો અને જેવી કોઈ કાર ત્યાંથી પસાર થતી કે ભસતો અને કારનો પીછો કરતો. એક દિવસ ખેડૂતના પાડોશીએ ખેડૂતને પૂછયું : "તમને લાગે છે તમારો કૂતરો કારને પકડી શકશે ?" ખેડૂતે જવાબ આપ્યો, "મને એ ચિંતા નથી... મને એની ચિંતા છે કે જો કારને પકડી પણ લેશે તો એ કારનું કરશે શું ?" એટલે મને પ્રશ્ન તો થાય જ છે કે મોબાઈલ ખોવાવાની ઘટના શું કેટલી ગહેરાઈથી પુસ્તક વાંચ્યું હતું એની પરીક્ષા હતી ? બે ઘટનાઓના સમયને લઈને આશ્ચર્ય તો થાય જ છે ! આનંદચર્યા જિંદગીને કેવી રીતે જોવી અને જીવવી કે જેથી વિષાદ કે વિપદાપ્રદ ન લાગે અને આનંદદાયી અને સુખકર લાગે ? આ પ્રશ્નનો જવાબ પ્રત્યેક કાળે વિચારાતો રહ્યો છે. માનવીની મૂળભૂત ઝંખનાનો વિષય આનંદ છે પણ એની ક્રિયા - પ્રક્રિયા એનાથી ઊલટી છે. આ ક્રિયા - પ્રક્રિયાને ઉલટાવનારું અને તે માટેનું માર્ગદર્શન આપતું સાહિત્ય અત્યારે વિપુલ પ્રમાણમાં લખાઈ રહ્યું છે. સ્વ-વિકાસ, કરવાના, સ્વ-વિરાટ બનવાના આ સાહિત્યના વૈશ્વિક મહાપ્રવાહમાંથી ચાંગળુંક ચાખવા - ચખવવાના ઉપક્રમે અહીં એ સાહિત્ય પૈકીની ઉત્તમ કૃતિઓનો ભાવાસ્વાદ પ્રતિ સપ્તાહે કરીશું. -તંત્રી બટર બાઈટ "માનવીની જો કોઈ અંતરતમ ખેવના હોય તો તે છે અન્ય દ્વારા પ્રશંસા પામવાની.... તિરસ્કૃતતાનો ભાવ સૌથી વધુ ચોટદાયક હોય છે" - મનોવિજ્ઞાાની વિલિયમ જેમ્સ. |
Get an email ID as yourname@ymail.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment