[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] પ્રેમ, સંબંધ અને માણસાઇની શપથવિધિ...VERY WELL SAID..!!!! MUST READ!!!!



પ્રેમ, સંબંધ અને માણસાઇની શપથવિધિ

love and relationshipપાપીઓ આ ધરા કેરી છોડી ફિકર, તાગ અવકાશનો માપતા થઇ ગયા,
દોર જામ્યો અહીં ઇન્કીલાબી 'જલન', અંધજન આરસી રાખતા થઇ ગયા.
જલન માતરી

હું શપથ લઉ છું કે, હું માણસ છું એટલે માણસ જેમ વર્તીશ. પ્રાણીઓની હિંસક કુટેવ હું મારામાં ઘૂસવા નહીં દઉ. હું પ્રેમના વચનને નિભાવીશ. હું સંબંધોના સત્વને સાચવીશ. હું લાગણીઓ સાથે વિશ્વાસઘાત નહીં કરું. હું દયા અને કરૂણાને મારામાં જીવતી રાખીશ. વફાદારી સાથે ગદ્દારી નહીં કરું. આદરની દરકાર કરીશ.


જિંદગીના દરેક તત્ત્વને માણીશ. પ્રકતિના તમામ અંશમાં વિશ્વાસ રાખીશ. કોઇ સફળતાથી છકી નહીં જાઉ. ગમે તેવી નિષ્ફળતાથી ડગી નહીં જાઉ. કોઇ સંજોગોથી ડરીશ નહીં અને કોઇને ડરાવીશ નહીં. મારામાં એક જીવ છે એને જીવાડીશ, એક આત્મા છે એને આત્મીય બનાવીશ. પ્રેમ અને હાસ્ય વેરી પંચમહાભૂતનું ઋણ ઉતારીશ. આ બધું કરવા માટે જ હું સોગંદ લઉ છું કે, હું કંઇ પણ બનતાં પહેલા સારો માણસ બનીશ.


શપથ એટલે સાચા પથ પર ચાલવાનો સંકલ્પ. પ્રોમિસમાંથી કંઇક 'મિસ' થઇ જાય એટલે કંઇ જ 'પ્રો' રહેતું નથી, બધુ જ 'એન્ટી' થઇ જાય છે. ડીચ, બીચ ઓફ કોન્ટ્રાકટ, બ્રેક-અપ અને બીજુ ઘણું બધું થતું રહે છે. ધડાકાઓ સાથે કંઇક તૂટે છે.


આંખનો કિનારો ફૂટે છે અને આંસુ છુટે છે. સવાલ ઊઠે છે કે મારામાંથી મને જ કોણ લૂંટે છે? જેને સહારો માન્યો હોય એ જ કેમ લૂંટારો અને ધૂતારો નીકળે છે? આશા ડગી જાય છે અને વિશ્વાસ ફગી જાય છે. કંઇક જાગતું હોય છે એ પણ ઝણઝણી જાય છે. ઇશ્વરને કહેવાનું મન થાય કે તું કોઇને અવતાર આપ એ પહેલા શપથ લેવડાવતો હોત તો કે હું તારા ઘડેલા આકારમાં વિકાર આવવા નહીં દઉ!


કયારેક કોઇના કરતૂત જોઇને એવું લાગે કે કુદરત કેમ આવા અખતરા કરતી હશે? હજુ કેટલા ખતરાનું તેને પ્રમાણ જોઇએ છે? અરમાનોનો કચ્ચરઘાણ થાય ત્યારે આશાઓ નિ:સાસા બની જાય છે. માત્ર એક વ્યકિત જાય એટલે એવું કેમ લાગવા માંડે છે કે યે દુનિયા અગર મિલ ભી જાયે તો કયા હૈ?

જિંદગીમાં માત્ર થોડુંક જ જોઇતું હોય છે છતાં આટલો રઝળપાટ! ઘાત, આઘાત, વિશ્વાસઘાત અને પશ્ચાતાપ. જિંદગીના આલાપમાં કેટલો બધો સંતાપ. કંઇક તૂટે કે કંઇક છૂટે ત્યારે કૂણો પ્રકાશ પણ દઝાડે છે. મોરના પીંછાની કુમાશ પણ કાતિલ લાગે છે. ચામડી ચીરાતી હોય એવું લાગે છે અને આંખના ડોળા ફરતે આવેલો ધોળો પ્રદેશ રાતોચોળ થઇ જાય છે.


આંખની નાજુક નસો ફાટે ત્યારે આંસુનું ઘોડાપૂર છલકે છે અને કેટલું બધું ડૂબી જાય છે! હૂંફ સુસવાટા બની જાય છે, આંખ આંધી બની જાય છે, આખું આયખું ચકળવકળ થઇ જાય છે. છળની કળ ઘડીકમાં વળતી નથી, રોકકળનો કોઇ અર્થ રહેતો નથી. શરમ હટી જાય એટલે મર્મ મરી જાય છે. માત્ર એક ભ્રમ બચી જાય છે. ભ્રમની ભૂતાવળમાં માથા પછાડતો માણસ સવાલ કરે છે કે, માણસ આવું શા માટે કરે છે? માણસ આવું કોના માટે કરે છે? આવું બધું કરીને માણસે અંતે કરવું છે શું?


એક જુગારી હતો. છળનો બાદશાહ. કોઇને જીતવા ન દે. પત્તા પલટાવી નાખવા એ તેના માટે ડાબા હાથનો ખેલ હતો. બાદશાહને ગુલામ અને જોકરને રાણી બનાવવાના છળકપટનો એક્કો. કયારેય કોઇને જીતવા ન દે. સમય પૂરો થયો. યમરાજ લેવા આવ્યા. યમરાજને કહ્યું કે, ચાલ એક-એક ગેમ રમીએ. તું જીતે તો તારું ધાર્યું કરજે અને હું જીતું તો મારું ધાર્યું કરીશ.

યમરાજ ખડખડાટ હસી પડયા. તારે બાજી માંડવી હોય તો માંડ પણ એટલું યાદ રાખજે કે અમારી દુનિયામાં દરેક બાજી ખુલ્લાં પત્તે જ રમાય છે. તેં ઊધા પત્તાથી બધાને છેતર્યા છે. હવે તારો ખેલ પૂરો થયો. જયાં પરમ તત્ત્વ છે ત્યા પારદર્શિતા છે. તેં બધાને હરાવ્યા છે પણ તું જીત્યો નથી, કારણ કે તને પોતાને જ ખબર છે કે તું કપટ કરે છે. કપટ કરનારો કયારેય જીતતો નથી, એ બીજાને હરાવવાની સાથે પોતાની જાત સાથે પણ હારતો રહે છે.સાચા શપથમાં સહી હોતી નથી.


એક રીતે જોઇએ તો સહી એ બંધન છે, સહી એ અવિશ્વાસનું પ્રતીક છે. માણસ સહી એટલા માટે કરાવે છે કે, એ બતાવી શકે કે જો આ નીચે તારા હસ્તાક્ષર છે. સહીથી નભે એ સંબંધો ખોટા હોય છે. અગ્નિની સાક્ષીમાં લીધેલા સપ્તપદીના વચનો ડિવોર્સ પેપરમાં એક સહી સાથે તૂટી જાય છે.


પોતાની હસ્તીનું જેને ગૌરવ રહેતું નથી એના હસ્તાક્ષરનું કોઇ મહત્ત્વ રહેતું નથી. એટલે જ સહી વગરના સંબંધો ટકતા હોય છે. કેટલાંક સંબંધો માત્ર રેશનિંગ કાર્ડમાં નામ લખાવવા પૂરતાં જ મર્યાદિત થઇ જાય છે. પ્રેમના ગળપણ વગર કોઇ સગપણ ટકતું નથી.


જીવન, પ્રેમ, લાગણી, સંબંધ, કરુણા, સંવેદના અને આત્મીયતા એકદમ સરળ છે, આપણે જ તેને અઘરા બનાવી દઇએ છીએ. જિંદગી સાવ હળવી છે, આપણે જ તેને ભારી બનાવી દઇએ છીએ. જિંદગી ધીમે ધીમે એટલી બધી ભારી થઇ જાય છે કે ખુદ આપણે તેની નીચે દબાઇ જઇએ છીએ. જિંદગીનો ભાર લાગે તેના જેવી કરુણ બાબત બીજી કોઇ નથી.


કુદરતે જિંદગી જીવવા માટે આપી છે, સહન કરવા માટે નહીં. જે માણસ જીવનના દરેક તત્ત્વને પૂરા સત્વ સાથે જીવે છે એ કાયમ હળવો ફૂલ જ લાગે છે. મહાનતા એટલે સારા માણસ તરીકે જીવી જવાની આવડત. બીજા કંઇ નહીં તો એટલા તો શપથ લઇ જ શકાય કે, હું આ સાવ સરળ અને સહજ જિંદગીને અઘરી બનાવી નહીં દઉ.


દરેક માણસે પોતાની શપથવિધિ કરવી જોઇએ. પોતાની જાતની સાક્ષીમાં લેવાતા શપથ જ ટકતા હોય છે. કોઇને કહેવાની જરૂર નથી હોતી, માત્ર શપથ નિભાવવાની જરૂર હોય છે. જિંદગી એ માત્ર દિવસોનો સરવાળો છે, એટલે જ સરવાળા-બાદબાકીમાં પડવા જેવું નથી. જીવન જીવવા જેવું છે. આપણા લોકોને જ હરાવીને આપણે શું જીતવું હોય છે? હરાવીને જીતવા કરતાં કોઇને જીતીને જીવવાની મજા જ અનેરી છે.'

છેલ્લો સીન

સારા માણસો વિનોદમાં જે બોલે છે તે પણ શિલાલેખ પર લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંદ ખાઇને જે બોલે છે તે પણ પાણીમાં લખેલા અક્ષર સમાન છે.- હિતોપદેશ



Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Ads on Yahoo!

Learn more now.

Reach customers

searching for you.

Non Sibi

Sed Patriae

Support Navy Kids

And Our Country

Y! Messenger

All together now

Host a free online

conference on IM.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...