કાળાં નાણાંનું સફેદ સત્યSanat Mehta ભારતમાં ચૂંટણી સમયે સ્વિસ બેન્કમાંથી નાણાં મેળવવા ગર્જના ખૂબ થઈ પણ પછી? ૨૦૦૯માં યોજાયેલ ભારતની લોકસભાની સામાન્ય ચૂંટણીના છેલ્લા દિવસોમાં ચૂંટણી પ્રચાર જયારે ઉગ્ર બન્યો હતો ત્યારે રાજકીય પક્ષોમાં સ્વિસ બેન્કોમાં કરચોરી કરી કાળાં નાણાં છુપાવનાર ભારતીયોનાં નામ અને નાણાં મેળવવાની જબરી હરીફાઈ જામી હતી. ભારતીયોના અબજોના નાણાંમાંથી વિકાસના અને ગરીબી નાબૂદીના કેવાં મોટા કામો પાર પાડી શકાય તેમ છે એના વિશે જાતજાતનાં ગુલાબી ચિત્રો મતદારોને દેખાડાયાં હતાં. આની શરૂઆત ભાજપના મનોનીત વડાપ્રધાન લાલકષ્ણ અડવાણીએ કરી હતી. અને પછી કોઈ રાજકીય પક્ષ આ હરીફાઈમાં બાકી રહ્યો નહતો. કેટલાંક રાજયોના મુખ્યપ્રધાનોએ પણ સ્વિસ બેન્કના કાળાં નાણાં પરત લાવવાનો વડાપ્રધાન મનમોહનસિંહને પડકાર કર્યો હતો. ચૂંટણી પૂરી થઈ, યુપીએની સરકાર રચાઈ, અરે, નવી સરકારનું પ્રથમ અંદાજપત્ર પણ લોકસભામાં રજૂ થયું. એના પર લોકસભામાં આ સવાલ કાંઈ ઝાઝો સંભળાયો નહીં, પણ આ વિવાદ મીડિયામાં પણ ખૂબ ચગ્યો. સ્વિસ બેન્કોની આવા ખાતેદારોના નામો નહીં જાહેર કરવાની નીતિરીતિ અને કાનૂનની આછી પાતળી ચર્ચા થઈ પણ અંતે તો મામલો ભુલાઈ ગયો એવો માહોલ છે. ભારતીયોના આવાં કેટલાં કાળાં નાણાં સ્વિસ બેન્કોમાં હશે એના કાચા પાકા અંદાજો પણ મુકાતા હોય છે. આવો એક અંદાજ ૧૪૫૬ બિલિયન ડોલર એટલે કે અંદાજે એક લાખ ૪૫ હજાર છસો કરોડ રૂપિયાનો છે. પણ આ સવાલની ભૂમિકા સમજવા જેવી છે. ખાસ કરીને ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ પછી નાણાંની હેરફેર ચેક, ડ્રાફટ કે કોઈ લેખિત માઘ્યમ દ્વારા નહીં પણ 'વાયર' મારફત થાય છે અને આવા અબજો રૂપિયાનું રોકાણ કરનારાઓ કરમાંથી છટકવા માટે કોઈ નાનકડાં ટાપુ કે સ્વિસ બેન્કો મારફત કરે છે. અને આવાં સ્થળો-ટાપુઓમાં નજીવા કરવેરા હોવાને કારણે આ બધા કરચોરો માટેના સ્વર્ગ બની ગયા છે.આ પ્રવત્તિ માત્ર કાળાં નાણાં છુપાવવા નહિ પણ કરચોરીના મુખ્ય સાધન બનવા માંડયા ત્યારે યુરોપની કેટલીક સરકારોને કરની આવક પર મોટી અવળી અસર થવા માંડી. એટલે થોડાં વર્ષ પહેલાં યુરોપિયન ઓફશોર રોકાણમાં થતી કરચોરી રોકવાનાં પગલાં લેવાની માગણી કરી હતી પણ પ્રારંભમાં બહુ દાદ ન મળી. પણ તાજેતરની વૈશ્વિક મંદીના મૂળ આવા નાણાકીય વ્યવહારોમાં છે એવું આકરું સત્ય બધાની સામે આવ્યું ત્યારે છેલ્લી જી-૨૦ દેશોની પરિષદમાં આ સવાલ ખૂબ ચગ્યો અને બધાએ વૈશ્વિક બેકિંગ વ્યવહારમાં સંપૂર્ણપણે પારદર્શિતાની માગણી કરી. વૈશ્વિક દબાણમાં સ્વિસ બેન્કોની ખાતેદારોનાં નામ સહિતની માહિતી ખાનગી રાખવાની પદ્ધતિ પર વિશેષ આક્રમણ કરાયું અને સ્વિસ સરકારે પ્રથમવાર માર્ચ- ૨૦૦૯માં વૈશ્વિક ધોરણ સ્વીકારવા સંમતિ આપી. ભારતની જેમ માર્ચમાં કરાયેલો પ્રયાસ ચૂંટણીપ્રચાર નહોતો. