[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] બે પૂંઠા બહારનું હરિયાળું શિક્ષણ...WHAT A GREAT WAY TO MAKE GREEN REVOLUTION!!!



બે પૂંઠા બહારનું હરિયાળું શિક્ષણ

off-trackકોઇ વ્યકિત બે દાયકા પછી દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકાના બલેઠી ગામે આવે, તો એના આશ્ચર્યનો પાર ન રહે. કેમ કે ત્યાં આવેલો 'હસગુલ ડુંગરી' નામનો ડુંગરો આજે સાગ, નીલગીરી, બીલીપત્ર, સીસમ, ગુંદી, સવેન, બદામ, આંબા અને આમળાનાં પાંચ હજાર જેટલાં વૃક્ષોથી હરિયાળો છે. બે દાયકા પહેલા આ ડુંગરા પર માંડ આંગળીને વેઢે ગણાય એટલાં વૃક્ષો હતા. આ ડુંગરાને ફરીથી લીલોછમ બનાવવાનું શ્રેય સરકાર કે કોઇ સ્વૈરિછક સંસ્થાને નહીં, બલકે હાઇસ્કૂલનાં વિધાર્થીઓને જાય છે.


માંડીને વાત કરવા માટે થોડા ફલેશબેકમાં એટલે કે ૧૯૮૩-૮૪ના વર્ષમાં જવું પડશે. ઉપરા છાપરી દુકાળથી અધમૂઆ બનેલા આ ગામની આદિવાસી વસતી માટે જંગલનાં લાકડા જ એકમાત્ર આવક બની રહી. રોટલા રળવા વૃક્ષો કાપવાનો ક્રમ એવો ચાલ્યો કે હરિયાળું ગામ લગભગ વૃક્ષવિહોણું બની ગયું.


જંગલ માત્ર કાગળ પર જ રહ્યું. બલેઠી ગામમાં ભાગ્યે જ કોઇ વક્ષ નજરે પડતું હતું. ગામના સરપંચ નસવંતભાઇ ભૂતકાળ તાજો કરતાં કહે છે, 'તમે નહીં માનો, તે વખતે અમારા ગામમાં અગ્નિ સંસ્કાર માટે પણ લાકડાં નહોતા મળતા. સ્થિતિ હદ બહાર ગઇ ત્યારે ગામનાં વડીલોએ નક્કી કર્યું કે હવે તો કંઇક કરવું જ પડશે. તે 'કંઇક'નું પરિણામ આજે તમારી સામે છે.'


લાંબા વિચાર બાદ ગામનાં આગેવાનોએ નક્કી કર્યું કે સરકારી મદદ સાથે 'વન મંડળી' ઊભી કરીને ગામને ફરીથી નવપલ્લિત કરવું. ગામ આખું વન મંડળીના રસ્તે વૃક્ષ ઉછેરનું કામ કરતું હતું, ત્યારે બાજુના ગામની શાળામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કિશોરભાઇ ચૌધરીએ એક નવતર પ્રયોગ જ વિચારી રાખ્યો હતો. વિચાર હતો ગામનાં વિધાર્થીઓ જ વૃક્ષો ઉછેરે તો કેવું? નક્કી થયું: ઉત્તર બુનિયાદી શાળામાં ધોરણ ૮થી ૧૦માં પ્રવેશ મેળવનાર દરેક વિધાર્થીએ ફરજિયાત ત્રણ વૃક્ષ વાવવા જ.


એટલું જ નહીં તે જયાં સુધી શાળામાં અભ્યાસ કરે ત્યાં સુધી એ વક્ષની સંપૂર્ણ જવાબદારી પણ તે વિધાર્થીની રહેશે. તે વૃક્ષોને પાણી પાવાથી માંડીને તેની રખેવાળી પણ તેમણે જ કરવાની. આજે વીસ વર્ષ બાદ પરિણામ સામે છે. ગામના આગેવાન અને આ વિચારના પ્રણેતા કિશોરભાઇ ચૌધરી કહે છે, 'પ્રથમ વર્ષે અમારા સત્તાવીસ વિધાર્થીઓએ ૮૧ વક્ષોનું વાવેતર કર્યું હતું.

આજે આ ડુંગરા પર પાંચ હજાર જેટલાં વક્ષો લહેરાય છે. વીસ વર્ષ બાદ ગામમાં વૃક્ષ વિનાનો એક નાનકડો ટૂકડો પણ બાકી રહ્યો નથી.' વિધાર્થીઓની જવાબદારી વહેંચાઇ જાય તે માટે સ્કૂલે દરેક વક્ષ ઉપર એક બોર્ડ મારી દીધું હતું. જેમાં વિધાર્થી તથા વક્ષનું નામ અને તે કયારે વાવવામાં આવ્યું છે તેની વિગતો રહેતી.


અઠવાડિયામાં ત્રણ દિવસ માટે વૃક્ષને પાણી પીવડાવવાની જવાબદારી પણ જે તે વિધાર્થીની. ઉત્તર બુનિયાદી સ્કૂલમાં 'વૃક્ષ ઉછેર'નાં માકર્સ પણ હોઇ વિધાર્થીઓ હોંશે હોંશે વૃક્ષોનું જતન કરતા. અત્યાર સુધી બલેઠી ગામની શાળામાં ૮૦૦ જેટલાં વિધાર્થીઓ ભણી ચૂકયા છે. તેમની યાદગીરી રૂપે આજે પાંચ હજાર વક્ષો લહેરાય છે.


સંપૂર્ણપણે આદિવાસી વસતી ધરાવતાં બલેઠી ગામની વસ્તી અંદાજે ૧૬૦૦ની છે. તેમાં મુખ્યત્વે ચૌધરી, વસાવાનો સમાવેશ થાય છે, જે મોટેભાગે ખેતી ઉપર નિર્ભર છે. વૃક્ષ વાવેતરની ઉત્તમ કામગીરી બદલ બલેઠી 'વન મંડળી'ને કેન્દ્ર સરકારે 'ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની વૃક્ષમિત્ર' એવોર્ડ પણ આપ્યો છે.


જેમાં ૫૦ હજાર રૂપિયાનું રોકડ ઇનામ પણ છે. વિધાદાનની સાથોસાથ હરિયાળી ઉછેરવાનો બલેઠી ગામનો 'ચેપ' આજુબાજુના ગામોને પણ લાગ્યો છે. બલેઠી સહિત તાપીના કિનારે આવેલા ખેરવાડા, દેવગઢ, નરવાડી, ગામ તળાવ જેવા પંદરથી સત્તર ગામ આજે લીલાંછમ્મ બની ગયા છે.



Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New web site?

Drive traffic now.

Get your business

on Yahoo! search.

Yahoo! Green

Make It Green

Propose ideas to

better our planet

Everyday Wellness

on Yahoo! Groups

Find groups that will

help you stay fit.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...