તેનું શુભ થાઓ!માફી આપવી એ મર્દનું કામ છે.માફી માટે કહેવાયું છે કે Forgiveness is a funny thing.It warms the heart and cools the sting. એક ગુનેગારે વર્ષોસુધી જેલમાં સજા ભોગવી. સજા પૂરી થયા બાદ તેનો છૂટવાનો સમય નજીક આવ્યો. ઘરે જવું કે નહીં તેની તેના મનમાં મૂંઝવણ થઇ. તેનું ઘર રેલવે ટ્રેકની નજીક હતું. ટ્રેનમાંથી તે આસાનીથી જોઇ શકાતું. તેણે પોતાના ઘરે પત્ર લખ્યો. તેમાં લખ્યું કે જો તમે બધાએ મને માફ કર્યોહોય તો આપણા આંગણાના સફરજનના ઝાડ પર એક મોટી સફેદ રિબિન લગાડજો. જેથી હું તેને જોઇ શકું અને પાછો ઘરે આવી શકું. તે છૂટે છે. ટ્રેનમાં પોતાને ગામ પાછો આવે છે. મનમાં ક્ષોભ હતો, સંકોચ હતો. તેનું ગામ આવ્યું. ઘર દેખાયું. તેણે આશાભરી આંખે સફરજનના ઝાડ સામે જોયું. જોયું અને તેની આંખમાં આંસુ આવી ગયાં. આખું ઝાડ અનેક સફેદ રિબિનોથી ભરચક હતું. એલેકઝાંડર પોપ કહેતા કે માણસ ભૂલ કરે છે પરંતુ દૈવીપુરુષો જ માફી આપી શકે છે. અબ્રાહમ લિંકને ગટિસબર્ગના સિવિલવોર વખતે જનરલ મીડને દુશ્મન 'બી'ને પકડવાનો આદેશ આપ્યો. તેણે તે આદેશની અવગણના કરીને મનસ્વી વર્તાવ કર્યો. તેની આ ગફલતમાં પોટોમેક નદીમાં પૂર આવી ગયું. તેનો ફાયદો ઉઠાવી 'બી' છટકી ગયો. લિંકન નિરાશ થયા. જનરલ મીડથી અક્ષમ્ય અપરાધ થયો હતો. તે ઠપકા અને સજાને યોગ્ય હતો. તેવા સંજોગોમાં લિંકને તેને એક શબ્દ પણ ન કહ્યો. તેને માફ કર્યો. સંસ્કતમાં કહ્યું છે કે ક્ષમા વીરનું ભૂષણ છે.
હિટલર શકિતશાળી હતો પરંતુ વીર ન હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેણે સેનાને રશિયા પર હુમલો કરવાનું ફરમાન કર્યું. તે સમયે તેના નજીકના વફાદાર જનરલોએ તેને રશિયાની કાતિલ ઠંડીની વાત કરી. હુમલો ન કરવાનું સૂચન કર્યું. બસ, આટલી તેમની ગુસ્તાખી. હિટલરે તે બધાને આ બદલ ગોળીએ દીધા. યુદ્ધના નિષ્ણાતો કહે છે કે જનરલોને આ રીતે માર્યા તે હિટલરના પરાજયનું એક કારણ બની ગયું. જો તેણે જનરલોને માફી આપી હોત તો ઇતિહાસ બીજી રીતે લખાયો હોત. માફ કરવા માટે વિશાળ સામ્રાજય કે શરીરની નહીં દરિયાવ દિલની જરૂર છે. પરંતુ માનવના દિલ એટલા મોટા કયાંથી? તે સજા કરવામાં ને બદલો વાળવામાં સાર સમજે છે. માફ કરવાથી માણસનો ઘણો બધો સમય બચી જાય છે, શકિત બચી જાય છે, મન અશાંત બનતું નથી, બીજું કંઇક સારું કરી શકાય છે. માફ ન કરવાથી વૈરવૃત્તિ જાગે છે. પછી વિરોધવૃત્તિ (સામેની વ્યકિતનો વિરોધ કરવાની વૃત્તિ) વિધ્નવૃત્તિ (સામેની વ્યકિતના કાર્યમાં વિધ્ન કરવાની વૃત્તિ) અને છેલ્લે વિનાશવૃત્તિ (સામેની વ્યકિતનો નાશ કરવાની વૃત્તિ) જાગે છે. અશ્વત્થામાએ અતિ ક્રૂરતાથી પાંડવોના પાંચેય પુત્રોને રહેંસી નાખ્યા. દ્રૌપદીને પુત્રદુ:ખની ભયંકર વેદના થઇ. અશ્વત્થામા પકડાયો. તે મૃત્યુદંડને જ યોગ્ય હતો. એ વખતે દ્રૌપદીએ અશ્વત્થામાને માફી આપી. ફકત તેના માથા પરનો મણિ કાઢી લેવાયો. આ એક સમજવા જેવી ઘટના છે. દ્રૌપદીએ ધાર્યું હોત તો તે પળવારમાં પતી જાત. પરંતુ તેમના હૃદયમાં અશ્વત્થામાની માતાનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે જેમ મને મારા પુત્રોનાં મરણનું દુ:ખ છે તેમ આના મૃત્યુથી તેમને પણ દુ:ખ થશે. માટે શા માટે તેને દુ:ખી કરવી? તેમ વિચારી દ્રૌપદીએ અશ્વત્થામાને માફ કરી મુકિત આપી. વ્યકિત જયારે બીજાના દુ:ખનો વિચાર કરે છે ત્યારે તે માફી આપી શકે છે. અહીં પૃથ્વીરાજસિંહ ચૌહાણની વાત નથી.
તેમણે ખતરનાક મહંમદ ગઝનીને સોળ સોળ વખત જવા દીધો. તેવી માફી અસ્થાને છે. રાજદંડે તો તેનું કામ કરવું જોઇએ. કારણ કે તે માફીપાત્ર ન હતો. કારણ કે તેણે સોળ સોળ વખત ભારતમાતાની આબરૂ પર હાથ નાખ્યો હતો. પરંતુ જીવન વ્યવહારમાં વૈરનું શમન માફીથી થઇ જાય છે. યોગીજી મહારાજ કહેતા કે ક્ષમા કરવાથી હૈયામાં શાંતિ અખંડ રહે છે અને આનંદના ફુવારા છૂટે છે. રોમના પ્રાકતિક વૈજ્ઞાનિક પ્લિની આ સંદર્ભે કહે છે કે જે વ્યકિત જેમ પોતાની રોજ થતી ભૂલને માફ કરી દે છે તે પ્રમાણે જો તે અન્ય વ્યકિતની ભૂલને માફ કરવા તત્પર થાય તો તેનું ચારિત્ર્ય સર્વશ્રેષ્ઠ ગણાય. સહજાનંદ સ્વામીએ કહ્યું કે કોઇ તમને મારે કે ગાળો દે તો તેને ક્ષમા આપવી અને તેનું શુભ થાઓ એવું વિચારવું. માફી આપવાની આ પરાકાષ્ઠા છે. |
Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment