[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] પાંદડે પાંદડે પ્રતીક્ષાયોગ...



પાંદડે પાંદડે પ્રતીક્ષાયોગ

gunvant_shahજેઠ મહિનો પ્રતીક્ષાને પ્રતીક્ષાયોગમાં ફેરવી નાખનારો મહિનો છે. ભકિતનું માધુર્ય પ્રતીક્ષાયોગમાં સમાયું છે.


જેઠ મહિનાનો ઉકળાટ ચરમસીમાએ પહોંચે ત્યારે આકાશમાં વાદળો જામવા માંડે છે. એ વાદળો ધીરે ધીરે નીચે ઊતરે છે અને શ્યામલતા ધારણ કરે છે. હવાનો મિજાજ બદલાઇ જાય છે અને વૃક્ષે વૃક્ષે એક અફવા ફેલાઇ જાય છે કે હવે ગમે ત્યારે વરસાદ આવી પહોંચશે. પ્રિયજનના આગમનની અફવા પણ કર્ણપ્રિય હોય છે. દૂર દૂરથી ડમરીના ખભે બેસીને મોસમનો પહેલો વરસાદ આવી પહોંચે ત્યારે આપણું હૈયું ગાઇ ઊઠે છે: રૂડો જુઓ આ વરસાદ આવ્યો!


જેઠ મહિનાનું ખરું સૌંદર્ય પ્રતીક્ષામાં સંતાયેલું છે. જેવો મનુષ્ય, તેવી એની પ્રતીક્ષા! લગ્નસરાની પ્રતીક્ષા કરનારો આદમી ફરાસખાનાનો માલિક હોવાનો સંભવ છે. 'રસકિપ્રિયા'ની પ્રતીક્ષા કરનારો આદમી જરૂર કાલિદાસીય મિજાજ ધરાવનાર પ્રેમી, કવિ કે પાગલ હોવાનો. વરસાદની તીવ્ર પ્રતીક્ષા જગતના તાત એવા ખેડૂતને હોય છે. એ પોતાના ખેતરને ચોખ્ખુંચણક બનાવીને તૈયાર રાખે છે. ઉદ્ગ્રીવ દ્દષ્ટિએ ખેડૂત આકાશ ભણી વારંવાર જુએ તો માનવું કે જેઠ મહિનો ચાલી રહ્યો છે. ૧૯૫૪માં બોધગયામાં મળેલા સર્વોદય સંમેલનમાં વિનોબાએ કહેલું: 'જયારે ખેતરમાં કામ કરતા કિસાનને મળવાનું મન થાય ત્યારે ભગવાન વરસાદની ધારા બનીને આવી પહોંચે છે.'


જેઠ મહિનો પ્રતીક્ષાને પ્રતીક્ષાયોગમાં ફેરવી નાખનારો મહિનો છે. ભકિતનું માધુર્ય પ્રતીક્ષાયોગમાં સમાયું છે. પાંદડાંનો આહાર છોડીને શિવની પ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરનારી પ્રતીક્ષાયોગિની પાર્વતીને 'અપર્ણા' કહી છે. પાંદડે પાંદડે પ્રતીક્ષા થઇ રહી છે. ધરતીની ધૂળનો પ્રત્યેક કણ તૃષાતુર છે. વૃક્ષો ઘ્યાનસ્થ ભાવે આકાશમાંથી અમૃતવર્ષા થાય તેની પ્રતીક્ષા કરી રહ્યાં છે. પક્ષીઓને પણ ખબર પડી ગઇ છે કે પોતાની સૂકી પાંખો પર અમૃતબિંદુ ટપકવાનાં છે. દિવસના અસહ્ય ઉકળાટ પછી મોગરાની મહેક અધિક મનભાવન જણાય છે. ઉકળાટ વધી પડે ત્યારે કીડા-મંકોડા દરમાંથી નીકળીને ગળપણની શોધમાં લાંબી પદયાત્રાએ નીકળી પડે છે. પ્રતીક્ષા જેટલી તીવ્ર, પ્રાપ્તિ તેટલી મધુર! ભકિતયોગ એટલે પ્રતીક્ષાયોગ.


આ લખાણ તમે વાંચી રહ્યા હો ત્યારે પૂરી શકયતા છે કે તમારા હાથમાં રહેલા 'દિવ્ય ભાસ્કર'ના પાન પર થોડાંક અમૃતબિંદુઓ પડેલાં હોય. એવું બને તો તન, મન અને માંહ્યાલાને નાચી ઊઠવાની છૂટ છે. આજનો અભિશાપિત નગરમાનવ બોંબ, બંદૂક, લોહી, મૃત્યુ અને રણમેદાન ગેરહાજર હોય એવું વિચિત્ર યુદ્ધ પ્રતિક્ષણ લડી રહ્યો છે. એ છે દ્વેષયુદ્ધ, ઇષ્ર્યાયુદ્ધ, હરીફાઇયુદ્ધ, તાણયુદ્ધ, ક્રોદ્ધયુદ્ધ, વાસનાયુદ્ધ અને વિવાદયુદ્ધ. આવા વિચિત્ર યુદ્ધને યુદ્ધનો દરજજો નથી મળતો. એ નગરમાનવને આપણે 'ટેકનોમાનવ' કહી શકીએ. એ ટેકનોમાનવ કેવો? કષ્ણ તરફથી મળેલા શબ્દને યાદ કરીએ તો ટેકનોમાનવ 'યંત્રારૂઢ' માનવ છે.


એ માનવ ઘટમાળનો ગુલામ છે. એનું બ્લડપ્રેશર એના કહ્યામાં નથી. એનું બ્લડસુગર લેવલ વિનય જાળવનારું નથી હોતું. એનું જીવન યંત્રવત્ છે. એની પાસે નિરાંતનો વૈભવ નથી અને મોકળાશની મિલકત નથી. એ રોજ 'અરીસાયુદ્ધ' ખેલતો રહે છે. દગાબાજ મનુષ્ય ખલેલ પામ્યા વિના અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઇ શકે ખરો? આપણે આપણી જાતથી શરમાઇ મરીએ ત્યારે ડિપ્રેશનનું ચડી વાગે છે.


અરીસાયુદ્ધ વખતે માણસનું પ્રતિબિંબ એની સામે શત્રુભાવે જોતું રહે છે. એવે વખતે માણસને નશાને શરણે જવાનું ગમે છે. વ્યસનની નિંદા બહુ થાય છે, પરંતુ વ્યસન જેવી કરુણાવાન બાબત બીજી કોઇ નથી. ટેકનોમાનવના ડિપ્રેશનને વ્યસનના ખોળામાં પોઢી જવાની ટેવ હોય છે. અરે! વ્યસન તો વરસાદને સાંભળવાનું પણ હોઇ શકે ને? આપણે નિવ્ર્યસની બનવું નથી. આપણા વ્યસનને વ્રજભૂમિનો ભકિતરંગ પણ લાગી શકે છે. જેઠ મહિનો એ માટે અનૂકુળ છે કારણ કે જયાં પ્રતીક્ષા નથી, ત્યાં ભકિત કયાંથી!


પહેલો વરસાદ પડે ત્યારે નાચી ન ઊઠે એવા હૃદયને તે શું કહેવું! એ ક્ષણે સાક્ષાત્ ઉપરવાળાનો ભીનો સંસ્પર્શ પામતી વખતે સમગ્ર પરિવાર સાથે હોવો જોઇએ. એ વેળાએ તૃષાતુર ધરતીના કણ કણમાંથી વછૂટેલી દિવ્ય સુગંધ માણવી એ તો માણસ હોવાની ભીનીછમ સાબિતી છે. માણસ હોવું એ જેવીતેવી સંપ્રાપ્તિ નથી. કોલેજો ખૂલી જશે. યુનિવર્સિટીનું કેમ્પસ જીવતું થશે. કેમ્પસ પર છત્રીઓની અવરજવર વચ્ચે એક છત્રી એવી હશે, જેની નીચે દીસંતો, કોડીલો, કોડામણો યુવાન કોઇ મુગ્ધપ્રિયા સાથે ચાલી રહ્યો હશે. એવું બને ત્યારે છત્રી એ બંનેનું રક્ષણ કેવળ વરસાદથી કરે છે એવા ભ્રમમાં રહેશો નહીં. એ છત્રી આસપાસ ભમતી કેટલીય અદેખી આંખોથી એ યુગલનું રક્ષણ કરતી રહે છે. આપણો માંદલો સમાજ થનગનતા યૌવનને ખલેલ પામ્યા વિના વેઠી નથી શકતો. આવી 'છત્રીઘટના' મહાકવિ કાલિદાસની માનીતી ઘટના છે.

કાલિદાસ કહે છે:

કામોદ્દીપ્ત શ્વાસોરછ્વાસ અને
શિથિલ ગાત્રોવાળી સુંદર સ્ત્રીઓ
પ્રિયતમનું સામીપ્ય પ્રાપ્ત કરીને
કામક્રીડા માટે અધિક ઉત્સુક બને છે.
(પ્રિયેષુ સમુત્સુકા ભવન્તિ નાર્ય:!)


આકાશમાંથી વરસી પડેલું ટીપું ('મેહ કી પહલી બૂંદ') પરમ ચેતનાના ભીના વાવડ લઇને આવે છે. ઐ ટીપું શરીર પર પડે ત્યારે જે રોમાંચ થાય તે દિવ્ય હોય છે. જે સમાજ રોમાંચવિરોધી, રોમેન્સવિરોધી અને શંગારવિરોધી હોય તે જરૂર કાલિદાસવિરોધી કે કષ્ણવિરોધી હોવાનો. કેટલાક સાધુઓના ઉપવસ્ત્રમાં કયાંય ખિસ્સું નથી હોતું. એમનો લોભ ખિસ્સામાં સમાય એવડો નાનો અમથો નથી હોતો. સમગ્ર સમાજ સિનિયર સિટિઝન પાસે હોય એવી ઠરેલવૃત્તિથી પીડાતો સમાજ છે. એમાં કયાંય સહજનું સામૈયું નથી અને નર્મિળ આનંદનું અભિવાદન નથી. વાર્ધકય ભારતીય સમાજનો સ્થાયીભાવ છે. નવી પેઢી નવા વડીલ ઝંખે છે.


આષાઢી આક્રમકતા સાથે તૂટી પડેલો વરસાદ સ્વભાવે સેકયુલર છે. એ વૃક્ષોને તરબોળ કરે છે, શેરીઓને રેલમછેલ કરે છે અને ખેતરોને તરબતર કરે છે. જે ધરતી થોડાક કલાકો પહેલાં સૂકીભઠ હતી તે ધરતીની રગેરગમાંથી લીલાં તણ ફૂટે છે. માંડ ત્રણ-ચાર દિવસોમાં તો ધરતી પર લીલો વૈભવ પથરાઇ જાય છે. કયાંય કંજૂસાઇ નથી, કયાંય દિલચોરી નથી અને કયાંય પક્ષપાત નથી. સર્વત્ર તરબોળતા, રેલમછેલતા અને તરબતરતા છે. જે હૃદય ભીનું થવાની ખો ભૂલી ગયું ન હોય, તે વરસાદમય અને કષ્ણમય બને છે. હૃદયશૂન્યતાનો અભિશાપ દૂર કરે એવી ઋતુ આવી પહોંચવામાં છે.


વીર કવિ નર્મદની એ પ્રિય ઋતુ ગણાય. એ ઋતુમાં પડેલી શંગારમય શકયતાઓનો કોઇ પાર નથી. મંદિરનો પૂજારી પણ શાયરી લલકારવા માંડે એવી ઋતુ આવી રહી છે. મનને કોઇ ખૂણે પડેલા ડિપ્રેશનને રસ્તા પર વહેતા થયેલા પાણીના રેલામાં વહેતું મૂકવાની ઋતુનું અભિવાદન છે. અરીસામાં જોવાને બદલે પત્ની કે પ્રિયતમાના ચહેરા પર બાઝેલાં થોડાંક વરસાદી ટીપાંમાં સંતાયેલું પ્રતિબિંબ નીરખવાની વેળા આવી પહોંચી છે. હા, હજી હાથમાં ઝાલી રાખેલું છાપું હેઠે મૂકીને મેઘદૂત મહોત્સવમાં સામેલ થવાનું આમંત્રણ છે. આમંત્રણ આપનાર છે, શ્યામ-ઘનશ્યામ!

પાઘડીનો વળ છેડે

અમેરિકામાં ટોઇલેટ પેપર્સ પાતળા હોય છે. જયારે ન્યુઝ પેપર્સ જાડાં હોય છે. - વિન્સ્ટન ચર્ચિલ (૧૯૩૦માં કેનેડામાં આપેલા ઇન્ટરવ્યૂમાંથી)



Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Ads on Yahoo!

Learn more now.

Reach customers

searching for you.

Yahoo! Groups

Auto Enthusiast Zone

Auto Enthusiast Zone

Car groups and more!

Get in Shape

on Yahoo! Groups

Find a buddy

and lose weight.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...