[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] ધ લિટલ પ્રિન્સ....વર્ષ ૧૯૪૩માં લખાયેલું આ પુસ્તક બસો ભાષાઓમાં અનુદિત થઇ ચૂકયું છે!!



ધ લિટલ પ્રિન્સ

navi-najareવર્ષ ૧૯૪૩માં લખાયેલું આ પુસ્તક બસો ભાષાઓમાં અનુદિત થઇ ચૂકયું છે અને લગભગ આઠ કરોડ નકલો વેચાઇ ચૂકી છે. એક સમયે ફ્રાન્સમાં પચાસ ફ્રેન્કની ચલણી નોટ પર લિટલ પ્રિન્સની છબી મૂકવામાં આવતી હતી.

લેખક ઓંત્વાઇન દ સેન્ટ એકસપેરી પોતે પાઇલટ હતો અને એનું વિમાન સહરાના રણમાં ક્ષતિગ્રસ્ત થયું હતું. આ પુસ્તક પર જાત અનુભવની અસર જણાય છે.

વાર્તાનો પ્લોટ કોઇ પરિકથા જેવો છે. એક વિમાન અકસ્માતમાં પાઇલટ સહરાના રણમાં આવી પડે છે. અહીં એક બાળક જેવો 'લિટલ પ્રિન્સ' એને મળે છે જે પરગ્રહવાસી છે અને એના એસ્ટેરોઇડ (સૂક્ષ્મગ્રહ)નું નામ બી-૬૧૨ છે. આ ટચૂકડાં ગ્રહની એકલતાથી કંટાળી એ પ્રવાસ પર નીકળ્યો છે.

લિટલ પ્રિન્સ મોટાઓ વિશે પોતાની પ્રતિક્રિયા એક બાળકની દ્દષ્ટિથી આપે છે. મોટાઓ એ ભૂલી ગયા છે કે પોતે પણ કયારેક બાળક હતા એટલે જીવનની સરળતા ગુમાવી ચૂકયા છે. પોતાનો અહ્મ એમને નડે છે. બીજાઓ એમની પ્રશંસા કરે એને મહત્ત્વ આપે છે અને દરેક વસ્તુની માલિકી મેળવવાની કોશિશ કરે છે.

એણે વર્ણવેલા માણસોમાં એક રાજા છે જે બધાને પ્રજા સમજે છે અને દરેક એનો આદેશ માને તેમ ઇરછે છે. બડાઇ હાંકનાર વ્યકિતને પોતાની પ્રશંસામાંથી જ ફુરસદ નથી. એક વ્યાપારી આકાશનાં તારા ગણવામાં એટલો વ્યસ્ત છે કે એ આંકડા ગણવાને જ જિંદગીનો ઘ્યેય સમજી બેઠો છે. સૂર્યાસ્ત સમયે દીવા પ્રગટાવવાનું કામ કરનાર લેમ્પ લાઇટર પોતાના ઉપરીના હુકમને જીવનમંત્ર સમજી બેઠો છે.

વિવિધ વ્યવસાયના માણસોની પ્રવૃત્તિ અહીં પ્રતીકરૂપે અપાઇ છે. માણસોથી કંટાળેલા લિટલ પ્રિન્સને રણમાં રહેતા એક શિયાળ અને સાપથી મિત્રતા થાય છે. આ પ્રાણીઓ એને નવા દ્દષ્ટિકોણથી સમજાવે છે- જીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુઓ આંખોથી જોઇ નથી શકાતી પણ દિલથી અનુભવવી પડે છે. આ રણમાં જ માણસો એકલા નથી, એ ભીડમાં પણ એકલા જ છે.

બીજાઓનું મૂલ્યાંકન કરવું બહુ સહેલું છે પણ પોતાનું બહુ અઘરું છે. માણસની ભાષા ગેરસમજ ઊભી કરે છે. માણસ મિત્રતા પણ ખરીદવા માગે છે. આવાં અનેક સચોટ વાકયોથી સભર આ પુસ્તકને મોટી નેશનલ સાહિત્યમાં પણ સ્થાન અપાય છે.'



Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...