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આ વાતના મૂળમાં જવાનું નક્કી કર્યું હોય એવું જોવા મળ્યું. ભારતે એ ચર્ચામાં લોલમ લોલ કર્યું પણ વાતના મૂળમાં જવાનું વિચાર્યું હોય એવું જોવા કે જાણવા ન મળ્યું. પરિણામે તાજેતરમાં સ્વિસ બેન્કે ભારતની માગણીનો અસ્વીકાર કર્યો. અમેરિકાના કરવિભાગના કમિશનર ઓફ ઇન્ટરનલ રેવન્યુ સર્વિસના વડા ડગ્લાસ શુલમને આ સવાલની પાછળ પડી ઓગસ્ટની ૧૯ તારીખે સ્વિસ સરકાર સાથે આ બાબતમાં કરાર કર્યો અને વીસમી ઓગસ્ટે વધુમાં એમ પણ જાહેર કર્યું કે અમે બીજી સ્વિસ બેન્કોમાંથી પણ કરચોરોના નામ મેળવીશું. ફેબ્રુઆરીમાં યુબીએસ બેન્કે ૨૨૫ નામ જાહેર કરેલાં એમાંના ૧૫૦ કેસને અમેરિકન આયકર વિભાગ તપાસી રહ્યું છે. જેના કારણે આમાંથી ત્રણ નામધારીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને ત્રણેય ધરપકડ કરાઈ છે. હવે આ સલિસિલો આગળ વધશે. ગયા અઠવાડિયે યુબીએસે બ્રિટન જોડે આવો કરાર કર્યો હતો. અમેરિકાના આ કરારને આવકારતા ફ્રાન્સે જણાવ્યું કે સ્વિસ-અમેરિકન કરાર સાચી દિશાનું પગલું છે. આ બતાવે છે કે જી-ર૦ દેશોની લંડનમાં મળેલી પરિષદના નિર્ણયની અસર દેખાઈ રહી છે. આવતે અઠવાડિયે આવો કરાર સ્વિસ સરકાર સાથે ફ્રાન્સ કરનાર છે. આમ અમેરિકા પછી યુરોપનો પ્રથમ દેશ કરાર કરશે. ખાતેદારોનાં નામ ગુપ્ત રાખવાની સ્વિસ પદ્ધતિ એટલી બધી કાયદાકીય ગૂંચ અને સરકારી દખલ ભરેલી હતી કે આવા કરાર વગર આ માહિતી મેળવવી અશકય મનાતું હતું. વૈશ્વિકીકરણ પછી ચોપડા, ચેક કે લખાણ વગર થતી રોજની અબજોની હેરફેર આજ સુબી ગુપ્ત રીતે કરાતી હતી. અલબત્ત આર્થિક મંદી અને એમાંથી બચવા જાહેર કરાયેલ મોંઘાદાટ સ્ટિમ્યુલસના કારણે અમેરિકા સહિત અનેક દેશોની અંદાજપત્રકીય ખાધ ખૂબ વધી ગઈ છે. આ ખાધમાંથી રાહત મેળવવાની તાતી જરૂરિયાતે પણ આ પ્રક્રિયાને વેગ આપ્યો હોય એ શકય છે. યુબીએસ પોતે પણ મોટો દંડ થવાની ભીતિ સેવે છે. મંજિલ આસાન નથી કારણ યુબીએસે આ નામધારીઓને અપીલ કરવાનો અધિકાર આપ્યો છે પણ કરચોરોના નામો જાહેર થાય અને કરચોરી પકડાય એ પગલું ભ્રષ્ટાચારને નાથવા માટે મોટું પગલું છે. કહેવાય છે કે ભારત પણ આવાં નામોની સંખ્યામાં દુનિયાના દેશોમાં બહુ પાછળ નથી. પણ આખા પ્રકરણમાંથી એક વાત બરાબરની સદ્ધિ થઈ ગઈ છે કે ભારતના રાજકીય નેતાઓ ચૂંટણી ટાણે ગાજે છે ખૂબ પણ વરસે છે કવચિત્ જ. ભારતના આયકર અધિકારીઓ સૂઝ કે હિંમત ધરાવતા નથી અને આના કારણે ભારતનો વિકાસરથ વારંવાર અડધે રસ્તે જ ફસડાઈ પડે છે. વધુમાં ભારતની બાબતમાં કરચોર શ્રીમંતો અને સમદ્ધ રાજનેતાઓ વચ્ચેની સાઠગાંઠનો ભાગ ભજવે જ ને! |
Love Cricket? Check out live scores, photos, video highlights and more. Click here.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment