દુ:ખના પડીકામાં બંધાયેલું છે સુખ!કષ્ટો અને તકલીફોમાંથી જ સૌંદર્ય અને કલાનું સર્જન થાય છે. તમે નર્યા સુખવાળા સુખી હો તો તમને મુબારક પણ દુ:ખી હો તો તમે મૂલ્યવાન સુખને પંથે છો. કેમ ભૂલી ગયા દટાયો છું 'સુખ-દુ:ખ મનમાં નવ આણીયે, ઘટ સાથે રે ઘડીયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે.' આવી અણમોલ પંકિત આપણા ભકત કવિએ આપી છે પણ તે આપણને કોઠે પડી ગઈ છે. ઘર કી મુરઘી દાલ બરાબર. પણ આપણે રજનીશથી માંડીને મહેશ યોગી કે શ્રી શ્રી રવિશંકર પાસે સુખનાં પડીકાં ઊઘરાવવા જઈએ છીએ. જયારે કાર્લ ગુસ્તાવ જંગ જેવો સ્વિસ મનોવિજ્ઞાની કહે કે 'માનવીના જીવનમાં પીડા બહુ જરૂરી છે. પીડા મળ્યા વગર સુખ ન મળે અને પીડાનુંય એક જબ્બર ઈનામ છે. તેના શબ્દોમાં : ધેર ઈઝ નો કમિંગ ટુ કોન્સિયસનેસ વિધાઉટ પેઈન-માનવીની ચેતના જગાડવા માટે પીડા અનિવાર્ય છે. ચેતના મફતમાં જાગતી નથી. એકાદ પ્રવચન સાંભળ્યું એટલે સુખનાં પડીકાં હાંસલ થતાં નથી. રામકથા સાંભળી સાંભળીને કાન ફાડી નાખનારા ૯૦ ટકા દુ:ખનાં રોદણાં રુવે છે.આજે મારે એક નાનકડું પુસ્તક પ્રગટ થયું છે તેની વાત કરવી છે.
પુસ્તકનું નામ છે 'અગેન્સ્ટ હેપ્પીનેસ-ઈન પ્રેઈઝ ઓફ મેલંકલી.' લેખક છે પ્રોફેસર એરિક જી. વિલ્સન. પરંતુ આ લેખક પણ ચેતવણી ઉચ્ચારે છે કે તમે 'ધ સિક્રેટ' કે 'હેપ્પીનેસ'નાં પુસ્તકો વાંચીને સાવ સસ્તામાં સો-બસ્સો ડોલરમાં સુખની ચાવી શોધી નહીં શકો. તમારે પોતે જ એના અનુભવમાંથી પસાર થવું પડે અને પછી તમને પોતાને જ પ્રતીતિ થશે કે જિંદગી જેવી આવે તેવી સ્વીકારી લેવી. અમેરિકનોની જેમ સુખ સુખ અને નર્યા સુખની અપેક્ષા ન રાખવી, કારણ કે અમેરિકનો નર્યા સુખની ધેલછામાં પોતાને, કુટુંબને, દેશને અને આખી દુનિયાને દુ:ખી દુ:ખી કરી નાખે છે. પ્રો. એરિક જી. વિલ્સનને ધન્યવાદ ઘટે કે તે વહેલા જાગી ગયા અને તેને સત્ય લાધું કે મેલંકલી- વિષાદ, ઉદ્વિગ્નતા, ચિંતાકુલ અને કસકવાળી અવસ્થાને સ્વીકાર્યા વગર છૂટકો નથી. ભારતમાં આ પુસ્તક ગયે મહિને આવ્યું. પીડાને ખોળામાં બેસાડવાની વાત કરનારા પ્રોફેસર વિલ્સનના પુસ્તકની વિદેશમાં ઠેર ઠેર ચર્ચા છે. પણ ભારત હજી મહાત્માઓ પાછળ પડયું છે. માત્ર ૧૬૬ પાનાંના આ પુસ્તકને વાંચશો ત્યારે ફરીથી તમને લાગશે કે બહારના ગુરુઓ નહીં, તમારી ચેતના જગાડવા તમારે દુ:ખનું પડીકું સ્વીકારવું પડશે. એ પડીકું સ્વીકારશો ત્યારે જ તેના પડમાંથી સુખ લાભશે. લેખકે પુસ્તકની શરૂઆત અમેરિકાની મનોદશા જ નહીં પણ પોતાની અંગત કથાથી શરૂ કરી છે. 'આજનો સમય અમંગળકારી છે. સવારે ઊઠો અને અખબાર ઉપાડો ત્યાં જ તમને અપશુકનિયાળ સમાચારો વાંચવા મળે છે. જગતનું પર્યાવરણ બગડી રહ્યું છે. પાકિસ્તાન યુદ્ધની તૈયારી કરે છે. ફરીથી મુંબઈ પર ત્રાસવાદના હુમલા થશે. જગત અણુયુદ્ધમાં પડે તે પહેલાં ગરીબ દેશો અણુયુદ્ધમાં પડશે. વગેરે સાથે સાથે તમારી જાણ વગર સૌથી મોટી પીડા એ છે કે તમને હેપ્પીનેસનું ઓબ્સેશન થઈ ગયું છે. તમને જાણે કોઈએ તમારી ઉપર સુખી થવાની વાસનાની મૂઠ મારી દીધી છે. અમેરિકનો પછી સુખને બદલે શું મેળવે છે? સુખને બદલે ડિપ્રેશન આવે છે અને પછી એન્ટિડિપ્રેસન્ટ દવાઓ ઝાપટે છે. સ્ત્રીઓ કરમાઈ ગયેલા ચહેરાનું સુખ 'બોટોકસ'ના રસાયણમાંથી શોધે છે. પ્રો. વિલ્સન કહે છે કે જો વિષાદ અને પીડાને દવાઓથી જ ટાળી દીધી હોત તો કવિ શેલી, કાફકાથી માંડીને જગતના મહાન સંગીતકારો અને કવિઓ સુંદર રચના ન કરી શકયા હોત! સર્જનતા ખીલવવા પીડા જરૂરી છે. બુદ્ધિમંત વર્ગ જે જે સુખના ઘરાકો છે તે સુખનું સિક્રેટ શોધતા હોય છે. આવું સિક્રેટ શોધનારા થકી 'ધ સક્રિેટ' નામના પુસ્તકનાં પ્રકાશક અને લેખિકા રોન્ડા બીચર્ની માલામાલ થઈ ગયાં. ગયે વર્ષે 'સિક્રેટ'ની ૪૦ લાખ નકલો વેચાઈ ગઈ અને ૩૦ ભાષામાં અનુવાદ છપાયા. શું આ પુસ્તકનાં લેખિકા કે તેનો સાર છાપનારા તંત્રી કે આ લેખકને સુખની ગુપ્ત ચાવી મળી ગઈ? તે બધા સુખના સાગરમાં હિલોળાં લે છે? ના. રહોન્ડા બીયનીર્ નામની લેખિકા તેના સિક્રેટ પુસ્તકની કોઈ અનધિકત આવૃત્તિ બહાર ન પાડે તેની ચિંતામાં છે. ઓશો રજનીશના ભકતો રજનીશના મુકત થઈ જવાના જ્ઞાન કરતાં 'ઓશો'ના પેટન્ટ હકો મેળવવામાં કોર્ટમાં કરોડો રૂપિયા ખર્ચી ચૂકયા છે. 'સક્રિેટ' પુસ્તકમાં લોરાલ લેંગમેલરે લખ્યું છે તેના ઉતારા છે. સક્રિેટ પુસ્તકમાં લેંગમેલરે લખ્યું છે: 'યુ હવે ગોટ ટુ ફીલ ગુડ અબાઉટ મની ટુ એટ્રેકટ મોર ટુ યુ' બોલો! આમાં તેણે સક્રિેટ કહ્યું કે વધુ ઉપાધિ વહોરવાની વાત કરી? આ મિસ્ટર લોરલ લેંગમેલર શેરબજારના ફાઈનાન્શિયલ સ્ટ્રેટેજિસ્ટ છે. તે સક્રિેટ બુકમાં કમાયા તેમાંથી તે શેરબજારમાં કેટલું ગુમાવ્યું તે તેને પૂછવું જોઈએ. તેણે કરોડો ગુમાવ્યા છે. 'ઈન પ્રેઈઝ ઓફ મેલંકલી'-નાં લેખક સુંદર પત્ની સેન્ડીને પરણ્યા પહેલાં દુ:ખી દુ:ખી હતા. બીજા પ્રોફેસરોની ઉપરછલ્લી પ્રગતિ જોઈને દુ:ખી થતા હતા. પોતાની સ્થિતિને બીજાની સ્થિતિ સાથે સરખાવીને વધુ પીડાતા હતા. તેનો વિષાદ ટાળવા તે જોગિંગ કરવા માંડયા. પછી યોગનાં આસનો શીખ્યા. પછી ચાઇનીઝ પદ્ધતિનું ટાઈ ચી-મનોમંથન શીખ્યા. ફ્રેન્ક કાપ્રાની ફિલ્મો જોઈ. એક પુસ્તકમાં 'સ્માઈલ'નાં સતત હસતું મોઢું રાખવાની વાતનાં વખાણ હતાં એટલે પોતે ''સ્માઈલ શીખ્યો.'' શું સ્મિત શીખવાની વસ્તુ છે? પછી કોઈ પુસ્તકમાં લખ્યું કે માત્ર કાચો આહાર ખાઓ. સુવર્ણમય શરીર થતાં સુખનો જ અનુભવ કરશો. પણ સલાડમાં લીલી પત્તી- ભાજીમાંથી એ લેખકને મરડાના જંતુ લાગુ પડયા. આખરે તેને સત્ય લાધું કે નિર્ભેળ સુખ કયાંય નથી. ભારત અને અમેરિકામાં 'ઈન્સ્પિરેશનલ બુકસ'- પ્રેરણાદાયી પુસ્તકોનાં હિમાલયો ખડકાયાં છે. નોર્મન વિન્સેન્ટ પીલે કઠણાઈ આદરી. તેણે સુખની ફોમ્ર્યુલા પ્રગટ કરીને પુસ્તકોમાંથી કરોડોની કમાણી કરી પછી પોતે જ દુ:ખી દુ:ખી થઈ ગયો અને મરી ગયો. આખરે આપણી ચર્ચાવાળા લેખક પ્રો. વિલ્સનને કવિ કિટ્સની એક પંકિત સમજાઈ કે માનસકિ સ્વાસ્થ્ય માટે ઝંઝાવાતની જરૂર છે- મનના ઉકળાટની જરૂર છે. કિટ્સની પંકિત આવી છે-'ધ વેઈકફુલ એંગ્િવશ ઓફ સોલ.' તમારા આત્મામાં સદા જાગૃત રોષ હોવો જોઈએ. બિથોવનને માંહ્યલામાં અંદરથી પીડા ન હોત કે આત્માનો રોષ ન હોત તો તેનું અદ્ભુત સંગીત જગતને ન જ મળ્યું હોત. મને પ્રો. વિલ્સનનું એક વાકય બહુ જ ચોટદાર લાગ્યું છે.
The greatest tragedy is to live without tragedy. માનવીએ જીવનમાં કોઈ ટ્રેજેડીનો અનુભવ ન કર્યો હોય તેના જેવી કોઈ ટ્રેજેડી નથી! ટ્રેજેડી એટલે દુ:ખાંત રચના, દુ:ખદ ઘટના, દારુણ દશા અને વિપત્તિ. પ્રો. વિલ્સન કહે છે કે ટ્રેજેડીનો ઘણા વિદ્વાનો ખોટો અર્થ કરે છે. ટ્રેજેડી એ દુ:ખાંત રચના નથી. સુખની રચના માટેની એ તો સુંદર પ્રસ્તાવના છે. ખરેખર તો સુખાંત કથા એ દુ:ખના પછીના દરવાજા ખોલનારી કથા બને છે. સંગીતકાર બિથોવનને ડિપ્રેશન હતું. તેનાથી એનું સંગીત ચોટદાર બન્યું. કવિ જહોન કિટ્સના ક્ષયના રોગની પીડામાંથી કવિતાઓ જન્મી. પ્રો. વિલ્સન કહે છે કે વિષાદ તો એક જાતનો 'કલ્ચરલ ફોર્સ' છે. પ્રોફેસર કહે છે કે માનવી જો પુસ્તકોના થોકડા દ્વારા કે પ્રવચનકારોનાં પ્રવચનો દ્વારા કે પીડાશામક દવાઓ દ્વારા પીડા અને વિષાદનો નાશ કરશે તો આ દુનિયામાં બધા જ લોકો જડ બની ગયા હશે. કોઈ કલા નહીં કરી શકે. ચિત્રકાર સારાં ચિત્ર દોરી નહીં શકે. સારાં ગીતો નહીં મળે, કારણ કે પીડાશામક દવાથી સેન્સિટિવિટી-સર્જનાત્મકતા મરી જાય છે. કઠણાઈ એ છે કે સુખ સુખ અને સુખ જ લાધવાનું આ ગાંડપણ ભારતમાં મોટે પાયે આવ્યું છે. અમેરિકનોમાંથી ઘણા જાગી ગયા છે. તે માને છે કે નિર્ભેળ સુખ ઈરછવું તે ઈશ્વરની ઈરછા વિરુદ્ધનું છે. અરે! એક પ્રકારનો માનવજાત સામેનો ગુનો છે. આજે હું કાંઈ તમને રવિવારની રૂડી સવારે દુ:ખી થવાનો રસ્તો બતાવવા માગતો નથી. પણ તમારે જાણવું જોઈએ કે ૩૧-૧૦-૧૭૯૫માં જન્મીને ફકત ૨૬ની વયે ટીબીથી મરણ પામેલા કવિ જહોન કિટ્સને ૨૧મી સદીમાં ૧૮૮ વર્ષ પછીય લોકો તેની કવિતાને શું કામ માણે છે? શું કામ કરુણામાંથી સર્જાતો આનંદ મેળવે છે? તમે એ કવિની પીડાની કથા ભૂલી ન જાઓ તે માટે તાજી કરું: કવિ કિટ્સની માતા ટીબીથી મરી ગઈ. નાનો ભાઈ ટોમ પણ એ જ રોગથી મર્યો. એ દિવસે સાંજ પડવા આવેલી. કિટ્સ ઉધરસ ખાતાં ખાતાં લોહીવાળાં બળખા કાઢતા હતા. તેના કવિ મિત્ર ચાર્લ્સ બ્રાઉનને પત્ર લખવા બેઠા. કાગળ શરૂ કરે છે ત્યાં લોહીવાળો બળખો કાગળ ઉપર પડયો! 'મને લાગે છે આ પત્ર તને એક ભૂત લખી રહ્યો છે.' કવિ લખે છે કે જાણે હું કોઈ હરામનું બોનસવાળું અસ્તિત્વ ટકાવતો હોઉ તેવું લાગે છે. મને લાગે છે કે હું કબરમાં સૂતો છું અને અહીંથી જાણે મને કવિતા સ્ફુરે છે. 'કવિ કિટ્સ ૯ વર્ષના હતા ત્યારે પિતા ઘોડેસવારી કરતાં કરતાં મરી ગયા. કિટ્સે બીમાર માતાની ઘણી સેવા કરી. રાતભર જાગતા. માતા માટે રસોઈ બનાવતા. માતાના આશ્વાસન માટે પુસ્તકો વાંચીને સંભળાવતા. છતાં માતા જીવી નહીં. પંદરની ઉમરે કમાવા માટે એક વૈધને ત્યાં દવા ઘૂંટવા બેસતા. આ કામ કંટાળાવાળું લાગતાં તે કામ કરતાં કરતાં કવિતાઓ વાંચતા. સ્પેન્સર અને શેકસપિયરની કવિતામાંથી તેને પ્રેરણા મળતી. તેને સર્જરી- વાઢકાપ વિધા શીખવાનું કહેવામાં આવ્યું. પણ તેને સર્જરી કરતાં કવિતા- સર્જનમાં વધુ રસ હતો. કદી તે સર્જન બન્યો નહીં. દરમિયાન તેને ફેની બ્રાઉન નામની સુંદર કન્યા મળી. સગપણ કર્યું. પણ કવિ કિટ્સ એક સર્જક હતા. દુનિયાને દેવા આવ્યા હતા. લેવા નહીં. તેને થયું કે આ સુંદર કન્યાને આ માંદલા શરીરે હું શું આપી શકીશ? તેને ક્ષયનો ચેપ માત્ર આપી શકીશ...' કવિ કિટ્સ તેની પીડાઓ થકી અને જીવનની કડવાશ થકી જ ઉદાર બન્યા. તેણે ૧૯મી સદીમાં લોકોમાં જે ભાગેડુ વૃત્તિ (એસ્કેપીઝમ) હતી તે મુજબ અફીણ અને ક્રિિશ્ચયાનિટીનો આશરો ન લીધો. તેના ગ્લુમમાંથી તેણે બ્યુટીનું સર્જન કર્યું. વિષાદમાંથી સુંદરતા સર્જી. કવિ કિટ્સનાં આ વાકયો સોનેથી મઢવા જેવાં છે. . પીડા અને મૃત્યુ એ બન્ને જ આપણા વિશાળ અને વૈવિઘ્યવાળા અસ્તિત્વ માટેનાં અત્યંત જરૂરી અંગો છે. પીડા અને મૃત્યુને નકારવું એટલે માત્ર આંશિક જિંદગી જીવવા જેવું છે. કષ્ટો અને તકલીફોમાંથી જ સૌંદર્ય અને કલાનું સર્જન થાય છે. તમે સુખી હો, નર્યા સુખવાળા સુખી હો તો તમને મુબારક પણ દુ:ખી હો તો તમે મૂલ્યવાન સુખને પંથે છો. |
Get an email ID as yourname@ymail.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment